Vadodara Harni LakeKand : 20 પૈકી 15 આરોપીઓને કોર્ટથી મોટો ઝટકો!
- Vadodara Harni LakeKand માં આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી
- નામદાર કોર્ટે 20 પૈકી 15 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી
- પોતાની ભૂમિકા ન હોવાનું જણાવી કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી
- કેસમાં પોતે નિર્દોષ હોવાની દલીલ સાથે કરી હતી અરજી
- નફામાં ભાગીદાર તો જવાબદારીમાં પણ સરખા ભાગીદાર: કોર્ટ
Vadodara Harni LakeKand : વડોદરા હરણી બોટકાંડનાં આરોપીઓને કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. 20 આરોપી પૈકી 15 જેટલા આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને નામદાર કોર્ટે નામંજૂર કરી છે. આરોપીઓ દ્વારા બોટકાંડમાં પોતાની ભૂમિકા ન હોવાનું જણાવી ડિસ્ચાર્જ અરજી કરાઈ હતી. સાથે જ કેસમાં પોતે નિર્દોષ હોવાની દલીલ પણ અરજીમાં કરી હતી. કેસ ચાલે તે પહેલા ડિસ્ચાર્જ કરવા કોર્ટમાં અરજી (Discharge Application) થકી માગ કરી હતી. જો કે, કોર્ટે (Vadodara Court) તમામની અરજી નામંજૂર કરી ડિસ્ચાર્જ આપવાનો ઇન્કાર કર્યો છે અને કહ્યું કે, નફામાં ભાગીદાર તો જવાબદારીમાં પણ સરખા ભાગીદાર.
આ પણ વાંચો - Surat: પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે હાથ ધરી કાર્યવાહી, વેપારીઓને ફટકાર્યો દંડ
બોટ પલટી જતાં 12 બાળક અને 2 શિક્ષકાનાં મોત નિપજ્યાં હતાં
વડોદરામાં 18 જાન્યુઆરી, 2024 નાં રોજ ન્યુ સનરાઇઝ શાળાનાં કેટલાક વિદ્યાર્થીઓ હરણી તળાવ ખાતે પ્રવાસે આવ્યા હતા. દરમિયાન, બોટ પલટી જતાં 12 બાળક અને 2 શિક્ષકાનાં મોત નિપજ્યાં હતાં. આ મામલે, હવે 20 આરોપીઓ દ્વારા કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી છે. જો કે, કોર્ટે 20 પૈકી 15 આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને ફગાવી છે. માહિતી અનુસાર, આરોપીઓ દ્વારા કોર્ટમાં કરેલી અરજીમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે, આ કેસમાં તેમની કોઈ ભૂમિકા નથી. કેસમાં પોતે નિર્દોષ હોવાની દલીલ સાથે અરજી કરી હતી.
આ પણ વાંચો - Gandhinagar: પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 182 PSI ની કરાઈ બદલી, જાણો કોની ક્યાં કરાઈ બદલી
નામદાર કોર્ટે 15 આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરી
જણાવી દઈએ કે, લેક ઝોનની ભાગીદારીમાં આ તમામ લોકો સંકળાયેલા હતા. આરોપીઓ દ્વારા કેસ ચાલે તે પહેલા ડિસ્ચાર્જ કરવા કોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે, નામદાર કોર્ટે 15 આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરી છે. કોર્ટે કહ્યું કે, નફામાં ભાગીદાર તો જવાબદારીમાં પણ સરખા ભાગીદાર છો. કોર્ટે તમામની અરજી નામંજૂર કરી આરોપીઓને ડિસ્ચાર્જ આપવાનો ઇન્કાર (Vadodara Harni LakeKand) કર્યો છે.
અરજી કરનાર આરોપીઓનાં નામ :
ગોપાલદાસ પ્રાણલાલ શાહ, બિનિત હિતેશ કોટિયા, નિલેશભાઈ કાંતિલાલ શાહ, અલ્પેશ હસમુખ ભટ્ટ, દીપેન હિતેન્દ્ર શાહ, ધર્મિલ ગિરીશભાઈ શાહ, શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી, વેદપ્રકાશ રામપથ યાદવ, રશ્મિકાન્ત ચીમનભાઈ પ્રજાપતિ, ભીમસિંહ યાદવ, જતિનકુમાર હીરાલાલ દોશી, તેજલબેન આશિષભાઈ દોશી, નેહાબેન દીપેન દોશી, વૈશાખીબેન પરેશભાઈ શાહ અને નૂતનબેન પરેશ શાહ.
આ પણ વાંચો - Junagadh : યુવકને હનીટ્રેપમાં ફસાવી 50 લાખ માંગ્યા, પોલીસે મહિલા અને સાથીદારની કરી ધરપકડ