Rajkot: TRP ગેમઝોનના સંચાલકોએ ભરાવ્યા હતા મોતના ફોર્મ
Rajkot: રાજકોટ અગ્નિકાંડમાં EXCLUSIVE સમાચાર સામે આવ્યા છે. ગેમઝોનના માલિકો લોકો પાસે ફોર્મ ભરાવતા હતા. તેમાં જો કંઇ દુર્ઘટના થાય તો હું જવાબદાર એવું ફોર્મ ભરાવતા હતા. લોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવવામાં આવતું હતું. જેમાં ગૂજરાત ફર્સ્ટએ મોટો ખુલાસો કર્યો છે. જેમાં ઘટના સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં તેવા ફોર્મ ભરાતા હતા.
TRP ગેમ્સનું ફોર્મ ગુજરાત ફર્સ્ટ હાથે લાગ્યું છે. જેમાં અહી આવતા લોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવી લેવામાં આવતું હતું. ગેમ્સ ઝોન દ્વારા પહેલીથી જ ગેમ્સ રમવા આવતા લોકો પાસે ફોર્મ ભરાવવામાં આવતું હતું. જો કોઈપણ ઘટના થાય તો પણ જવાબદારી અમારી રહેશે નહિ તેવા ફોર્મ ભરાવવામાં આવે છે. જો અહી મોત પણ થાય તો પણ જવાબદાર અમારી રહશે નહિ તેવું ફોર્મમાં લખેલું છે. ગત રોજ શનિવારે શહેરના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની દુર્ઘટનામાં 32 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અગ્નિકાંડમાં એક જ પરિવારના પાંચ સભ્યો ગુમ છે. હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સાંગણવાના વિરેન્દ્રસિંહનો પરિવાર વિખેરાયો છે. તેઓ પત્ની, પુત્ર અને સાઢુના બાળકો સાથે ગેમઝોનમાં ગયા હતા. જ્યારે હજુ પાંચ સભ્યોનો પત્તો નથી. જ્યારે પરિવારના બે સભ્યો હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો - રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈ તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાયેલા બાળકોના પરિવારજનો થયા એકત્રિત
આ પણ વાંચો - Rajkot Game zone અગ્નિકાંડમાં ભાજપના બે ઉચ્ચ નેતાઓની સાંઠગાંઠ! દિલ્હી સુધી થઇ ફરિયાદ…
આ પણ વાંચો - Rajkot: અગ્નિકાંડમાં પાંચ મૃતકોના DNA થયા મેચ