રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત, તંત્ર સ્વીકારવા તૈયાર નથી
વડોદરા શહેરના નાગરિકો રખડતાં ઢોરના ત્રાસના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ભૂતકાળમાં રખડતાં ઢોરના હુમલાના કારણે નાગરિકોનામૃત્યુ પણ નીપજી ચૂક્યા છે .તો વળી થોડા દિવસ અગાઉ શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય હેનીલ પટેલ નામના વિદ્યાર્થીએ પોતાની આંખ પણ ગુમાવી છે ત્યારે વડોદરા શહેરના મેયર દ્વારા શહેર માંથી રખડતાં ઢોર નો ત્રાસ દૂર થઈ ગયો છે. પાલિકા દ્વારા કાર્યવાહી કરવા
વડોદરા શહેરના નાગરિકો રખડતાં ઢોરના ત્રાસના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ભૂતકાળમાં રખડતાં ઢોરના હુમલાના કારણે નાગરિકોનામૃત્યુ પણ નીપજી ચૂક્યા છે .તો વળી થોડા દિવસ અગાઉ શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય હેનીલ પટેલ નામના વિદ્યાર્થીએ પોતાની આંખ પણ ગુમાવી છે ત્યારે વડોદરા શહેરના મેયર દ્વારા શહેર માંથી રખડતાં ઢોર નો ત્રાસ દૂર થઈ ગયો છે. પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ના ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.
મેયર કેયુર રોકડીયા ના ઢોર મુક્ત વડોદરા ના દાવા વચ્ચે આજે શહેરના કોઠી ચાર રસ્તા નજીક કલેકટર કચેરી ની બિલકુલ બહાર કે જ્યાં સેકડો વાહન ચાલકો અવરજવર કરતા હોય છે .તેવામાં રખડતાં ઢોરો નું ઝુંડ લટાર મારતું કેમેરામાં કેદ થયું હતું.ગુજરાત ફર્સ્ટનો કેમેરો ખુલતાની સાથેજ ત્યાંથી પસાર થઈ રહેલી ઢોર પાર્ટીના કર્મચારીઓ ટ્રાફિક થી ધમધમતા રોડ વચ્ચેજ ઢોર પકડવાની કામગીરીમાં લાગી ગયા હતા જેના કારણે વાહચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા.
ઢોર પાર્ટી દ્વારા રખડતાં ઢોર ને પકડી લેવાયા બાદ ત્યાં અચાનક ધસી આવેલા માથાભારે પશુ માલિક અને ઢોર પાર્ટી ના કર્મચારીઓ વચ્ચે તકરાર થઈ હતી અને માથાભારે ઢોર માલિક દ્વારા ઢોર ને છોડાવવા ના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.સમગ્ર મામલે શહેરના મેયર કેયુર રોકડીયાનો સંપર્ક કરતા તેમને રાબેતા મુજબ જ નિવેદન આપતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા રખડતાં ઢોર ને લઈને ઠોસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.અને અત્યાર સુધી મોટા પ્રમાણ માં ઢોર ઝડપી પાડી પોલીસની મદદ થી જવાબદાર પશુપાલકો ને સજા પણ ફટકારવામાં આવી છે.સાથેજ તેમણે પશુ પાલકો ને સુધારી જઈ જવાબદાર નાગરિક બનવા સુફિયાણી સલાહ પણ આપી હતી.
Advertisement