પાલતું કુતરા પર ટેક્સ વસૂલશે વડોદરા મહાનગરપાલિકા, લોકોએ કહ્યું - આ બીલકુલ ગેરવ્યાજબી વાત છે, નિર્ણય સ્થગિત કરો
ગુજરાતમાં (Gujarat) પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરના નાગરિકો પર અનોખો વેરો ઝીંકવામાં આવ્યો છે તમને જાણી ને નવાઇ લાગશે કે જો હવે તમારે તમારા ઘર માં કોઈ પાલતુ શ્વાન રાખવું હશે તો તેના માટે તમારે વડોદરા મહાનગરપાલિકાને રકમ ચૂકવવી પડશે. વડોદરા પાલિકા દ્વારા શ્વાન (Dog) દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો (Pet Dog Tax) લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગર પાલિકા ના એક અંદાજ મુજàª
03:59 PM Feb 10, 2023 IST
|
Vipul Pandya
ગુજરાતમાં (Gujarat) પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરના નાગરિકો પર અનોખો વેરો ઝીંકવામાં આવ્યો છે તમને જાણી ને નવાઇ લાગશે કે જો હવે તમારે તમારા ઘર માં કોઈ પાલતુ શ્વાન રાખવું હશે તો તેના માટે તમારે વડોદરા મહાનગરપાલિકાને રકમ ચૂકવવી પડશે. વડોદરા પાલિકા દ્વારા શ્વાન (Dog) દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો (Pet Dog Tax) લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગર પાલિકા ના એક અંદાજ મુજબ શહેરમાં કુલ 5 ટકા ઘરોમાં પાલતુ શ્વાન હોવાનું સામે આવ્યું છે. પાલિકાના જણાવ્યા અનુસાર હાલ શહેરમાં અંદાજે 30 હજાર જેટલા પાલતુ શ્વાન છે જો આ તમામ શ્વાન ના માલિકો પાસેથી નિયમ અનુસાર પાલિકા દ્વારા વેરાની વસુલાત કરવામાં આવે તો આ વેરા થકી પાલિકા ને આશરે 1 કરોડની આવક ઊભી થવા નો અંદાજ છે.
સમગ્ર મામલે વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા સ્વાન માટેનો વેરો લેવો એ કોઈ નવી વાત નથી વડોદરા પાલિકા દ્વારા પેહલેથી જ પાલતુ શ્વાન રાખનાર નાગરિકો પાસેથી વેરો લેવામાં આવે જ છે, પરંતુ જાણકારી ના અભાવે કેટલાક શ્વાન પ્રેમીઓ દ્વારા આ વેરો ભરવામાં આવતો નથી, અગાઉ શ્વાન રાખવા માટે નો વેરો વાર્ષિક 500 રૂપિયા નિશ્ચિત હતો,ત્યારે તેજ નિયમ માં થોડો ફેરફાર કરી ત્રણ વર્ષે માત્ર એક હજારનો વેરો લેવાનું પાલિકા દ્વારા નક્કી કરાયું છે. હાલ પાલિકા દ્વારા શ્વાનનું રજીસ્ટ્રેશન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ટૂંક સમય માં જ વોર્ડ ઓફિસરની મદદથી પેટ ક્લિનિક ખાતેથી પાલતુ શ્વાન અંગેના ડેટા મેળવવામાં આવશે, શ્વાન માલિક ઘરે બેઠા ઓનલાઈન વેરો ભરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે, તો સાથે જ જીવદયા પ્રેમીઓ અને સ્વાન માલિકો સાથે ચર્ચા કરી યોગ્ય સુવિધા પણ ઊભી કરવામાં આવનાર છે.
હાલ વડોદરા શહેરમાં શ્વાન ના વેરા એ ભારે વિવાદ જગાવ્યો છે ત્યારે સમગ્ર મામલે વિપક્ષ નેતા અમીબેન રાવત મેદાન માં ઉતર્યા છે.અમી બેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલતુ શ્વાન માટે નો વેરો પાલિકા દ્વારા વર્ષો થી લેવામાં આવે છે,ગત વર્ષે માત્ર 20 શ્વાન રજીસ્ટાર થયા હતા જેની સામે પાલિકા ને દસ હજાર રૂપિયાની આવક થઈ હતી,પાલિકા ની શ્વાન રજીસ્ટર કરવાની પદ્ધતિ આવકાર્ય છે પરંતુ અબોલ જીવ માટે ખાસ વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે,અગાઉ શહેરમાં કેટલા ક વિસ્તારો માં પાલતુ શ્વાન દ્વારા હુમલાની ઘટનાઓ બની હતી,જે મામલે રજૂઆત કરાતા પાલિકા માં કોઈ યોગ્ય ધારાધોરણ ન હોવાના કારણે કાર્યવાહી નહોતી થઈ શકી,જો કોઈ શ્વાન પાળતુ હોય અને પાલિકા દ્વારા તેનો વેરો વસૂલવામાં આવતો હોય તો તેની દેખરેખ ની જવાબદારી પાલિકાની હોવી જોઈએ,પાલિકા જો વેરો વસૂલતી હોય તો તેની સામે હોસ્પિટલો, તબીબો ની સુવિધા પણ આપવી જોઈએ.
શ્વાનના વેરા વસુલાતની જાહેરાત થતાંની સાથે જ શ્વાન પ્રેમીઓ પણ રોષે ભરાયા છે, શ્વાન પ્રેમીઓ પાલિકાના આ નિર્ણયને તકલાદી ગણાવી રહ્યા છે. વડોદરા શહેરમાં શ્વાન પાળતા નાગરિકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપણું શહેર હાલ કોંક્રિટનું જંગલ બની ગયું છે, અબોલ જીવોને માફક આવે તેવું વાતાવરણ ન મળતા તેમના સ્વભાવમાં ચીડિયાપણું આવી ગયું છે જેના કારણે નાગરિકો પર શ્વાન ના હુમલાના બનાવો વધી રહ્યા છે, પાલિકા દ્વારા પાલતુ શ્વાન માટે વેરા વસુલાતની જે જાહેરાત કરવામાં આવી છે તે બિલકુલ ગેરવ્યાજબી છે, જો પાલિકાએ વેરાની વસુલાત કરવી હોય તો સૌ પ્રથમ શ્વાન માટે ડોગ પાર્ક તેમજ તેમને અનુકૂળ વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ,જો પાલિકા આ પ્રકારની સુવિધાઓ ઉભી ન કરી શકતી હોય તો હાલ પૂરતો વેરા વસુલાતનો નિર્ણય સ્થગિત કરવો જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article