Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાની યુવતીનું અંગદાન, પાંચ લોકોને મળ્યું નવજીવન

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારની 30 વર્ષીય કોમલ પટેલ બ્રેન ડેડ થઈ જતા પરિવાર દ્વારા તેના અંગોનું દાન કરી ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મૃતક કોમલ પટેલના અંગોનું સફળતા પૂર્વક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી આ અંગો થકી પાચ લોકોને નવું જીવન મળવું શક્ય બન્યું છે.વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કોમલ પટેલ થોડા સમય અગાઉ પરિવાર સાથે કેદારનાથ ખà
વડોદરાની યુવતીનું અંગદાન  પાંચ લોકોને મળ્યું નવજીવન
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારની 30 વર્ષીય કોમલ પટેલ બ્રેન ડેડ થઈ જતા પરિવાર દ્વારા તેના અંગોનું દાન કરી ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મૃતક કોમલ પટેલના અંગોનું સફળતા પૂર્વક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી આ અંગો થકી પાચ લોકોને નવું જીવન મળવું શક્ય બન્યું છે.
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કોમલ પટેલ થોડા સમય અગાઉ પરિવાર સાથે કેદારનાથ ખાતે ગયા હતા. ત્યાંથી પરત આવ્યાના બીજા જ દિવસે તબિયત નાદુરસ્ત જણાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી બાદમાં તબિયત વધુ લથડતાં વાઘોડિયા સ્થિત પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તબીબો દ્વારા લાંબા પરીક્ષણ બાદ તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.હોસ્પિટલના તબીબોની સમજાવટ બાદ પરિવાર અંગદાન માટે આગળ આવ્યું હતું જ્યાં મૃતક કોમલ પટેલના શરીરના કેટલાક મહત્વના અંગોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતકના અંગોનું દાન કરી અન્ય લોકોને નવું જીવન પ્રદાન કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
મૃતક કોમલ પટેલના હાર્ટને મુંબઈ ખાતે ,કિડની અને લીવર ઝાયડસ હોસ્પિટલ ખાતે તેમજ આંખો સુમનદીપ હોસ્પિટલ માં સારવાર લેતા દર્દીઓને દાન કરવામાં આવનાર છે.મહત્વનું છે કે મૃતક કોમલ પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને મલ્ટી  નેશનલ કંપનીમાં નોકરી કરતા હતા.શરૂઆતથી જ સમાજને મદદરૂપ થવાની ઈચ્છા ધરાવતા કોમલ પટેલ પોતાના મૃત્યુ બાદ પણ પાચ લોકોને નવું જીવન આપતા ગયા છે.
અંગદાન એ મહાદાન છે આ સૂત્ર સૌ કોઈએ સાંભળ્યું અને ક્યાંકને ક્યાંક વાચ્યું પણ હશે પરંતુ કમનસીબી એ છે કે આજે પણ આધુનિક યુગમાં અંગ દાનને લઈને જોઈએ તેટલી જાગૃત્તા નથી જોવા મળતી.ત્યારે પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટી ડૉ કોમલ પટેલે જણાવ્યું હતું કે દેશમાં અકસ્માતે મૃત્યુના અનેક કિસ્સા સામે આવે છે પરંતુ કમનસીબીએ છે કે અંગ દાન માટે ખૂબ ઓછા પરિવારો આગળ આવે છે.ત્યારે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા ગામડે ગામડે જઈ અંગ દાન અંગેની જાગૃતતા માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
પારુલ સેવાશ્રમ ખાતે ઓર્ગન ડોનેશનની માન્યતા મળ્યા બાદ પ્રથમ વખત કોઈ મૃતકનું સફળતા પૂર્વક ઓર્ગન ડોનેશનનું કાર્ય કરવામાં આવ્યું છે.ત્યારે મૃતક કોમલ પટેલના પરિવાર દ્વારા પણ નાગરિકોને અંગ દાન કરી અન્ય લોકોને નવું જીવનદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.