ભરૂચ શહેરમાં અજવાળું કરવા વિપક્ષીઓ અને આરટીઆઈ એક્ટિવિસ્ટોનો અનોખો વિરોધ
અહેવાલ દિનેશ મકવાણા
ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી હોવાના આક્ષેપ સાથે ભરૂચ શહેર અંધકારમય બન્યું છે. નગરપાલિકા વીજબિલની ભરપાઈ ન કરતા સમગ્ર ભરૂચમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહે છે. ત્યારે વિપક્ષીઓએ પાલિકામાં સત્તાધારી પક્ષોએ તિજોરી ખાલી કરી હોવા આક્ષેપ સાથે ખાલી તિજોરી સાથે વિરોધ દર્શાવ્યો હતો. તો આરટીઆઇ એક્ટિવિસ્ટોએ જાહેર માર્ગો ઉપર ભિખારી બની રૂપિયા ઉઘરાવી પાલિકાને મદદરૂપ થવાનું કામ કરી વિરોધ દર્શાવ્યો હોવાનું સામે આવ્યું છે
નગરપાલિકાના પ્રવેશદ્વારના પગથીયા ઉપર વિપક્ષીઓ અને કોંગ્રેસીઓ બેસી ભારે વિરોધ દર્શાવતા હતાં. આખરે રજૂઆત અર્થે નગરપાલિકામાં પ્રવેશ અપાયો હતો અને નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને ભરૂચની લાઈટો વહેલી તકે શરૂ કરવા અને જીઈબીના બિલની ભરપાઈ કરવા માટે રજૂઆત કરી હતી
નગરપાલિકાના પ્રમુખે તથા નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું, છેલ્લા ઘણા મહિનાથી ભરૂચ નગરપાલિકાનું લાઈટ બિલ રેગ્યુલર ભરપાઈ કરવામાં આવે છે. પરંતુ જૂની રકમ બાકી હોવાના કારણે વીજ કનેક્શન કપાયા છે. આ બાબતે સરકારમાંથી ગ્રાન્ટ મંજુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જોકે આરટીઆઈ એક્ટિવીસ્ટો દ્વારા ભિખારીના વેશમાં ઉઘરાવેલા 480 રૂપિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને જમા કરાવવા માટે આર.ટી.આઈ એક્ટિવિસ્ટો પહોંચ્યા હતા. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે આ રૂપિયા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: અંબાજીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે ભીંતચિત્રો આવ્યાં બનાવવામાં