એસ. જયશંકરનું મહત્વનું નિવેદન, યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના એડમિશન માટે હંગેરીને રજૂઆત
દેશના વિદેશમંત્રી એસ. જયશંકર આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. જે દરમિયાન તેમણે બે મહત્વપૂર્ણ નિવેદન આપ્યા છે. જેમાં તેમણે કહ્યું કે જે લોકો કોરોનાનો શિકાર બન્યા છે તેમના પરિવારનું ધ્યાન રાખવું તે આપણી જવાબદારી છે. આ સિવાય તેમણે કહ્યું કે યુક્રેન રશિયા યુદ્ધના કારણે પ્રભાવિત થેયાલા ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર ચિંતિત છે. આ માટે યુક્રેનના પડોશી દેશ હંગેરીને ભારતીય àª
Advertisement
દેશના વિદેશમંત્રી એસ. જયશંકર આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. જે દરમિયાન તેમણે બે મહત્વપૂર્ણ નિવેદન આપ્યા છે. જેમાં તેમણે કહ્યું કે જે લોકો કોરોનાનો શિકાર બન્યા છે તેમના પરિવારનું ધ્યાન રાખવું તે આપણી જવાબદારી છે. આ સિવાય તેમણે કહ્યું કે યુક્રેન રશિયા યુદ્ધના કારણે પ્રભાવિત થેયાલા ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર ચિંતિત છે. આ માટે યુક્રેનના પડોશી દેશ હંગેરીને ભારતીય વિદ્યાર્તીઓના એડમિશન માટે રજૂાત કરવામાં આવી છે.
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને વિદેશમંત્રી એસ. જયશંકર આજે વડોદરા આવ્યા છે. તેમણે સવારે કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કોરોના દરમિયયાન માતા-પિતા ગુમાનવારા અનાથ બાળકોના સહાય વિતરણનો હતો. જેની શરુઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલી કરી હતી. એસ. જયશંકરે પણ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવા અનાથ બાળકોને સહાયનું વિતરણ કર્યુ હતું. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જે લોકો કોરોનાનો શિકાર બન્યા છે, તેમના પરિવારનું ધ્યાન રાખવું એ આપણા બધાની જવાબદારી છે.
અમે દરેક પડકારોનો સામનો કર્યો
તેમણે કહ્યું કે મહામારીના સમયમાં રસીકરણ, લોકોની સારવાર, દવા આપવી વગરે જવાબજારીની માફક, અસરગ્રસ્ત પરિવારોનું ધ્યન રાખવું તે પણ આપણી જવાબદારી છે. સરકાર લોકોની પીડા સમજીને તેના પર ત્વરિત પગલા પણ લે છે. અમે દરેક પડકારોનો સામનો કર્યો છે અને કરતા પણ રહીશું. વિદેશમંત્રી એસ. જયશંકર આજે સાંજે CA અને બુદ્ધિજીવીઓ સાથે સંવાદ કરશે.
Advertisement
યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ વિશે શું કહ્યું?
આ સિવાય તેમણે યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ વિસે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેન-રશિયા યુદ્ધના કારણે પ્રભાવિત થયેલા ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર ચિંતિત છે. આ અંગેના અમારા પ્રયાસો શરુ છે. વિદેશ મંત્રાલય યુક્રેનના પાડોશી દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. આ જ કડીમાં હંગેરીના વિદેશમંત્રી સાથે પણ બેઠક કરી હતી. જેમાં ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં મેડિકલમાં પ્રવેશ મળે તે માટે રજૂઆત કરાઇ હતી. અત્યાર સુધીમાં 1200 વિદ્યાર્થીઓ દ્વારા હંગેરીમાં મેડિકલમાં અભ્યસ કરવા માટે આવેદન આપ્યું છે. હંગેરીના વિદેશ મંત્રી દ્વારા એડમિશન માટે શક્ય તેટલી બાંહેધરી આપવામાં આપી છે.
Advertisement