Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોટો ખુલાસો, વ્હાઈટ હાઉસ જમીન કૌભાંડની 9 વર્ષથી તલાટીને હતી જાણ

Vadodara : શહેરના ચકચારી દંતેશ્વર (Danteshwar) ખાતે ની 100 કરોડની સરકારી જમની પચાવી પાડવાના મામલે સરકારી જમીનનો દસ્તાવેજ  કરી આપનાર સબ રજીસ્ટ્રાર સહિતના વિવિધ વિભાગના અધિકારીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સાથે જ પ્લોટના રૂપિયા જમા કરાવવા અશિક્ષિત વૃદ્ઘાની અંગ્રેજીમાં ખોટી રીતે સહી કરી બેંક (Bank) ખાતુ ખોલાયા મામલે ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે. આ મામલે હાલમાં મુખ્ય આરોપી સંજયસિં
02:18 PM Feb 03, 2023 IST | Vipul Pandya
Vadodara : શહેરના ચકચારી દંતેશ્વર (Danteshwar) ખાતે ની 100 કરોડની સરકારી જમની પચાવી પાડવાના મામલે સરકારી જમીનનો દસ્તાવેજ  કરી આપનાર સબ રજીસ્ટ્રાર સહિતના વિવિધ વિભાગના અધિકારીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સાથે જ પ્લોટના રૂપિયા જમા કરાવવા અશિક્ષિત વૃદ્ઘાની અંગ્રેજીમાં ખોટી રીતે સહી કરી બેંક (Bank) ખાતુ ખોલાયા મામલે ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે. આ મામલે હાલમાં મુખ્ય આરોપી સંજયસિંહ પરમાર સહિત દસ્તાવેજ કરાવનાર 27 જેટલા ગ્રાહકોને સ્વૈચ્છીક દબાણ દૂર કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ મામલે સરકારી તલાટી કમ મંત્રીને છેલ્લા કેટલાય વર્ષોથી જાણ હોવાનું પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 
ક્રાઈમબ્રાન્ચ ઝીણવટભરી તપાસ
સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલા વ્હાઇટ હાઉસ બંગલા મામલે વડોદરા ક્રાઈમબ્રાન્ચ દ્વારા હાલ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે સરકારી કર્મચારી કે અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે. આ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામની છેલ્લા નવ વર્ષથી તલાટીને ખબર હોવાની માહિતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ જમીનમાં તલાટીએ લેન્ડ રેકર્ડમાં વર્ષ 2012-13 માં ગેરકાયદે બાંધકામ અંગે એન્ટ્રી પાડી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સરકારી કર્મચારી એવા તલાટીએ લેન્ડ રેકર્ડમાં "બી.5.બાંધકામ"(સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ) તેવી સ્પષ્ટ એન્ટ્રી પાડી હતી. આ મામલે નવ વર્ષથી કલેકટર કચેરી ના તંત્ર ને ગેરકાયદે બાંધકામ ની જાણ હોવા છતાં પગલાં ભર્યા નથી. હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 
નોટીસ ફટકારવામાં આવી
તો સાથે જ શહેરના દંતેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર વ્હાઇટ હાઉસનુ ગેરકાયદે બાંધકામ કરનારાએ બાજુની જ સરકારી જમીન પર કાનન 1 અને કાનન 2 નામની સ્કીમ ઉભી કરીને મકાનોનું બાંધકામ શરૂ કરી દીધું હતું. આ સ્કીમમાં 27 ગ્રાહકોના દસ્તાવેજ કરવામાં આવ્યા છે આ તમામ ને બાંધકામ દૂર કરી દેવા તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. અગાઉ આ કૌભાંડ ના મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સરકારી જમીન પર બનાવેલ વાઈટ હાઉસ બંગલો દૂર કરવા ની નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ સરકારી જમીન પર બનેલા 27 દસ્તાવેજ ધારકોને પણ નોટીસ ફટકારી સ્વૈચ્છીક દબાણ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી છે. 
આવી રીતે બહાર આવ્યું કૌભાંડ
આ સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય આરોપી સંજયસિંહ પરમારે શાંતાબેન રાઠોડ સાથે ઇન્ડિયન ઓવર્સીસ બેંક મકરપુરા શાખામાં બેંક ફર્જી બેંક ખાતું ખોલાવ્યું હતું. જેથી પોલીસે બેંક મેનેજરને રેકર્ડ સાથે બોલાવી ચેક કરતા બેંક ખાતાના ફાર્મમાં શાંતાબેનની અંગ્રેજીમાં સહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ શાંતાબેન રાઠોડ નિરક્ષર હોવાથી અને અંગૂઠો કરતા હોવાથી આ સહી ખોટી હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું છે. આ મામલે મેનેજરની પૂછપરછ કરી નિવેદન લેવામાં આવ્યું છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ કેસમાં સંજયસિંહની પત્ની લક્ષ્મીબેને હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા તે અંગે સોગંદનામું કરવામાં આવ્યું છે. 
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિવેદનો લેવામાં આવી રહ્યાં છે
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં સર્વે નંબર 541 ફાઇનલ પ્લોટ 879 તથા 881 વાળી જમીનનું આરોપી સંજયસિંહ પરમારે ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફેકિટે મેળવી આપનાર વકીલનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે. તેમજ સંજયસિંહ પરમારે આ જમીનમાં પાડેલા 53 પ્લોટ પૈકી 27 પ્લોટના દસ્તાવેજ રજીસ્ટર કરનાર સબ રજીસ્ટ્રારનું નિવેદન લેવામાં આવ્યું છે. તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી ટી.ડી.ઓ તથા જુનિયર ક્લાર્કની વધૂ પૂછપરછ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલમાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જરૂરી તમામ લોકો ના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - પ્રેમ પ્રકરણમાં હત્યા! વિધવા સાથે અફેર હોવાથી યુવાનની હત્યા કરી તળાવમાં ફેંકી દીધો, જાણો સમગ્ર મામલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeGujaratFirstLandScampoliceVadodarawhitehouseવડોદરાવ્હાઈટહાઉસજમીનકૌભાંડ
Next Article