Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kokhra Police Station: વૃદ્ધોને વાતોમાં ભોળવી ATM Card ની છેતરપિંડી કરનાર કુખ્યાત ગેંગ ઝડપાઈ

Kokhra Police Station: અમદાવાદ પોલીસ દ્વારા વૃદ્ધોને વાતોમાં ભોળવીને ATM Card ની છેતરપિંડી કરનાર કુખ્યાત ગેંગ ઝડપી પાડવામાં આવી છે. ખોખરા પોલીસે આ ગેંગમાં સામેલ ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. આ ગેંગ દ્વારા અમદાવાદ શહેરમાં 20 થી વધુ લોકોનો શિકાર...
kokhra police station  વૃદ્ધોને વાતોમાં ભોળવી atm card ની છેતરપિંડી કરનાર કુખ્યાત ગેંગ ઝડપાઈ

Kokhra Police Station: અમદાવાદ પોલીસ દ્વારા વૃદ્ધોને વાતોમાં ભોળવીને ATM Card ની છેતરપિંડી કરનાર કુખ્યાત ગેંગ ઝડપી પાડવામાં આવી છે. ખોખરા પોલીસે આ ગેંગમાં સામેલ ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. આ ગેંગ દ્વારા અમદાવાદ શહેરમાં 20 થી વધુ લોકોનો શિકાર કરવામાં આવ્યો છે.

Advertisement

  • અમદાવાદમાં કુખ્યાત ગેંગ ઝડપી પાડવામાં આવી
  • ગેંગના આરોપીઓ વુદ્ધોને ટાર્ગેટ કરતા હતા
  • 52 જેટલા ATM Card આરોપીઓ પાસેથી મળી આવ્યા
  • મકાન અથવા હોટલ ભાડે રાખીને રહેતા હતા

આ તમામ આરોપીઓ ખોખરા પોલીસ કસ્ટડીમાં છે. આ આરોપીઓએ પોલીસ કસ્ટડીમાં કબુલાત કરી હતી કે, તેઓ ATM માં પૈસા ઉપાડવા ગયેલા વ્યક્તિઓને ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા. હાલમાં જ ખોખરા વિસ્તારમાં આ જ પ્રકારે એક વૃદ્ધને ટાર્ગેટ કરી તેઓના ખાતામાંથી 1 લાખથી વધુ રકમની ઉચાપત કરી હતી. જે અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી ચારે આરોપીઓને ખોખરા સર્કલ પાસેથી પકડી પાડ્યા હતા.

Kokhra Police Station

Advertisement

52 જેટલા ATM Card આરોપીઓ પાસેથી મળી આવ્યા હતા

આરોપીઓની તપાસ કરતાં તેઓની પાસેથી અલગ અલગ બેંકના 52 જેટલા એટીએમ કાર્ડ પૈસા વાઈફ કરવાના બે મશીન તેમજ પાંચ મોબાઇલ ફોન અને રોકડ રકમ 33,000 સહિત 51,000 થી વધુ નો મુદ્દા માલ કબજે કરાયો છે. આ મામલે આરોપીઓની તપાસ કરતા રામોલ, ઓઢવ, નિકોલ, કૃષ્ણનગર, શહેર કોટડા, મેઘાણીનગર, શાહીબાગ, ચાંદખેડા, સોલા, વસ્ત્રાપુર, વેજલપુર, આનંદ નગર, દાણીલીમડા, નારોલ, વટવા અને અમરાઈવાડી વિસ્તારમાં કુલ 21 જેટલા ગુનાની કબુલાત કરી છે. આરોપીઓ સામે અમદાવાદમાં ખોખરા, મેઘાણીનગર અને શહેરકોટડા પોલીસ મથકે ગુના નોંધાયા છે.

મકાન અથવા હોટલ ભાડે રાખીને રહેતા હતા

Kokhra Police Station

Advertisement

આ તમામ આરોપીઓ હરિયાના રહેવાસી હતા. તેઓ વિમાન અને ટ્રેન મારફતે અમદાવાદમાં આવતા હતા. તેઓ વિવિધ શહેરમાં મકાન અથાવ હોટલ ભાડે રાખીને રહેતા હતા. જો કે આ ગુનામાં આરોપીઓ જે બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા, તેમાંથી અમુક ટકા કમિશન કાપીને અન્ય રકમ તેઓને પરત મળી જતી હતી.

અહેવાલ પ્રદિપ કચિયા

આ પણ વાંચો: Bharuch : છેટાછેડા આપ્યા વગર પતિ બીજા લગ્ન કરવા જતાં પહેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ, Video બનાવી આક્ષેપો કર્યાં

Tags :
Advertisement

.