Vadodara : VMC ની સામાન્ય સભામાં મ્યુનિ. કમિશનર અને કોર્પોરેટર વચ્ચે ઊગ્ર બોલાચાલી
- Vadodara કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો
- કોર્પોરેટર અને મ્યુનિ. કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા માહોલ ગરમાયો
- મ્યુનિ. કમિશનર મનમાની કરતા હોવાના કોર્પોરેટરે લગાવ્યા આરોપ
- કોર્પોરેટર મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ધમકી આપે છે : દિલીપ રાણા
વડોદરા કોર્પોરેશનની (Vadodara Municipal Corporatio) સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. મ્યુનિ. કમિશનર રજૂઆત ન સાંભળતા કોર્પોરેટર બરોબરનાં અકળાયા હતા. આથી, સભા દરમિયાન કોર્પોરેટર અને મ્યુનિ. કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. મ્યુનિ. કમિશનર મનમાની કરતા હોવાનાં વારંવાર આરોપ થયા હતા. સાથે જ કોર્પોરેટરે મ્યુનિ. કમિશનરને કાઢી મૂકો તેવી ઉગ્ર રજૂઆત પણ કરી હતી.
આ પણ વાંચો - Surat : ધો. 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાનાં બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
યમુના મીલ પાસે આવેલ મહાનગરનું નાળું સાફ કરાવવા મુદ્દે બોલાચાલી થઈ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની (VMC) આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મ્યુનિ. કમિશનર દિલીપ રાણા (Dilip Rana) અને કોર્પોરેટર આશિષ જોશી (Ashish Joshi) વચ્ચે ઊગ્ર બોલાચાલી જોવા મળી હતી. યમુના મીલ પાસે આવેલ મહાનગરનું નાળું સાફ કરાવવા મુદ્દે કોર્પોરેટર આશિષ જોશી મ્યુનિ. કમિશનર દિલીપ રાણા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મ્યુનિ. કમિશનર મનમાની કરે છે. મ્યુનિ. કમિશનર દિલીપ રાણાનાં વર્તણૂકથી પ્રતિનિધિઓ પણ પરેશાન છે. આ સાથે છેલ્લા 2 મહિનાથી નાળું સાફ ન કરતા હોવાનો કોર્પોરેટર આશિષ જોશીએ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો - Jamnagar:જૂની કલેક્ટર કચેરીનો ભાગ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહી
કામ બધાનું થાય પણ આ રીતે ઉદ્ધતાઈપૂર્વક વાત કરવું યોગ્ય નથી : મ્યુનિ. કમિશનર
બીજી તરફ મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ કહ્યું હતું કે, ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ થશે. તેમણે આગળ કહ્યું કે, કોર્પોરેટર વારંવાર ઉગ્રતાથી રજૂઆત કરી અપમાન કરે છે. કોર્પોરેટર મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ધમકી આપે છે. કામ બધાનું થાય પણ આ રીતે ઉદ્ધતાઈપૂર્વક વાત કરવું યોગ્ય નથી. નોંધનીય છે કે, મ્યુનિ. કમિશનર (Vadodara) અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થતાં સામાન્ય સભામાં માહોલ ગરમાયો હતો.
આ પણ વાંચો - Visavadar Election : વિસાવદર ચૂંટણીમાં ગઠબંધનને લઈ આપ-કોંગ્રેસમાં ફરી કકળાટ!