Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રૂ. 2500માં આખુ વર્ષ કરિયાણાની યોજના પાછળ હતો આ પ્લાન, પુછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ગરીબો ને માત્ર 2500 રૂપિયા માં આખા વર્ષ નુ કરિયાણું આપવાની યોજના મામલે હકીકત જાણી તમે પણ ચોંકી ઉઠશો.શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા શિવમ ટેનામેન્ટ માં સિટી ગ્રુપ નામની સંસ્થા ના સંચાલકે શેર બજાર માં રોકાણ કરી તગડી આવક મેળવવા ગરીબ નાગરિકો પાસેથી કરિયાણા કીટ ના નામે પૈસા ઉઘરાવ્યા હોવાનો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.વિધવા અને ગરીબો માટેની યોજના હતીસમગ્ર મામલે વાત કરવામàª
રૂ  2500માં આખુ વર્ષ કરિયાણાની યોજના પાછળ હતો આ પ્લાન  પુછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
ગરીબો ને માત્ર 2500 રૂપિયા માં આખા વર્ષ નુ કરિયાણું આપવાની યોજના મામલે હકીકત જાણી તમે પણ ચોંકી ઉઠશો.શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા શિવમ ટેનામેન્ટ માં સિટી ગ્રુપ નામની સંસ્થા ના સંચાલકે શેર બજાર માં રોકાણ કરી તગડી આવક મેળવવા ગરીબ નાગરિકો પાસેથી કરિયાણા કીટ ના નામે પૈસા ઉઘરાવ્યા હોવાનો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
વિધવા અને ગરીબો માટેની યોજના હતી
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના અટલાદરા વિસ્તાર માં આવેલા શિવમ ટેનામેન્ટ માં પિયુષ પ્રજાપતી નામના ભેજાબાજ દ્વારા સિટી ગ્રુપ નામથી સંસ્થા ચલાવવા માં આવતી હતી જ્યાં તેના દ્વારા ગરીબ અને વિધવા બેહનો ને માત્ર 2500 રૂપિયામાં આખા વર્ષ નું કરિયાણું આપવાની એક યોજના ચલાવવામાં આવતી હતી.મોંઘવારી ના જમાનામાં વર્ષે 50 હજાર નું કરિયાણું માત્ર 2500 રૂપિયા માં અપાતું હોવાની વાતે જોર પકડતાં હજારો લોકો દ્વારા આ સંસ્થા માં રોકાણ કરવામાં આવ્યું હતું.
રજીસ્ટ્રેશન વિનાની સંસ્થા
સિટી ગ્રુપ દ્વારા કઈક ખોટું કરાઈ રહ્યું હોવાની શંકા નાં આધારે અટલાદરા વિસ્તાર ના નાગરિકો ના એક ગ્રુપ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સિટી ગ્રુપ તેમજ તેનો સંચાલક પિયુષ પ્રજાપતી ફ્રોડ હોવાનું સામે આવ્યું હતું.કારણ કે સ્થાનિક લોકો ને તપાસ દરમિયાન આ સંસ્થા ની કોઈ નોંધણી ના પુરાવા નોહોતા મળી આવ્યા.
1700 ગરીબો પાસેથી 42 લાખ ઉઘરાવાયા
પિયુષ પ્રજાપતી ગરીબો ના રૂપિયા નું ઉઠમણું કરે એ પેહલા જ નાગરિકો દ્વારા તેને મેથીપાક ચખાડી રૂપિયા પરત લેવા ની પ્રક્રિયા હાથધરી હતી.ભેજાબાજ પિયુષ પ્રજાપતી દ્વારા અંદાજિત 1700 જેટલા ગરીબ નાગરિકો પાસેથી 42 લાખ રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હતા. 2500 રૂપિયા સામે પિયુષ પ્રજાપતી દ્વારા આખા વર્ષ દરમિયાન કરિયાણાની કીટ આપવાની વાત કરતો હતો જેમાં એક કીટ માં કુલ 33 ચીજો આપવાની વાત હતી.
