ખાનગી માહિતી અને ડેટાના આધારે પૈસા પડાવતા સાયબર એકસપર્ટની ધરપકડ
અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ
કોઈપણ કામ માટે ખાનગી સાયબર એક્સપોર્ટ નો સંપર્ક કરતા હોય તો ચેતી જજો.. કારણ કે આવા જ સાયબર એક્સપર્ટ તમારી ખાનગી માહિતી મેળવી અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે.. અને તે પણ માત્ર રૂપિયા ખાતર.. સાયબર ક્રાઇમ એ આવા જ એક બનાવટી સાઇબર એક્સપર્ટની ધરપકડ કરી જેની પાસેથી સંખ્યાબંધ લોકોની ખાનગી માહિતી અને ડેટા મળી આવ્યો છે. જેને લઇ સાઇબર ક્રાઇમે વધુ ગુના ઉકેલવની કવાયત હાથ ધરી છે. .
સાયબર ક્રાઇમે કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ અમિતકુમાર સિંઘ છે. જે સામાન્ય રીતે સોશિયલ મીડિયા કે પછી ન્યૂઝ ચેનલોની ડિબેટમાં જોવા મળતો હતો તે હવે પોલીસની કસ્ટડીમાં છે...જે મૂળ ઉત્તર પ્રદેશનો પરંતુ છેલ્લા 20 વર્ષથી અમદાવાદમાં વસવાટ કરી રહ્યો છે. એમિગો એથીકલ હેકિંગ એન્ડ સાઇબર સિક્યુરિટીના નામે પોતાની ખાનગી ઓફિસ ચલાવે છે. અમદાવાદની રહેવાસી યુવતીના પુનાના એક યુવક સાથે લગ્ન થયા હતા. જે બાદ બંને વચ્ચે તકરારો થતાં તેણે આ સાયબર એક્સપોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ અમિતે બંનેની ખાનગી માહિતી એકબીજાને વેચીને રૂપિયા મેળવ્યા હતા. સાથે જ ફરિયાદીના ઘરમાં ઘૂસી સાડા ચાર કરોડની ખંડણી પણ માંગી હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ હતી.
સાયબર ક્રાઇમ એ અમિતની ધરપકડ કરી તેની તપાસ કરતા હકીકત સામે આવી કે, અમિત કોઈપણ વ્યક્તિ મદદ માટે તેની પાસે આવે તો તે ફિસિંગ લીંક મોકલી તે વ્યક્તિ તથા જેના પર આરોપ હોય તે વ્યક્તિને માહિતી મેળવી લે તો જેને સાયબર ક્રાઇમની ભાષામાં ડોક્સિંગ કરતો હતો.. અમિત પાસે કોઈપણ ડિગ્રી ન હોવા છતાં તે ઇન્ટરનેટની દુનિયામાં લોકોના કામ કરાવવા માટે પૈસા પડાવતો હતો. સોશિયલ મીડિયા પર બ્લુટીક મેળવવાથી માંડી અલગ અલગ કંપનીઓના કામ કરવા માટે 50 હજાર થી માંડી 10 લાખ સુધીની રકમ તેણે પડાવી હોવાનું સાઇબર ક્રાઇમ ની તપાસમાં સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમ એ અમિતની ધરપકડ કરી તેની ઓફિસ તપાસ કરતા પોતાની ઓફિસનું એડ્રેસ ડીસીપી ઓફિસ નવરંગપુરા તરીકે જાહેર કર્યું હોવાનું સામે આવ્યું છે.. જ્યાંથી કોમ્પ્યુટર જમા લેતા સંખ્યાબંધ લોકોની ખાનગી માહિતી મળી આવી છે. જેને લઇ સાઇબર ક્રાઇમ એ તમામ માહિતીની વિગતવાર તપાસ શરૂ કરી છે.. ઉપરાંત ગેરકાયદેસર રીતે સાયબર સિક્યુરિટી ચલાવનાર અમિત વિરુદ્ધ વધુ ગુના દાખલ કરવાની કામગીરી શરૂ કરી છે...