Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોટલી શા માટે ગણીને ના બનાવવી જોઈએ? જાણો તેમના પાછળના કારણો

આજે આપણે ત્યાં મોટભાગના  ઘરોમાં દરેક સભ્યના હિસાબે રોટલી બનાવવામાં આવી રહી છે. દેખીતી રીતે જ્યારે રોટલી ગણીને બનાવવામાં આવશે, તો પછી ખાવાનું પણ ગણાશે. આ વધતી જતી સ્થૂળતા-બીમારીઓને જોતાં ઓછું ખાવાની આ ટ્રિક એક નજરમાં ભલે સારી લાગે, પરંતુ તેની જીવન પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તે આપણને કુંડળીમાં શુભ ગ્રહોની અસરને તો ખલેલ પહોંચાડે છે.આ ઉપરાંત ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને પરિવારના સભ્àª
રોટલી શા માટે ગણીને ના બનાવવી જોઈએ  જાણો તેમના પાછળના કારણો
આજે આપણે ત્યાં મોટભાગના  ઘરોમાં દરેક સભ્યના હિસાબે રોટલી બનાવવામાં આવી રહી છે. દેખીતી રીતે જ્યારે રોટલી ગણીને બનાવવામાં આવશે, તો પછી ખાવાનું પણ ગણાશે. આ વધતી જતી સ્થૂળતા-બીમારીઓને જોતાં ઓછું ખાવાની આ ટ્રિક એક નજરમાં ભલે સારી લાગે, પરંતુ તેની જીવન પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તે આપણને કુંડળીમાં શુભ ગ્રહોની અસરને તો ખલેલ પહોંચાડે છે.આ ઉપરાંત ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ છીનવી લે છે.
જરૂર કરતા 4 રોટલી વધુ બનાવો:
જ્યોતિષ  શાસ્ત્ર અનસાર, ઘરના સભ્યોના ભોજન માટે જેટલી રોટલીની જરૂર હોય છે તેના કરતાં હંમેશા 4 થી 5 વધુ રોટલીનો લોટ વધારે  બાંધવો  જોઈએ .જે ગાયો  તેમજ  કૂતરાને પણ ખવડાવવી  જોઈએ .
જ્યારે  પણ રોટલીની ગણતરી કરવામાં આવે છે, ત્યારે બાકીનો લોટ રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે ઉપયોગમાં લેવાય છે. આવું કરવું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખોટું છે કારણ કે તેમાં જન્મેલા બેક્ટેરિયા અનેક રોગોને જન્મ આપે છે.
સામાન્ય  રીતે રોટલી આપણને ઉર્જા આપે છે, પરંતુ જ્યારે વાસી લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે, ત્યારે તે લોટમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયાને કારણે રાહુ સાથે સંબંધ ધરાવે છે. આવી રોટલી કૂતરાને આપવી જોઈએ. જ્યારે ઘરના લોકો વાસી લોટની  રોટલીઓ  ખાય છે, ત્યારે તેઓ સામાન્ય કરતાં વધુ ઊંચા અવાજમાં બોલે છે અને આ પરિસ્થિતિઓ ઝઘડાનું કારણ બની જાય છે. તેથી જો તમે ઘરમાં શાંતિ ઈચ્છતા હોવ તો ઘરના લોકોએ ક્યારેય પણ વાસી લોટમાંથી બનેલી રોટલી ન ખાવી જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.