Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બુદ્ધિજીવીઓની બુદ્ધિનું પ્રદર્શન, નાગરિકોના પરસેવાની કમાણીનો આ રીતે થઇ રહ્યો છે વેડફાટ

તાજેતરમાં જ વડોદરા મહાનગર પાલિકા દ્વારા બજેટ રજૂ કરાયું જેમાં ખર્ચ ઘટાડી આવક વધારવા પર ભાર મુકાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ દાવામાં કેટલું તથ્ય છે એ આજનો આ અહેવાલ વાંચીને તમને સમજાઈ જશે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા કોઈને કોઈ સુવિધાના ઓથા હેઠળ નાગરિકો પાસેથી વેરાની વસુલાત કરવામાં આવે છે, ત્યારે નાગરિકોના ખૂન પસીનાની કમાણીનો આજ પાલિકા દ્વારા બેફામ રીતે વેડફાટ કરવાà
બુદ્ધિજીવીઓની બુદ્ધિનું પ્રદર્શન  નાગરિકોના પરસેવાની કમાણીનો આ રીતે થઇ રહ્યો છે વેડફાટ
તાજેતરમાં જ વડોદરા મહાનગર પાલિકા દ્વારા બજેટ રજૂ કરાયું જેમાં ખર્ચ ઘટાડી આવક વધારવા પર ભાર મુકાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ દાવામાં કેટલું તથ્ય છે એ આજનો આ અહેવાલ વાંચીને તમને સમજાઈ જશે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા કોઈને કોઈ સુવિધાના ઓથા હેઠળ નાગરિકો પાસેથી વેરાની વસુલાત કરવામાં આવે છે, ત્યારે નાગરિકોના ખૂન પસીનાની કમાણીનો આજ પાલિકા દ્વારા બેફામ રીતે વેડફાટ કરવામાં આવી રહ્યો છે. જેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે.
સામાન્ય પ્રક્રિયા મુજબ પાલિકા દ્વારા જે બજેટ મંજૂર કરવામાં આવતું હોય છે, તેની એક નકલ નગરસેવકોને પણ આપવામાં આવતી હોય છે, જેથી તેઓ પોતાના મત વિસ્તારમાં થનારા વિકાસ કાર્યોથી અવગત રહે. ત્યારે વડોદરા પાલિકા દ્વારા નિયમ મુજબ બજેટની થેલીઓ નગર સેવકો સુધી પહોંચાડવામાં તો આવી પરંતુ એમાં પણ આ બુદ્ધિજીવીઓએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું. નગરસેવકોના ઘરે બજેટની થેલી પહોંચાડવા માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ચાર ઝોન મુજબ ચાર જુદા જુદા છોટાહાથી ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ પાલિકા દ્વારા મંગાવવામાં આવેલા આ ટેમ્પોમાં આંગળી વેત ગણી શકાય તેટલી બજેટની બેગો મોકલાવવામાં આવતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
તસવીરમાં જોઈ શકાય છે કે, ઓટો રિક્ષા કે મોટર સાઇકલ પર લઈ જઈ શકાય તેટલી ગણતરીની બેગ નગર સેવકોના ઘરે પહોંચાડવા માટે પાલિકાના વહીવટી વિભાગ દ્વારા ટેમ્પો ભાડે લઈ બિન જરૂરી હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. રિક્ષા કે મોટરસાઇકલ પર પહોંચાડી શકાતી આ બેગો માટે પાલિકાએ ચાર જેટલા ટેમ્પા ભાડે કરતા પાલિકાના વહીવટી વિભાગની કહેવાતી વહીવટી કુશળતા પર સવાલ ઉઠ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નગરજનોની સેવા માટે ચૂંટાઈને નગર સેવક બનનાર પાલિકાના હોદ્દેદારો દ્વારા પોતાના અંગત કામો હોય કે પછી પારિવારિક પ્રસંગ તેમાં પાલિકાના પટાવાળા સહિત કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હદ તો ત્યારે થાય છે કે પાલિકાના કર્મચારીઓને હોદેદારોના ઘરના લગ્ન પ્રસંગની કંકોત્રીઓ સાથે સહી કરેલ રિસીવની ચબરખીઓ પણ મોકલવામાં આવતી હોય છે. ત્યારે કંકોત્રી સાથે રિસિવ કરનારની સહી કરાવવાની સિસ્ટમથી ભારે કુતુહલ સર્જાયું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.