Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ વસ્તુઓનું દાન ક્યારેય ન કરો નહીં તો પુણ્યને બદલે મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે

સામાન્ય રીતે કોઈપણ ધર્મમાં દાનનું અધિક મહત્વ રહેલું છે. દાનથી મોટું પુણ્ય કોઈ નથી તેવું માનવામાં આવે છે.  આપણે ત્યાં દાન કરવાની પરંપરા પૌરાણિક કાળથી ચાલી આવે છે. એવું પણ માનવામાં આવે છે કે કે દાન કરવાથી મન શાંત થાય છે ઉપરાંત ઘણા દોષ પણ નીકળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી અશુભ ફળ મળે છે. અમુક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી ફાયદો નહીં નુકસાન થાય à
આ વસ્તુઓનું દાન ક્યારેય ન કરો નહીં તો પુણ્યને બદલે મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે
સામાન્ય રીતે કોઈપણ ધર્મમાં દાનનું અધિક મહત્વ રહેલું છે. દાનથી મોટું પુણ્ય કોઈ નથી તેવું માનવામાં આવે છે.  આપણે ત્યાં દાન કરવાની પરંપરા પૌરાણિક કાળથી ચાલી આવે છે. એવું પણ માનવામાં આવે છે કે કે દાન કરવાથી મન શાંત થાય છે ઉપરાંત ઘણા દોષ પણ નીકળી જાય છે. 
પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી અશુભ ફળ મળે છે. અમુક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી ફાયદો નહીં નુકસાન થાય છે. 

     ભૂલથી પણ આ વસ્તુઓનું ક્યારેય  દાન  કરશો નહીં :
  • પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી ઘરની પ્રગતિ અટકી જાય છે. પ્લાસ્ટિકનું દાન કરવાથી બિઝનેસમાં પણ ગંભીર નુકસાન ઉઠાવવું પડી શકે છે
  • આ ઉપરાંત ક્યારેય પણ સ્ટીલના વાસણનું દાન કરવું જોઈએ નહીં. એવું પણ માનવામાં આવે છે કે સ્ટીલના વાસણનું દાન કરવાથી ઘરની સુખ-શાંતિ ઘટે છે અને લડાઈ-ઝઘડા વધવા લાગે છે. એટલે ભૂલથી પણ સ્ટીલના વાસણ દાન ન કરવા.
  • સામાન્ય રીતે આપણે જૂના કપડાં ગરીબોને દાન આપી દઈએ છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂના કપડાં ગરીબોને આપી શકાય પરંતુ દાન સ્વરૂપે નહીં. પહેરેલા જૂના કપડાં દાનમાં આપવા અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
  • ભોજનનું દાન કરવાથી પુણ્ય મળે છે. પરંતુ યાદ રાખો કે કોઈને વાસી ખાવાનું દાનમાં ન આપો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવાથી પરિવાર માટે મુસીબત ઊભી થઈ શકે છે. વાસી ખાવાનું આપવાથી પરિવારના સભ્ય બીમાર થઈ શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.