Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરા પોલીસે કર્યો બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, જાણો શું હતો સમગ્ર મામલો

વડોદરા પોલીસે બાળ તસ્કરીનાં આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પંજાબની માત્ર આઠ દિવસની બાળકીને ગુજરાતમાં વેચવાનો પ્રયાસ કરતી દિલ્હીની તસ્કર ટોળકીનાં બે સભ્યોને વડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બાળકીને વેચાતી લેનાર વડોદરાનાં દંપત્તિની પણ અટકાયત કરી છે. દેશમાં ચાલતાં બાળ તસ્કરી રેકેટનાં વધુ એક ગુનાનો પર્દાફાશ થયો છે. વડોદરા પોલીસે સંભવત: દેશનાં અનેક રાજ્યોમાં ફેલાયેલ
વડોદરા પોલીસે કર્યો બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ  જાણો શું હતો સમગ્ર મામલો
વડોદરા પોલીસે બાળ તસ્કરીનાં આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પંજાબની માત્ર આઠ દિવસની બાળકીને ગુજરાતમાં વેચવાનો પ્રયાસ કરતી દિલ્હીની તસ્કર ટોળકીનાં બે સભ્યોને વડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બાળકીને વેચાતી લેનાર વડોદરાનાં દંપત્તિની પણ અટકાયત કરી છે. 
દેશમાં ચાલતાં બાળ તસ્કરી રેકેટનાં વધુ એક ગુનાનો પર્દાફાશ થયો છે. વડોદરા પોલીસે સંભવત: દેશનાં અનેક રાજ્યોમાં ફેલાયેલું અને દેશની રાજધાની દિલ્હીથી ઓપરેટ થતું આ રેકેટ ઝડપી પાડ્યું છે. વડોદરા પોલીસનાં ડીસીપી અભય સોનીનાં નેતૃત્વવાળી ઝોન 2 એલસીબી ટીમને માહિતી મળી હતી કે, દિલ્હીથી મહિલા સહિત બે શખ્સ એક નવજાત બાળકીને લઇ વડોદરામાં રહેતાં એક નિ:સંતાન દંપત્તિને સોંપવા આવી રહ્યાં છે, જેનાં આધારે એલસીબીની ટીમે રાવપુરા શી ટીમને સાથે રાખી વડોદરા રેલવે સ્ટેશન પાસેથી નવજાત બાળકી સાથે દિલ્હીનાં કરોલબાગ ખાતે રહેતી પુજા હરિશંકર નામની મહિલા તેમજ તેની સાથે દિપક શિવચરણ નામનાં ઇસમને ઝડપી લીધા હતાં.
 બંને પાસેથી મળી આવેલ બાળકી અંગે પૂછતાં તેઓ તે બાળકી પંજાબથી લાવ્યાં હોવાનું ખૂલ્યું હતું. માત્ર આઠ દિવસની આ બાળકીને પંજાબથી દિલ્હી લાવી ટ્રેન મારફતે તેઓ વડોદરામાં સલાટવાડા વિસ્તારમાં તુલસીભાઇની ચાલીમાં રહેતાં બંગાળી દંપત્તિ સૌરભ વેરા અને તેમની પત્ની સોમા વેરાને વેચવાનાં હતાં. જે માટે અઢી લાખ રૂ.નો સોદો થયો હતો. પરંતુ વડોદરામાં આ માસુમ બાળકી વેચાય તે પહેલાં પોલીસે આ રેકેટનો ભાંડાફોડ કર્યો હતો.
વડોદરા પોલીસને દિલ્હીની આ બાળ તસ્કરી ટોળકી પાસેથી બાળકીનું પંજાબનું જન્મ પ્રમાણપત્ર પણ મળ્યું છે. જેનાથી પોલીસને આશંકા છે કે, બાળ તસ્કરીનું આ રેકેટ દેશવ્યાપી છે. અલગ અલગ રાજ્યોમાં ફેલાયેલું આ રેકેટ દિલ્હીથી આ ટોળકી ઓપરેટ કરતી હોવાની પણ પોલીસને શંકા છે. જેથી પોલીસે માત્ર આઠ દિવસની આ બાળકીનાં માતા-પિતાને શોધી કાઢવા માટે પંજાબ પોલીસ તેમજ દિલ્હીથી ચાલતાં બાળ તસ્કરીનાં આ નેટવર્કમાં શામિલ અન્ય અપરાધીઓને ઝડપી પાડવા દિલ્હી પોલીસનો સંપર્ક કરવાની તજવીજ આરંભી છે. 
Advertisement
Tags :
Advertisement

.