ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MS યુનિવર્સિટીમાં હિન્દુ દેવી-દેવતાઓના અશોભનીય કટઆઉટને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ

MSયુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની ડિસ્પ્લેમાં હિન્દુ દેવી-દેવતાઓના અશોભનીય કટઆઉટને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળ્યો છે. આ મુદ્દે MS યુનિવર્સિટીના ડીનની ઓફિસમાં આજે વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆત-ધક્કામુક્કી સર્જાઇ હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શું છે સમગ્ર મામલો ?વડોદરા MSU ની ફાઈન આર્ટસ ફેકલ્ટીજેમાં કોલેજના ફાઇન આટ્સ ફેકલ્ટીની ડિસ્પ્લેમાં હિન્દુ àª
09:32 AM May 05, 2022 IST | Vipul Pandya
MSયુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની ડિસ્પ્લેમાં હિન્દુ દેવી-દેવતાઓના અશોભનીય કટઆઉટને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળ્યો છે. આ મુદ્દે MS યુનિવર્સિટીના ડીનની ઓફિસમાં આજે વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆત-ધક્કામુક્કી સર્જાઇ હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 
શું છે સમગ્ર મામલો ?
વડોદરા MSU ની ફાઈન આર્ટસ ફેકલ્ટીજેમાં કોલેજના ફાઇન આટ્સ ફેકલ્ટીની ડિસ્પ્લેમાં હિન્દુ દેવી-દેવતાઓના અશોભનીય કટઆઉટને લઇને વિવાદ સર્જાયો છે.  હિન્દુ દેવી દેવતાઓના અશોભનીય કટાઉટ ડિસ્પ્લે કરાયા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે  કલાના નામે લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.  જો કે સમગ્ર મામલે  જે કટઆઉટ મુકવામાં આવ્યાં તે મુદ્દે  ફેકલ્ટી ડીન અજાણ હોવાનું જણાવ્યું હતું.  સાથે જ વિવાદ વધુ વકરેએ પેહલા ડિસ્પ્લે સેન્ટર ખાલી કરી દેવામાં આવ્યું હતું.
હિન્દુ સંગઠનોમાં ભારે રોષ, ફેકલ્ટીમાં હોબાળો
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં માં આવેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના આર્ટ તૈયાર કર્યાં હતા. એટલે કે પેપર કટિંગમાંથી હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવ્યા હતા જેને લઇને વિવાદ થયો છે. એક વિદ્યાર્થીએ હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી ચિત્ર બનાવ્યા હતા. તેમાં પેપર કટિંગમાં જે સમાચારો હતા તે દુષ્કર્મને લગતા સમાચારો હતા, જેથી હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી બનાવેલા ચિત્રો દુષ્કર્મના સમાચારોને લઈને વિવાદ થયો છે અને હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની વાતને લઇને હોબાળો મચ્યો છે. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે, વિવાદ વધતા સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું છે. સાથે જ સિન્ડિકેટના સભ્ય દ્વારા ડીનનું રાજીનામું લેવા સુધીની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.વિવાદિત ચિત્ર પ્રદર્શનના કારણે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સાથે જ આ મુદ્દે ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે હિન્દુ સંગઠનો રજૂઆત કરવાં  પોહોચ્યાં હતાં. સાથે જ જવાબદાર પ્રોફેસર તેમજ વિદ્યાર્થી સામે આ મુદ્દે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભારતા જોતા સયાજીગંજ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
Tags :
fineatrsfecultyGujaratFirsthindufeelingvivadvadodaramsuniversity
Next Article