ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાની એ મહિલા પોલીસ અધિકારી, જેણે કોરોનામાં પણ પોતાની દીકરીને સાથે રાખી ફરજ નિભાવી

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !આપણા લોકસાહિત્યના ઘરેણા સમાન પ્રસિદ્ધ કવિ કાગબાપુની આ પંક્તિઓમાં માતાના ખોળાનું મહિમાગાન કરવામાં આવ્યું છે. અતિ પ્રખ્યાત એવી આ રચના લગભગ બધા લોકોએ સાંભળી હશે. મા વિશે જેટલું લખીએ અને બોલીએ તેટલું ઓછું છે. કોઇ પણ રીતે આપણે માતાનું ઋણ ચૂકવી ના શકીએ. આમ છતા દર વર્ષે માતાના ઋણને યાદ કરવા માટે મે મહિનાના બીજા રવિવારે મધર
12:22 PM May 08, 2022 IST | Vipul Pandya
અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !
આપણા લોકસાહિત્યના ઘરેણા સમાન પ્રસિદ્ધ કવિ કાગબાપુની આ પંક્તિઓમાં માતાના ખોળાનું મહિમાગાન કરવામાં આવ્યું છે. અતિ પ્રખ્યાત એવી આ રચના લગભગ બધા લોકોએ સાંભળી હશે. મા વિશે જેટલું લખીએ અને બોલીએ તેટલું ઓછું છે. કોઇ પણ રીતે આપણે માતાનું ઋણ ચૂકવી ના શકીએ. આમ છતા દર વર્ષે માતાના ઋણને યાદ કરવા માટે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે આજે મધર્સ ડે નિમિત્તે એવી માતાઓ વિશે વાત કરવી છે કે જેઓ માતાની સાથે સમાજ પ્રત્યેની ફરજ પણ બખૂબી નિભાવી રહી છે. 
આ બધી એવી મહિલાઓ છે કે જેઓ એક માતા તરીકે પોતાના બાળકની અને પરિવારની સંભાળ તો રાખે જ છે, પરંતુ સાથે સાથે સરકાર અને સમાજના ખૂબ મહત્વના અંગ પોલીસ વિભાગમાં મહત્વની ફરજ બજાવે છે. આજે વાત કરવી છે વડોદરા શહેરમાં આવેલા એક પોલીસ સ્ટેશનની. વદડોદરા શહેરના હરણા પોલીસ સ્ટેશનમાં એક ખાસ ચિલ્ડ્રન રુમ તૈયાર કરવામાં આવ્યો છે. જેને જોઇને તમને લાગે કે જાણે કોઇ આંગણવાડી કે પ્લે સ્કૂલ હોય. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાઓ તથા પોલીસ સ્ટેશનમાં આવતા કેટલાક અરજદારોના બાળકો બાળકો માટે આ રુ તૈયાર કરાયો છે.
હરણી પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કાજલબેન રોયલા છેલ્લા છ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પીએસઆઇ કાજલ રોયલા એક જવાબદાર અધિકારીની સાથે સાથે એક દીકરીના માતા પણ છે. તેમની બે વર્ષની દીકરીનું નામ જશ્વિરા છે. જશ્વિરા રોજ તેની માતા સાથે પોલીસ સ્ટેશનમાં આવે છે અને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં જ પસાર કરે છે. મહિલા જ્યારે કોઈ નોકરી અથવા વ્યવસાય કરતી હોય તો તેના માટે પોતાની કામ પ્રત્યેની ફરજ અને પરિવારની જવાબદારી સાથે કામ કરવું ખૂબ પડકાર ભર્યું હોય છે.
હરણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ કાજલ રોયલાના ઘરે દીકરીનો જન્મ થયાને માત્ર ચાર જ મહિનામાં તેઓ નોકરી પર હાજર થયા હતા. પોતાની ચાર મહિનાની ફૂલ જેવી દીકરીને સાથે રાખી સમાજની પડખે ઊભા રેહવાનું નક્કી કર્યું અને કોરોના કાળમાં પણ સેકડો જરૂરિયાતમંદ લોકો ની મદદ કરી. આ મહામારીમાં કાજલ રોયલા પણ ફરજ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. તેમની ચાર માસની દીકરી પણ સતત સાથે રહેતી હતી, જેથી આ માસૂમ દીકરી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી.
આમ છતા પીએસઆઇ કાજલ રોયલા પોતાની ફરજ ક્યારેય ચૂક્યા નથી. એક જવાબદાર અધિકારી તરીકે તેઓ આજે પણ તેમની દીકરીને લઈને રોજ પોલીસ સ્ટેશનમાં આવે છે અને જોતજોતામાં આ દીકરી બે વર્ષ ની થઈ ગઈ છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં પીએસઆઇ રોયલાએ જણાવ્યું હતું કે તેઓ પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને આ ફક્ત એક નોકરી નહિ પરંતુ સમાજના રક્ષણની જવાબદારી છે. સાથે જ માતા તરીકે પોતાની બે વર્ષ ની દીકરી ની સંભાળ રાખવી પણ એટલું જ અગત્યનું છે. ત્યારે આ બંને જવાબદારી સ્વીકારી તેઓ પોતાની કર્તવ્ય નિષ્ઠાને વળગી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ સમાજ અને પરિવાર માટે કંઇક કરી છૂટવાની ચાહના ધરાવતી તમામ મહિલાઓના સાહસિક કાર્યને બિરદાવે છે.
Tags :
GujaratFirstHarniPoliceStationKajalRoylamothersdayspecialchildren'sroomVadodaraકાડલરોયલાવડોદરાહરણીપોલીસસ્ટેશન
Next Article