આ છે ગુજરાતના સૌથી તંદુરસ્ત પોલીસકર્મી, રાજ્ય પોલીસ વડાએ આપ્યું ફિટેસ્ટ કોપ તરીકેનું બહુમાન
પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સાથે જવાન માટે તંદુરસ્તી જાળવવી પણ ખુબ જરૂરી છે. તેવામાં પોલીસ બેડામાં એવાં ઘણાં પોલીસ કર્મીઓ છે જે જાહેર જવાબદારીની સાથે સાથે પોતાની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપતાં હોય છે. વડોદરાનાં આવાં જ એક ફિટનેસ પ્રેમી પોલીસ અધિકારી છે જેમને રાજ્યનાં ફિટેસ્ટ કોપ તરીકેનું બહુમાન મળ્યું છે. વડોદરા પોલીસનાં ઝાંબાઝ જવાન અરૂણ મિશ્રાને રાજ્યનાં સૌથી
પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સાથે જવાન માટે તંદુરસ્તી જાળવવી પણ ખુબ જરૂરી છે. તેવામાં પોલીસ બેડામાં એવાં ઘણાં પોલીસ કર્મીઓ છે જે જાહેર જવાબદારીની સાથે સાથે પોતાની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપતાં હોય છે. વડોદરાનાં આવાં જ એક ફિટનેસ પ્રેમી પોલીસ અધિકારી છે જેમને રાજ્યનાં ફિટેસ્ટ કોપ તરીકેનું બહુમાન મળ્યું છે. વડોદરા પોલીસનાં ઝાંબાઝ જવાન અરૂણ મિશ્રાને રાજ્યનાં સૌથી તંદુરસ્ત, ચુસ્ત અને સ્ફૂર્તિલા પોલીસ જવાન તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં PSI અરૂણ મિશ્રાને આ સન્માન રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાનાં હસ્તે આપવામાં આવ્યું હતું.
પોલીસમાં ભરતી થઇ પ્રજાની સેવા કરવા માંગતા અરૂણ મિશ્રા શરૂઆતથી જ તંદુરસ્તીને લઇને ગંભીર હતાં. જેથી અગાઉથી જ મિશ્રાએ ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. સ્વસ્થ તંદુરસ્તીનાં કારણે જ અરૂણ મિશ્રા પોલીસમાં શામિલ થવાને લાયક બન્યા હતા. એટલું જ નહીં પોલીસકર્મી બની ગયાં બાદ અરૂણ મિશ્રાએ ફિટનેસ પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. આજે ફિટનેસ PSI અરૂણ મિશ્રાનો પ્રથમ પ્રેમ બની ચુક્યો છે. આજે પણ PSI અરૂણ મિશ્રા પોલીસ અધિકારી તરીકે બખુબી રીતે પોતાની ડ્યુટી નિભાવવાની સાથે મોટાભાગનો સમય જીમમાં વિતાવે છે. વ્યાયામને પૂજા અને જીમને મંદિર માની અરૂણ મિશ્રાએ ફિટનેસને જીવનમંત્ર બનાવી દીધો છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વડોદરા શહેર પોલીસનાં પોતાનાં સાથીઓ સાથે કદમ તાલ મિલાવી ફરજ નિભાવતાં PSI અરૂણ મિશ્રા પોતાનાં ફિટનેસ પ્રેમને કારણે સોશિયલ મીડિયામાં પણ ખૂબ પ્રચલિત છે. વોટ્સેપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ફિટનેસને લગતાં વિડિયો પોસ્ટ કરી તેઓ પોલીસ જવાનો અને લોકોને આ બાબતમાં સતત માર્ગદર્શન અને સંદેશ આપતા રહે છે.
જીવનમાં કાયમ સ્ફૂર્તિ જાળવવાનાં હિમાયતી અરૂણ મિશ્રા જણાવે છે કે, 'પોલીસ દળનાં પ્રત્યેક જવાને હંમેશા વ્યાયામ સાથે નાતો જાળવી રાખી તંદુરસ્તી જાળવવી જોઇએ. આ એક સંપદા છે જે બહેતર કામ કરવાની શક્તિની સાથે ભરપૂર આત્મવિશ્વાસ આપે છે. શારીરિક ચુસ્તી અને તંદુરસ્તીનાં ઘણાં લાભો છે. તે જાળવવાથી મનની સ્થિરતા વધે છે. જે કટોકટીની ઘડીઓમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. પોલીસ જવાને માત્ર દળમાં પસંદગી માટે નહિ પણ આજીવન વ્યાયામ માટે સમય ફાળવવો જ જોઇએ.'
DGPનાં હસ્તે થયેલું PSI અરૂણ મિશ્રાનું આ સન્માન માત્ર તેમની ફિટનેસની સિદ્ધિ નહીં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની કપરી ફરજ વચ્ચે પણ તંદુરસ્તી જાળવી રાખવાની તેમની ધગશનું બહુમાન છે.
Advertisement