Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંસ્કારીનગરીને શર્મશાર કરતી વધુ એક ઘટના પ્રકાશમાં આવ્યા બાદ યુનિવર્સિટીએ લીધો મોટો નિર્ણય

સંસ્કારી નગરી ને શર્મશાર કરતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.અહી આવેલી વિશ્વ વિખ્યાત એમ એસ યુનિવર્સિટી માં એક વિદ્યાર્થીની ની છેડતી થતાં શિક્ષણ ધામ ની સુરક્ષા વ્યવસ્થા પર વેધક સવાલો ઉઠવા પામ્યા છે.તો સાથેજ એક વિદ્યાર્થી પર થયેલા જીવલેણ હુમલા બાબતે મામલો ઉગ્ર બન્યો છે.વડોદરા શહેરમાં આવેલી એમ.એસ યુનિવર્સિટી કોઈ ના કોઈ કારણોસર સતત વિવાદો માં આવતી જ રહે છે.પરંતુ આજે બનેલી ઘટના અને તે
સંસ્કારીનગરીને શર્મશાર કરતી વધુ એક ઘટના પ્રકાશમાં આવ્યા બાદ યુનિવર્સિટીએ લીધો મોટો નિર્ણય
સંસ્કારી નગરી ને શર્મશાર કરતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.અહી આવેલી વિશ્વ વિખ્યાત એમ એસ યુનિવર્સિટી માં એક વિદ્યાર્થીની ની છેડતી થતાં શિક્ષણ ધામ ની સુરક્ષા વ્યવસ્થા પર વેધક સવાલો ઉઠવા પામ્યા છે.તો સાથેજ એક વિદ્યાર્થી પર થયેલા જીવલેણ હુમલા બાબતે મામલો ઉગ્ર બન્યો છે.
વડોદરા શહેરમાં આવેલી એમ.એસ યુનિવર્સિટી કોઈ ના કોઈ કારણોસર સતત વિવાદો માં આવતી જ રહે છે.પરંતુ આજે બનેલી ઘટના અને તેના કારણે સર્જાયેલા વિવાદે સંસ્કારી નગરીના નાગરિકો નું માથું શરમ થી ઝુકાવી દીધું છે.કારણ કે અહી કેટલાક લંપટ વિદ્યાર્થીઓ દ્વારા છડેચોક એક વિદ્યાર્થીની ની છેડતી કરવામાં આવી છે.સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો યુનિવર્સિટીમાં SYBCOM માં અભ્યાસ કરતી યુવતી કેમ્પસમાંથી પસાર થઈ રહી હતી દરમિયાન કેટલાક લઘુમતી કોમના વિદ્યાર્થીઓ દ્વારા સૌ પ્રથમ તો આ ભોગ બનનાર વિદ્યાર્થીનીને ઘુરવામાં આવી એટલેથી નહિ અટકતા આ લંપટ વિદ્યાર્થીઓ દ્વારા યુવતીનો પીછો કરી તેની છેડતી કરવામાં આવી. સમગ્ર મામલે ગભરાયેલી યુવતીએ પોલીસની મદદ લેવાની ફરજ પડી છે. વિદ્યાર્થીની દ્વારા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની ગંભીરતા જોતા છેડતી કરનાર લઘુમતી કોમના ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.
ભોગ બનનાર વિદ્યાર્થીનીની ફરિયાદ બાદ સયાજીગંજ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે છેડતી કરનાર ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી લેવામાં આવી હતી બાદમાં ત્રણેયનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસે રિયાન પઠાણ,અબુતાલિબ પઠાણ,શાહીદ શેખ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે બીજી તરફ યૂનિવર્સિટીમાં છેડતીની ઘટના ના બને તે માટે મોટો નિર્ણય લેવાયો છે. સિન્ડિકેટ બેઠકમાં વિદ્યાર્થીની છેડતીના બનાવોને લઈને કમિટી ની રચના કરવામાં આવી છે. છેડતીના બનાવોમાં સંડોવાયેલા અને જ્યાં સુધી કમિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી  સસ્પેન્ડની કાર્યવાહી થશે અને યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટેની બહાલી પણ આપવામાં આવી છે. સંડોવાયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ પણ રહેશે.
સાથે જ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્કિંગ કરવાં મામલે થયેલી મારામારીની ઘટનામાં મામલે એસીપી આર.ડી.કવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેડતી અને મારામારીની ઘટનામાં હજી પઠાણ ગેંગની સીધી રીતે સંડોવણી સામે નથી આવી. યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી આ બંને ઘટના જુદીજુદી છે. બંને મામલે હજી સયાજીગંજ પોલીસ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જે હકીકત સામે આવશે તે મુજબ કાર્યવાહી કરાશે. વિદ્યાર્થિનીની છેડતી કરનારા ત્રણ આરોપી વિદ્યાર્થી પઠાણ ગેંગ સાથે સંડોવાયેલા છે કે કેમ તે તપાસ દરમિયાન સામે આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.