ગુમ થયાના પોસ્ટર લાગ્યા બાદ આ મહિલા ધારાસભ્ય દોડતા થયા, આકરી ગરમીમાં પણ ઘરે ઘરે ફરવા નિકળ્યા!
લોકશાહીમાં સૌથી વધારે કોઇ પાવરફૂલ કો તાકાતવર હોય તો તે છે પ્રજા, લોકો. લોકો કરતા વધારે પાવર કોઇ નેતા કે અધિકારી પાસે નથી હોતો. આ વાતની સાક્ષી પુરતી ઘટના વડોદરામાં જોવા મળી છે. વડોદરામાં બે કે ત્રણ દિવસ પહેલા એક ધારાસભ્ય ગુમ થયા છે તેવા પોસ્ટરો લાગ્યા હતા. હવે આ પોસ્ટરોનો પ્રતાપ ગણો કે પછી લોકોએ બતાવેલા પરચાનો પ્રતાપ, તે ધારાસભ્ય દોડતા થઇ ગયા છે. અત્યારે ઘરે ઘરે ફરીને લોકોની સમસ્યા જà
02:54 PM May 08, 2022 IST
|
Vipul Pandya
લોકશાહીમાં સૌથી વધારે કોઇ પાવરફૂલ કો તાકાતવર હોય તો તે છે પ્રજા, લોકો. લોકો કરતા વધારે પાવર કોઇ નેતા કે અધિકારી પાસે નથી હોતો. આ વાતની સાક્ષી પુરતી ઘટના વડોદરામાં જોવા મળી છે. વડોદરામાં બે કે ત્રણ દિવસ પહેલા એક ધારાસભ્ય ગુમ થયા છે તેવા પોસ્ટરો લાગ્યા હતા. હવે આ પોસ્ટરોનો પ્રતાપ ગણો કે પછી લોકોએ બતાવેલા પરચાનો પ્રતાપ, તે ધારાસભ્ય દોડતા થઇ ગયા છે. અત્યારે ઘરે ઘરે ફરીને લોકોની સમસ્યા જાણી રહ્યા છે અને પોતે પ્રજા વચ્ચે હોવાનો પ્રચાર કરી રહ્યા છે.
ક્યા ધારાસભ્યના પોસ્ટર લાગ્યા હતા?
વડોદરાની શહેર વાડી વિધાનસભા બેઠકનાં મહિલા ધારાસભ્ય અને રાજ્યના મહિલા વિકાસ મંત્રી મનિષા વકીલ ગુમ થયા છે તેવા પોસ્ટરો તેમના વિસ્તારમાં લાગ્યા હતા. મનિષા વકીલ પોતાનાં મત વિસ્તારમાં દેખાતાં ના હોવાની તથા પ્રજાની સમસ્યાઓનું નિવારણ ન કરતાં હોવાનાં આક્ષેપ સાથે તેમનાં વિરૂદ્ધ પોસ્ટર લાગ્યાં હતાં. ગત 5મી મેના રોજ તેમનાં મત વિસ્તારમાં આવતાં ખોડિયારનગરમાં બૂસ્ટર પંપીંગ સ્ટેશનની દિવાલો પર લાગેલાં પોસ્ટરોએ ભારે ચકચાર જગાવી હતી. જેમાં સ્થાનિક મહિલા ધારાસભ્ય અને હાલ રાજ્ય સરકારમાં મહિલા બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે ચુંટાયા બાદ એકપણ વખત પ્રજાની મુલાકાત લીધી નથી અને તેઓ ગુમ થયા છે તેવાં લખાણ સાથે આક્ષેપો કરાયાં હતાં.
પોસ્ટરો બાદ ધારાસભ્ય દોડતા થયા
મનિષા વકીલ વિરૂદ્ધ તેમનાં જ વિધાનસભા વિસ્તારમાં આ પ્રકારનાં પોસ્ટર લાગતાં રાજકીય મોરચે ખળભળાટ મચ્યો હતો. જો કે ધારાસભ્ય ગુમ થયાં હોવાનાં આ પોસ્ટરનો એવો તો પડઘો પડયો કે રવિવારે 43 ડિગ્રી જેટલી આકરી ગરમીમાં પણ મંત્રી મનિષા વકીલને તેમનાં મત વિસ્તારમાં લટાર મારવા નિકળવું પડ્યું હતું. જનસંપર્કનાં નામે મહિલા ધારાસભ્ય મનિષા વકીલે ઘરે ઘરે ફરીને એ દાખવવાનો પ્રયાસ કર્યો કે તેઓ ક્યાંય ખોવાયા નથી. તેમનાં વિરૂદ્ધ લાગેલાં પોસ્ટરને મનિષા વકીલે વિરોધી પાર્ટી 'આપ'નાં કાર્યકરનો રાજકીય એજન્ડા ગણાવ્યો હતો.
જો કે, મનિષા વકીલના પોસ્ટર લગાડી વિરોધ કરનાર 'આપ'નાં કાર્યકર યોગેન્દ્ર પરમારે મહિલા ધારાસભ્યનાં આક્ષેપોને નકારી તેને પ્રજાનો વાસ્તવિક આક્રોશ ગણાવ્યો હતો. મહત્ત્વનું છે કે, મનિષા વકીલ વડોદરાની શહેર વાડી બેઠક પરથી સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવે છે. તેમ છતાં તેમનાં વિધાનસભા વિસ્તારનાં ઘણાં ભાગોમાં પીવાનાં પાણી, રોડ રસ્તા તેમજ જર્જરિત આવાસોની મોટી સમસ્યા છે. જેને લઇને પ્રજા પરેશાન છે. તેવામાં રહીશોનો આક્ષેપ છે કે મહિલા ધારાસભ્ય તેમની સમસ્યા સાંભળવા સુદ્ધા આવતાં નથી.
Next Article