Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાની સાસુનું ઢીમ ઢાળી દીધું, આ હતું કારણ

વડોદરામાં (Vadodara) એકતરફી પ્રેમમાં પાગલ ઝુનૂની વિધર્મી યુવાને પરિણીતાની સાસુની હત્યા કરી દીધાંનો બનાવ બન્યો છે. શહેરના વડસર વિસ્તારમાં ધોળા દિવસે ખેલાયેલા ખુની ખેલના આરોપીને પોલીસ (Police) દોઢ કલાકમાં ઝડપી લીધો હતો. વડસર વિસ્તારમાં ધોળે દિવસે ખેલાયેલા આ ખૂની ખેલથી જય અંબે એન્કલેવ સહિત સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી.વડોદરાના (Vadodara) વડસર વિસ્તારમાં એકતરફી પ્રેમમાં યુવાને પરિણીતાનà
04:02 PM Sep 10, 2022 IST | Vipul Pandya
વડોદરામાં (Vadodara) એકતરફી પ્રેમમાં પાગલ ઝુનૂની વિધર્મી યુવાને પરિણીતાની સાસુની હત્યા કરી દીધાંનો બનાવ બન્યો છે. શહેરના વડસર વિસ્તારમાં ધોળા દિવસે ખેલાયેલા ખુની ખેલના આરોપીને પોલીસ (Police) દોઢ કલાકમાં ઝડપી લીધો હતો. વડસર વિસ્તારમાં ધોળે દિવસે ખેલાયેલા આ ખૂની ખેલથી જય અંબે એન્કલેવ સહિત સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી.
વડોદરાના (Vadodara) વડસર વિસ્તારમાં એકતરફી પ્રેમમાં યુવાને પરિણીતાનાં ઘરે પહોંચી જઇ તેની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. વડસર બ્રિજ વિસ્તારમાં આવેલ જય અંબે એન્કલેવમાં ચોથા માળે રહેતાં દક્ષાબેન પરમાર તેમની વહુ ભાવના સાથે ઘરમાં હતાં તે સમયે નવાયાર્ડ વિસ્તારમાં રહેતો શાહરૂખ પઠાણ ઉર્ફે સોનુ ત્યાં ધસી આવ્યો હતો અને દરવાજો ખખડાવ્યો હતો. પરિણીતાની સાસુ  દક્ષાબેને જેવો દરવાજો ખોલ્યો, હત્યારો શાહરૂખ ચાકુ લઇને તેમનાં પર તૂટી પડ્યો હતો. ગળા સહિત ઉપરાછાપરી છરીના ઘા કરતાં દક્ષાબેને ઘરમાં જ દમ તોડી દીધો હતો.
પોલીસ (Police) તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી વિધર્મી યુવક છેલ્લાં ઘણાં સમયથી પરિણીતાને ફોન કરી હેરાન કરતો હતો. જેને લઇને પરિણીતાએ એક સપ્તાહ અગાઉ માંજલપુર પોલીસ મથકમાં અરજી પણ કરી હતી અને જે-તે વખતે પોલીસે કાર્યવાહી કરી શાહરૂખની અટકાયત પણ કરી હતી.
જો કે,પરિણીતાનાં એકતરફી પ્રેમમાં પાગલ શાહરૂખ ઉર્ફે સોનુ તેની દાઝ રાખી ભાવનાની હત્યા કરવા માટે શનિવારે બપોરે તેની સાસરીમાં ધસી ગયો હતો, પરંતુ દરવાજો પરિણીતાની સાસુએ ખોલતાં તેને સાસુ દક્ષાબેન પર હુમલો કરી તેમની હત્યા કરી નાંખી હતી. હત્યા કરીને ફરાર થઇ ગયેલાં શાહરૂખે નજીકમાં આવેલ ઝાડીમાં હત્યામાં વપરાયેલ ચાકુ ફેંકી દીધું હતું. જો કે, તે બહુ વાર સુધી પોલીસ પકડથી દુર રહી શક્યો નહોતો. પોલીસે દોઢ કલાકમાં હત્યારા શાહરૂખને ઝડપી લીધો હતો. પોલીસે આ હત્યાકાંડમાં સાથ આપનાર હત્યારાનાં એક સાથીની પણ ધરપકડ કરી છે.
Tags :
CrimeGujaratFirstMurderVadodaraVadodaraPolice
Next Article