Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી મંદિર ખાતે હવે પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપાઈ, 6 મહિના સુધી પ્રસાદ બનાવવાની કામગીરી સંભાળશે

અહેવાલઃ શક્તિસિંહ રાજૂપૂત, અંબાજી  અંબાજીમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા મોહનથાળની બનાવટમાં વપરાયેલા ઘીમાં ભેળસેળ સામે આવ્યા બાદ પ્રસાદ બનાવનાર એજન્સી મોહીની કેટરર્સને બ્લેક લિસ્ટેડ કરી દેવાઇ છે. અને હવે પ્રસાદ બનાવવાનું કામ અમદાવાદની ટચ સ્ટોન એજન્સીને સોંપવામાં આવ્યું છે. બુધવારે...
અંબાજી મંદિર ખાતે હવે પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપાઈ  6 મહિના સુધી પ્રસાદ બનાવવાની કામગીરી સંભાળશે

અહેવાલઃ શક્તિસિંહ રાજૂપૂત, અંબાજી 

Advertisement

અંબાજીમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા મોહનથાળની બનાવટમાં વપરાયેલા ઘીમાં ભેળસેળ સામે આવ્યા બાદ પ્રસાદ બનાવનાર એજન્સી મોહીની કેટરર્સને બ્લેક લિસ્ટેડ કરી દેવાઇ છે. અને હવે પ્રસાદ બનાવવાનું કામ અમદાવાદની ટચ સ્ટોન એજન્સીને સોંપવામાં આવ્યું છે. બુધવારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહિની કેટરર્સ પાસે વધેલો મોહનથાળ પ્રસાદનો સ્ટોક પોતાના હસ્તક લઇ લેવાયો હતો અને બુધવારે સાંજે પાલનપુર ખાતે થી મીડિયાને પ્રેસનોટ અપાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે અંબાજી મંદિર ખાતે હવે પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપાઈ છે અને તે 6 મહિના સુધી પ્રસાદ બનાવવાની કામગીરી સંભાળશે.બુધવારે એનએસયુઆઇ ના પ્રદેશ મહામંત્રી સહિતના નેતાઓ અંબાજી મંદિર ખાતે આવી અંબાજી મંદિર ના વહીવટદારને આવેદનપત્ર આપ્યું હતુ.

પ્રસાદ બનાવવાની કામગીરી કરવાની,ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવી 
અખબારી યાદીમાં જણાવ્યું કે, મોહનથાળની ગુણવત્તા અને ઉપલબ્ધતા જળવાઈ રહે તે વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી હોઈ ટચ સ્ટોન ફાઉન્ડેશનની દરખાસ્ત અન્વયે મંદિર ટ્રસ્ટ ધ્વારા સરકારમાં આ કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવા 29/8/2023ના પત્રથી ભલામણ કરી હતી. જે બાબતે તારીખ 3 ઓક્ટોમ્બર 2023ના પત્રથી અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવા અનુમતિ મળી છે. જેને અનુલક્ષીને અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદની કામગીરી આગામી 6 માસ માટે ટચ સ્ટોન ફાઉન્ડેશનને સુપ્રત કરવામાં આવેલી છે.આમ મોહિની બાદ હવે ફરીથી 2012 થી 2017 સુધી પ્રસાદ બનાવનારી જુની એજન્સીને આ કામ અપાયું છે

Advertisement

મોહીની કેટરર્સને ભેળસેળવાળા ઘી મામલે બ્લેક લિસ્ટ કરાઈ 

અંબાજીમાં યાત્રાળુઓને માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ વિતરણ કરવામાં આવે છે. મોહનથાળ પ્રસાદની સંતોષકારક અને સુચારુ ચાલનને ધ્યાને રાખી સરકારે હંગામી ધોરણે મોહની કેટરર્સને ટેન્ડર પ્રક્રિયાના આધારે આપવામાં આવી હતી પરંતુ ભેળસેળવાળા ઘી મામલે તેને બ્લેક લિસ્ટ કરાઈ છે. હવે મોહનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે.પાપ્ત માહિતી મુજબ અગાઉ વર્ષ 2012થી 2017 સુધી શ્રી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદે અંબાજીમાં મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ આ એજન્સીને છ માસ માટે આપવામાં આવ્યો છે. ટચ ફાઉન્ડેશન અક્ષયપાત્રનો જ એક ભાગ છે.

Advertisement

એનએસયુઆઇ દ્વારા વહીવટદારને આવેદનપત્ર 

બુધવારે સાંજે અંબાજી મંદિર ખાતે એનએસયુઆઇના નેતાઓ અંબાજી મંદિર ખાતે આવ્યા હતા અને અંબાજી મંદિરની વહીવટદાર ઓફિસમાં આવીને વહીવટદાર સિદ્ધિ વર્મા ને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતુ. આવેદનપત્રમાં મોહિની કેટરર્સ સામે કડકમાં કડક પગલા લેવાની માંગ કરવામાં આવી હતી, તો સાથે જ આ બાબતે કાર્યવાહી કરવામાં મોડુ કરવામાં આવ્યુ હોવાનો મુદ્દો પણ આવેદનપત્રમાં ઉઠાવ્યો હતો. ભવાનીસિંહ રાઠોડ ,નીતિનભાઈ પટેલ ,તુલસીરામ જોષી ,મુકેશ શીકરવાર સહીત વિવિધ એનએસયુઆઇના આગેવાનો પ્રદેશ મહામંત્રી હાજર રહ્યા હતા.

Tags :
Advertisement

.