Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાઘોડિયાના MLA મધુભાઈ શ્રીવાસ્તવે ભાજપને કહ્યું - ટાટા, બાય બાય, ગુડ બાય...

વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવનું નિવેદનહું ભાજપમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છુંભાજપે ટિકિટ ન આપતા હવે હું સ્વતંત્ર રીતે સેવા કરવા માંગુ છું500 કાર્યકર્તાઓ સાથે હું ભાજપમાંથી રાજીનામું આપુ છુંભાજપે મારી ટિકિટ કાપતા મારા કાર્યકર્તાઓ નારાજ થયાઅમે કમિટીની રચના કરી, ચૂંટણી કેવી રીતે અને કયા પક્ષમાંથી લડવી એ કમિટી નક્કી કરશેહર્ષ સંઘવીને મધુ શ્રીવાસ્તવનો વળતો જવàª
વાઘોડિયાના mla મધુભાઈ શ્રીવાસ્તવે ભાજપને કહ્યું   ટાટા  બાય બાય  ગુડ બાય
  • વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવનું નિવેદન
  • હું ભાજપમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું
  • ભાજપે ટિકિટ ન આપતા હવે હું સ્વતંત્ર રીતે સેવા કરવા માંગુ છું
  • 500 કાર્યકર્તાઓ સાથે હું ભાજપમાંથી રાજીનામું આપુ છું
  • ભાજપે મારી ટિકિટ કાપતા મારા કાર્યકર્તાઓ નારાજ થયા
  • અમે કમિટીની રચના કરી, ચૂંટણી કેવી રીતે અને કયા પક્ષમાંથી લડવી એ કમિટી નક્કી કરશે
  • હર્ષ સંઘવીને મધુ શ્રીવાસ્તવનો વળતો જવાબ
  • હિસાબ કરવાવાળા મારો શું હિસાબ કરશે, તમારો હિસાબ કરો ભાઈ
  • મે એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કર્યો
  • શીવસેનાએ મધુ શ્રીવાસ્તવને ટેકો જાહેર કર્યો
  • 8000 શિવ સૈનિકો મધુભાઈના સમર્થનમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ટિકિટોને લઇને હવે પક્ષ પલટાના દૌર શરૂ થઇ ગયો છે. મને ટિકિટ નથી આપી તો હું આ પાર્ટીમાં નહીં રહું, મને તક ન આપી, મારે જનતાની સેવા કરવી છે પણ અન્યને પાર્ટીએ ટિકિટ આપી દીધી. આવા ઘણા બધા નિવેદનો એક પછી એક સામે આવી રહ્યા છે. પાર્ટીમાં રહીને જનતાની સેવાનું જે નેતાઓ કહી રહ્યા હતા તે આજે પક્ષ દ્વારા ટિકિટ કપાયા બાદ પક્ષ પલટો કરવાનો રસ્તો પસંદ કરી રહ્યા છે. આવા જ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યા વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ ન આપી તો તેમણે હવે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. 
મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની કરી જાહેરાત
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ટિકિટોને લઇને તમામ પાર્ટીઓ અસમંજસમાં જોવા મળી રહી છે. ત્યારે વડોદરાની વાધોડિયા બેઠક પરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે ભાજપ પાર્ટી તરફથી ટિકિટ ન મળી હોવાના કારણે પાર્ટી સમક્ષ બળવો શરૂ કરી દીધો છે. દબંગ ગણાતા મધુભાઈ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે 10 નવેમ્બરના રોજ ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે 182માંથી 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મધુ શ્રીવાસ્તવનું નામ ન હોતું. ટિકિટ કપાયા બાદ મધુ શ્રીવાસ્તવે કાર્યકરો સાથે વાત કરીને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. ત્યારે હવે મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીઓ સમક્ષ રાજ્ય પક્ષના વડા સીઆર પાટીલને સંબોધિત તેમનું રાજીનામું મોટેથી વાંચ્યું હતું. 
Advertisement

ટિકિટ કપાયા બાદ પક્ષને કહ્યું - બાય બાય
મહત્વનું છે કે, વાઘોડિયા બેઠક પર છેલ્લા 6 વખતથી ચૂંટાયેલા મધુ શ્રીવાસ્તવે પાર્ટી દ્વારા ટિકિટ મળ્યા પહેલા જ પોતાને ટિકિટ મળશે તેવું જાહેર કર્યું હતું. જોકે, પાર્ટી દ્વારા ટિકિટ કપાયા બાદ તેમણે પોતાને ચૂંટણી લડવી જોઇએ કે નહીં તે અંગે તેમના કાર્યકર્તાઓ પર છોડ્યું હતું. અને હવે સમાચાર મળી રહ્યા છે કે, મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પરથી પોતાની ઉમેદવારી જાહેર કરી હતી. મહત્વનું છે કે, 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 વોટ મળ્યા હતા. તેમણે અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાધેલાને હરાવ્યા હતા. 2012ની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તને 65,851 વોટ મળ્યા જ્યારે INCના જયેશ પટેલને 60,063 વોટ મળ્યા.
ઉલ્લેખનીય છે કે, શ્રીવાસ્તવ વર્ષ 1995ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે વાધોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1998થી તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેઓ 1998, 2022, 2007, 2012 અને 2017માં ભાજપના ઉમેદવાર તરીકે વાઘોડિયા બેઠક જીતી ચૂક્યા છે. શ્રીવાસ્તવે આજે જણાવ્યું હતું કે તેમના સમર્થકોની એક સમિતિ નક્કી કરશે કે અપક્ષ તરીકે ચૂંટણી લડવી કે કોઈ રાજકીય પક્ષ દ્વારા કે પછી ભાજપમાં ફરી જોડાવું. મધુના સમર્થકોએ કહ્યું કે, મધુ શ્રીવાસ્તવ શિવસેનાના સમર્થનથી અથવા શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. જોકે, તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી શક્યતાઓ વધુ છે.  

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.