આ હતો પ્લાન
પોલીસ દ્વારા સી.ટી ગ્રુપના સંચાલક પિયુષ પ્રજાપતીની ધરપકડ કર્યા બાદ તેની કડકાઈ થી પૂછપરછ કરતા અનેક ખુલાસા થયા છે.પિયુષ અગાઉ દાહોદ ખાતે આજ પ્રકારની સ્કીમ ચલાવતો હતો અને દાહોદ માં પણ તેના વિરૂદ્ધ એક ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસમાં ભેજાબાજ પિયુષ ના કુલ ચાર બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે.પિયુષ દ્વારા ગરીબો પાસેથી ઉઘરાવેલા લાખો રૂપિયા નું શેર બજાર માં રોકાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.શેર બજાર માં મોટું રોકાણ કરી રાતોરાત કરોડપતિ થવાનું સપનું જોયું હતું.પરંતુ તે શેર બજાર માં રોકાણ કરે એ પેહલા જ તેનો ભાંડો ફૂટી ગયો હતો.પોલીસ દ્વારા પિયુષ ના બેંક એકાઉન્ટ માં થયેલા આર્થિક વ્યવહારો ની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીના તીખાં તેવર
ઉલ્લેખનીય છે કે ગરીબો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવનાર પિયુષના તેવર પણ ખૂબ તીખા હતા.કરિયાણા ની કીટ મેળવવા અંગે તેના દ્વારા કેટલાક કડક નિયમો અને શરતો લાભાર્થીઓ સામે મૂકવામાં આવી હતી. પિયુષ દ્વારા સૌ પ્રથમ તો નાગરિકો પાસેથી આધારકાર્ડ ની નકલ અને પાસપોર્ટ સાઇઝ ના ફોટા લેવામાં આવતા હતા જેથી કોઈ નાગરિક ને સંસ્થા ફ્રોડ હોવાની શંકા ન જાય.પિયુષ દ્વારા સિટી ગ્રુપ ના છપાયેલા પેમ્પલેટ પર લખવામાં આવ્યું હતું કે........
  • અમારા દ્વારા શુદ્ધ અને સારી કરિયાણા ની ચીજ આપવામાં આવે છે જેથી કોઈ એ વાંધા વચકા કાઢવા નહિ
  • મોટી માત્રામાં કરિયાણા કીટ હોવાથી જો પેકિંગ કે હેરફેર કરતી વખતે પેકેટ તૂટેલું અથવા લિક જણાય તો ફરિયાદ કરવી નહિ.
  • જથ્થાબંધ ખરીદાયેલા માલ નું સંસ્થા દ્વારા જાતે જ પેકિંગ કરવામાં આવે છે જેના કારણે પેકિંગ પર એક્ષપાયરી ડેટ લખવામાં આવતી નથી
  • કીટ માં મૂકેલું કઠોળ જો ઘર ના પાણી થી ન ચડે અને કાચું રહિ જાય તો ફરિયાદ કરવી નહિ
  • કોઈ પણ તકલીફ કે ફરિયાદ હોય સંસ્થા ના અધિકારી કે કર્મચારી સાથે તકરાર કરવી નહિ
ઉપરોક્ત શરતો વાચી તમને ભેજાબાજ  પિયુષ પ્રજાપતીનો સ્વભાવ અને ગરીબો સાથેની વર્તણૂકનો અંદાજ આવી જ ગયો હશે ત્યારે તેના આજ સ્વભાવ ના કારણે ખુદ તેનું પરિવાર પરેશાન હતું. જેના કારણે પોલીસ ધરપકડ બાદ પણ પોલીસ દ્વારા જાણ કરવા છતાં તેના પરિવાર ના એક પણ સભ્ય તેને મળવા સુધ્ધા આવ્યા ન હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.