PM Modi In Egypt : 26 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનનોનો Egypt પ્રવાસ, Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત બાદ શનિવારે ઈજિપ્તની (Egypt) રાજધાની કૈરો (Cairo) પહોંચ્યા હતા. વડાપ્રધાનની (PM Modi) આ બે દિવસીય રાજ્ય મુલાકાત છે. વડાપ્રધાન મોદીની યાત્રા પહેલા ઈજિપ્તે જાહેરાત કરી હતી કે તે સુએજ નહેર ઈકોનોમિક ઝોનમાં ભારત માટે એક સ્પેશિયલ સ્લોટની ઓફર કરશે. PM મોદી 24-25 જૂન ઈજિપ્તની મુલાકાતે છે. ખાસ વાત એ છે કે 1977 બાદ કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા ઈજિપ્તની આ પહેલી મુલાકાત હશે. આ દરમિયાન સુએજ નહેર બંને દેશોને લઈને થનારી ચર્ચાઓના મુખ્ય એજન્ડામાં સામેલ રહેશે. અહીં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું અને ભારતીય મુળના લોકોએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.
આ પણ જુઓ : USISPFમાં વડાપ્રધાન મોદીનું ઐતિહાસિક સંબોધન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.