ફરિયાદ કરવા ગયેલા આખા પરિવારને પોલીસે પાગલમાં ખપાવી દીધો, સારવાર પણ કરાવી, જાણો શું છે સમગ્ર વિવાદ
વડોદરામાં પોલીસની વિચિત્રતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોરીની ફરિયાદ કરવા ગયેલા એક પરિવારને પોલીસે પાગલ ગણાવી પાગલખાનામાં લઇ જઇ જબરદસ્તી સારવાર કરાવતાં વિવાદ થયો છે. એક પોલીસ ઇન્સ્પેકટરની આ પ્રકારની હરકતથી માનસિક તાણમાં આવી ગયેલાં પરિવારે વડોદરા પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે.સામાન્ય રીતે પોલીસ ગુનો નોંધી તપાસ કામગીરીથી બચવા માટે અવનવા બહાના કે આળસ કરતી હોય છ
વડોદરામાં પોલીસની વિચિત્રતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોરીની ફરિયાદ કરવા ગયેલા એક પરિવારને પોલીસે પાગલ ગણાવી પાગલખાનામાં લઇ જઇ જબરદસ્તી સારવાર કરાવતાં વિવાદ થયો છે. એક પોલીસ ઇન્સ્પેકટરની આ પ્રકારની હરકતથી માનસિક તાણમાં આવી ગયેલાં પરિવારે વડોદરા પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે.
સામાન્ય રીતે પોલીસ ગુનો નોંધી તપાસ કામગીરીથી બચવા માટે અવનવા બહાના કે આળસ કરતી હોય છે. પરંતુ વડોદરામાં એક પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેક્ટરે આ પ્રકારની તપાસ કામગીરીથી બચવા માટે જે કર્યું તેને તમામ હદ વટાવી નાંખી. વડોદરામાં 'પોલીસ પ્રજાનો મિત્ર' હોવાનાં સૂત્રને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરફોડ ચોરીની ફરિયાદ કરવા ગયેલ એક પરિવારની ફરિયાદ લેવાને બદલે પોલીસે આખા પરિવારને પાગલ ગણાવી નાંખ્યો એટલું જ નહીં ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાને બદલે પોલીસે પરિવારને પાગલ ગણાવી પાગલખાના લઇ જઇ સારવાર કરાવતાં વિવાદ થયો છે.
શહેરનાં સલાટવાડા વિસ્તારમાં માળી મહોલ્લામાં રહેતાં રમીલાબેન માળીનાં ઘરે બે મહિના પહેલાં લાખોની કિંમતનાં સોનાનાં દાગીનાની ચોરી થઇ હતી. 20.91 લાખની કિંમતનાં દાગીના ચોરાતાં રમીલાબેન પરિવાર સાથે ઘરફોડ ચોરીની ફરિયાદ કરવા ગયાં હતાં. પરંતુ કારેલીબાગ પોલીસ સ્ટેશનનાં PI વિજય દેસાઇએ પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાને બદલે પરિવારને પાગલ ગણાવી નાંખ્યો. પોલીસને ગુનો નોંધી તપાસ કામગીરી ન કરવી પડે તે માટે આ PI એટલી હદે ગયાં કે, પરિવારને પાગલ પુરવાર કરવાનો પ્રયાસ કરી આખા પરિવારને પાગલખાને મોકલી આપ્યો અને પરિવારની સારવાર કરાવી.. જો કે, ડોક્ટરોની તપાસમાં પરિવાર પાગલ ન હોવાનું પુરવાર થયું.
કારેલીબાગ પોલીસ અને તેનાં PI દેસાઇની આ પ્રકારની હરકતથી માળી પરિવાર ડિપ્રેશનમાં આવી ગયો છે. બે મહિના બાદ પણ પોતાનાં ઘરેથી ચોરાયેલ લાખોની કિંમતનાં દાગીનાનાં ચોરીની ફરિયાદ ન નોંધાતા ઊલ્ટાનું પોલીસે પરિવારને પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરતાં નારાજ પરિવાર પોલીસ ભવન પહોંચ્યો હતો અને નિવૃત્ત પોલીસ અધિકારી રાયજીભાઇ માળીની મદદથી રજુઆત કરી PI દેસાઇ સામે પગલાં લેવાં માંગ કરી હતી. ગુજરાતમાં આ પહેલો એવો વિચિત્ર કિસ્સો છે જેમાં PIની આ પ્રકારની વિચિત્ર કરતૂતને કારણે પોલીસ વિભાગને શરમમાં મુકાવાનો વારો આવ્યો છે.
Advertisement