ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રખડતા ઢોરની અફડેટે ચઢેલી સગર્ભાને આવ્યા 14 ટાંકા, માંડ માંડ જીવ જતા બચ્યો, ગર્ભમાં બાળક સુરક્ષિત

વડોદરા શહેરમાં દિવસેને દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે.  જેના લીધે  રસ્તે રખડતાં ઢોર નાગરિકોને અડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી રહ્યાં છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં શહેરનાં સલાટવાડા વિસ્તારમાં એક ગાયે સગર્ભાને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઘવાઇ હતી. જોકે મહિલાનાં ગર્ભને ગાયનાં હુમલાથી નુકશાન પહોંચ્યું હોવાની વાત વાયુવેગે ફેલાતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો. મહિલ
03:15 PM Sep 14, 2022 IST | Vipul Pandya
વડોદરા શહેરમાં દિવસેને દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે.  જેના લીધે  રસ્તે રખડતાં ઢોર નાગરિકોને અડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી રહ્યાં છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં શહેરનાં સલાટવાડા વિસ્તારમાં એક ગાયે સગર્ભાને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઘવાઇ હતી. જોકે મહિલાનાં ગર્ભને ગાયનાં હુમલાથી નુકશાન પહોંચ્યું હોવાની વાત વાયુવેગે ફેલાતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો. મહિલાને  ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલી મહિલાનું ગર્ભ સુરક્ષિત હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ઘટનાને પગલે પાલિકાએ એક્શનમાં આવી વિસ્તારમાં આવેલા ઢોરવાડા સીલ કરવાની કામગીરી કરી હતી.
મહત્વનું છે કે  મહિલાની 4 વર્ષની બાળકી પર ગાય  હુમલો કરવા જતી હતી, જેને બચાવવા માટે મહિલા આગળ આવી જતા ગાયે મહિલાને ભેટીએ ચઢાવતા ઘાયલ મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.. ગાયનાં હુમલાથી ઘવાયેલી મહિલાને થાપાનાં ભાગે 14 ટાંકા આવ્યાં છે. મહિલા ગર્ભવતી હોવાથી ગાયનાં હુમલાથી તેનાં ગર્ભને પણ નુકશાન પહોંચ્યું હોવાની વાતથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. 
પોલીસ કાફલા સાથે સલાટવાડા વિસ્તારમાં પહોંચેલી પાલિકાની ટીમે 3 ઢોરવાડા સીલ કર્યા હતાં. ખાનગી માલિકીનાં 3 ઢોરવાડામાં રાખેલી 22 થી વધુ ગાયોને પાલિકાએ પાંજરે પુરી હતી. જો કે, વડોદરામાં રખડતાં ઢોરોની સમસ્યા જીવલેણ સાબિત થઇ રહી છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાનાં સત્તાધીશો પાસે તેનો કોઇ કાયમી ઉકેલ નથી. આ પ્રકારની ઘટનાઓ બન્યા બાદ પાલિકાનું તંત્ર કામગીરીનાં નામે ઢોરવાડા સીલ કરી સંતોષ માની રહ્યું છે.
Tags :
babysafeGujaratFirstpregnantwomanStraycattle
Next Article