Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પુતિન પરની ટિપ્પણી રેડીયો જોકીને ભારે પડી, જાણો શું થયું

યુક્રેન અને રશિયા તરફ એક વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પુતિન પર કરેલી ટિપ્પણી કજાકિસ્તાનની રેડીયો જોકીને ભારે પડી છે. રેડીયો હોસ્ટે ફેસબુક પર લાઇવ દરમિયાન કરેલી ટિપ્પણી પરની ચર્ચા એટલી હદે ઉગ્ર બનીને આખરે રેડીયો જોકીને પોતાની નોકરી ગુમાવવી પડી હતી. કજાકિસ્તાન રશિયા સાથે વિશ્વની સૌથી મોટી લાંબી સરહદ ધરાવે છે અને રશિયાના નેતૃત્વ ધરાવતા અને સેના બ્લોકના સભ્ય હોવાના કાà
પુતિન પરની ટિપ્પણી રેડીયો જોકીને ભારે પડી  જાણો શું થયું
યુક્રેન અને રશિયા તરફ એક વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પુતિન પર કરેલી ટિપ્પણી કજાકિસ્તાનની રેડીયો જોકીને ભારે પડી છે. રેડીયો હોસ્ટે ફેસબુક પર લાઇવ દરમિયાન કરેલી ટિપ્પણી પરની ચર્ચા એટલી હદે ઉગ્ર બનીને આખરે રેડીયો જોકીને પોતાની નોકરી ગુમાવવી પડી હતી. 
કજાકિસ્તાન રશિયા સાથે વિશ્વની સૌથી મોટી લાંબી સરહદ ધરાવે છે અને રશિયાના નેતૃત્વ ધરાવતા અને સેના બ્લોકના સભ્ય હોવાના કારણે રશિયા સાથે ઘનિષ્ઠ આર્થિક અને રાજનિતીક સબંધ ધરાવે છે.  યુક્રેન પરના હુમલા વચ્ચે કજાકિસ્તાનમાં એક રેડીયો જોકીને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર ટિપ્પણી કરવું મોંઘુ પડયું હતું. રેડીયો હોસ્ટે ફેસબુક પર ચર્ચા દરમિયાન કહ્યું કે જો તમે લોકો વધુ બોલશો તો અમે હુમલો કરવા માટે  અંકલ વોવા(પુતિન)ને બોલાવી લઇશું. વાસ્તવમાં તે વખતે યુક્રેન યુદ્ધના મુદ્દા પર યુક્રેની અને રશિયાના સમર્થકો વચ્ચે ગરમાગરમ ઓનલાઇન ચર્ચા છેડાઇ હતી. 
પુતિન પર કરાયેલી ટિપ્પણી બાદ યુરોપા પ્લસ કજાકિસ્તાન રેડિયો સ્ટેશનની હાલત ખરાબ થઇ ગઇ હતી.ત્યારબાદ રેડીયો સ્ટેશન દ્વારા ફેસબુક પર કરાયેલી ટિપ્પણીઓને દુર કરવામાં આવી હતી અને રેડીયો જોકીને નોકરીમાંથી કાઢી મુકી હતી. 
ઉલ્લેખનિય છે કે કજાકિસ્તાન યુક્રેન પર રશિયાના હુમલાના મુદ્દે રશિયાની આલોચના કરતાં દુર રહ્યું છે. જો કે કજાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તમામ દેશોએ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સિદ્ધાંતો અને નિયમોનું સખતાઇથી પાલન કરવું જોઇએ 
Advertisement
Tags :
Advertisement

.