Rajkot માં લાગશે બાબાનો દિવ્ય દરબાર, સ્વાગતની તૈયારીઓ પૂર્ણ
બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રીનો રાજકોટમાં દિવ્ય દરબાર લાગવાનો છે. અમદાવાદમાં બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો જે હવે રાજકોટમાં યોજાશે. જણાવી દઇએ કે, રાજકોટમાં બાબાનો બે દિવસીય દિવ્ય દરબારનો કાર્યક્રમ છે. બાબા અહીં રેસકોર્સ ખાતે બે દિવસીય દિવ્ય દરબાર ભરાશે જેમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવનાઓ છે. આ પહેલા ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમદાવાદના વટવામાં પોતાનો દિવ્ય દરબાર યોજ્યો હતો. અહીં મોટી સંખ્યામાં બાબાના આશીર્વાદ લેવા માટે ભક્તો પહોંચ્યા હતા.
આ પણ વાંચો - ‘આજે નહીં જાગો..તો ક્યારેય નહીં જાગો’..અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું આહ્વવાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