ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન

સાત વર્ષ બાદ રાજ્યમાં નેશનલ ગેમ્સનું (National Games 2022) આયોજન થવા જઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા 5 મહાનગરો પૈકી વડોદરા શહેરના સીરે હેન્ડ બોલ તેમજ જીમ્નાસ્ટીકની જવાબદારી સોંપવામાં આવી છે. જેની તૈયારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં આગામી 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોમ્બર દરમિયાન નેશનલ ગેમ્સનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે વડà
02:55 PM Sep 15, 2022 IST | Vipul Pandya
સાત વર્ષ બાદ રાજ્યમાં નેશનલ ગેમ્સનું (National Games 2022) આયોજન થવા જઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા 5 મહાનગરો પૈકી વડોદરા શહેરના સીરે હેન્ડ બોલ તેમજ જીમ્નાસ્ટીકની જવાબદારી સોંપવામાં આવી છે. જેની તૈયારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આગામી 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોમ્બર દરમિયાન નેશનલ ગેમ્સનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું (Sports Carnival) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7000 ખેલાડીઓ તેમજ 4000 અધિકારીઓ ભાગ લેવાના છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ કાર્નિવલ અંગે વાત કરવામાં આવે તો આગામી 16 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 16મીના રોજ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરની 428 શાળાના અઢી લાખ વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. તેવી જ રીતે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ પ્રદર્શન મેદાન ખાતેથી સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના નાગરિકો જાણીતા રમતવીરો,વિવિધ સંસ્થાઓ જોડાવવાના છે.
આ સ્પોર્ટ્સ કાર્નિવલ (Sports Carnival) અંગે વાત કરવામાં આવે તો આ કાર્નિવલ માં વિવિધ રમતો જેમ કે ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ વગેરે થીમ પર આશરે 48 જેટલા ફ્લોટ્સ બનાવવામાં આવનાર છે. જેઓ દ્વારા સ્પોર્ટ્સ નિદર્શન કરવામાં આવશે જેથી લોકોમાં 36મી નેશનલ ગેમ્સ સંદર્ભે જાગૃતિ કેળવાય સદર કાર્નિવલ પ્રદર્શન મેદાન કીર્તિસ્તંભ થઈ ખંડેરાવ માર્કેટ સુરસાગર, ગાંધીનગર ગૃહ થઈ ટાવર ચાર રસ્તા,નવલખી થઈ પ્રદર્શન મેદાને પૂર્ણ થશે તેવીજ રીતે તારીખ 18 સપ્ટેમ્બર એટલે કે રવિવારે શહેરીજનો માટે અકોટા દાંડિયાબજાર બ્રિજ ખાતે ખાસ ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાગરિકો ડીજે, ઝૂંબા, સહિત વિવિધ ગેમ્સમાં ભાગ લઈ શકશે. 36મી નેશનલ ગેમ્સનું યજમાન પદ સ્વીકારી સરકારે નાગરિકો ને ગૌરવ અપાવ્યું છે ત્યારે વડોદરા (Vadodara) શહેરના મેયર કેયુર રોકડીયા દ્વારા શહેરીજનોને ત્રી દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનો (Sports Carnival) હિસ્સો બની સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Tags :
GujaratFirst
Next Article