Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યનું એક એવું ઓપન એર થિયેટર થિએટર કે જ્યાં જામે છે દારૂની મેહફીલ

વડોદરા કોર્પોરેશનના (VMC) સ્માર્ટ શાસકો વિકાસના નામે પ્રજાના ટેકસના પૈસાનો આડેધડ વેડફાટ કરી રહ્યા છે. કોર્પોરેશને વર્ષ 2015માં કરોડોના ખર્ચે બનાવેલ દીપક ઓપન એર થિયેટર તોડી પાડી અતિથિગૃહ બનાવવાની જાહેરાત કરી પણ અતિથિગૃહ (Guest House) પણ છેલ્લા 4 વર્ષથી ન બનાવતાં કરોડો રૂપિયા ડૂબી ગયા છે.વડોદરા કોર્પોરેશને (Vadodara Municipal Corporation) મદનઝાંપા રોડ વિસ્તારમાં આવેલ આઝાદ મેદાનમાં વર્ષ 2015માં લોકો માટે દીપક ઓપàª
રાજ્યનું એક એવું ઓપન એર થિયેટર થિએટર કે જ્યાં જામે છે દારૂની મેહફીલ
વડોદરા કોર્પોરેશનના (VMC) સ્માર્ટ શાસકો વિકાસના નામે પ્રજાના ટેકસના પૈસાનો આડેધડ વેડફાટ કરી રહ્યા છે. કોર્પોરેશને વર્ષ 2015માં કરોડોના ખર્ચે બનાવેલ દીપક ઓપન એર થિયેટર તોડી પાડી અતિથિગૃહ બનાવવાની જાહેરાત કરી પણ અતિથિગૃહ (Guest House) પણ છેલ્લા 4 વર્ષથી ન બનાવતાં કરોડો રૂપિયા ડૂબી ગયા છે.
વડોદરા કોર્પોરેશને (Vadodara Municipal Corporation) મદનઝાંપા રોડ વિસ્તારમાં આવેલ આઝાદ મેદાનમાં વર્ષ 2015માં લોકો માટે દીપક ઓપન એર થિયેટર (Open Air Theater) બનાવ્યુ હતું. કોર્પોરેશન માટે આ દીપક ઓપન એર થિયેટર સફેદ હાથી સમાન સાબિત થયુ છે કારણ કે ઓપન એર થિયેટરની આવક કરતાં તેનો વર્ષનો મેન્ટેનન્સ ખર્ચ 10 ગણો વધુ છે,જેને લઈ કોર્પોરેશને દીપક ઓપન એર થિયેટર બંધ કરીને વિસ્તારના નાગરિકો માટે અતિથિગૃહ બનાવવાની જાહેરાત કરી 5.50 કરોડના ખર્ચે બનાવેલ દીપક ઓપન એર થિયેટર કોર્પોરેશને તોડી પાડ્યું, જેના પાછળ બીજો 50 લાખનો ખર્ચ કર્યો, પણ છેલ્લા 4 વર્ષમાં હજી સુધી અતિથિગૃહ બનાવવાનું કામ શરૂ નથી કર્યું.
જેને લઈ દીપક ઓપન એર થિયેટરની જગ્યા હવે ખંડેર બની છે. સરકારી જગ્યામાં અસામાજિક તત્વો દારૂની મહેફિલ માને છે. આજ સ્થળેથી વિવિધ બ્રાન્ડની દારૂની ખાલી બોટલો અને ગ્લાસ મળી આવ્યા. કોર્પોરેશનના સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં અસામાજિક  તત્વો રાતના અંધારામાં દારૂની મહેફિલ માને છે. કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેએ અવાર નવાર કોર્પોરેશનના અધિકારીઓને પત્ર લખી અતિથિગૃહ વહેલીતકે બનાવવા માંગ કરી છે છતાં અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે.
કોર્પોરેશને દીપક ઓપન એર થિયેટર બનાવતાં એક વર્ષમાં માત્ર 13000 રૂ.ની આવક થઈ હતી, જ્યારે 1.21 લાખ રૂપિયાનો ખર્ચ મેન્ટેનન્સ પાછળ થયો. જેને લઈ અતિથિગૃહ બનાવવાનો નિર્ણય કર્યો..છેલ્લા 4 વર્ષથી કોર્પોરેશન બજેટમાં અતિથિગૃહ બનાવવાની જાહેરાત કરે છે અને નાણાં પણ મંજૂર કરાય છે પણ અતિથિગૃહ કે પાર્ટી પ્લોટ બનાવવાની કોઈ જ કામગીરી નથી કરવામાં આવતી, ત્યારે મેયર કેયુર રોકડીયાએ કહ્યું કે નાટ્ય કલાકારો માટે દીપક ઓપન એર થિયેટર બનાવ્યું હતું પણ તેનો ઉપયોગ ન થતાં અતિથિગૃહ બનાવવાનો નિર્ણય કર્યો...આ વખતે અતિથિગૃહ ઝડપથી બનીને તૈયાર થઈ જાય એવો પ્રયાસ કરીશું. કોર્પોરેશનની જગ્યામાં અસામાજિક તત્ત્વો અસામાજિક પ્રવૃત્તિ કરતાં હોય તો પોલીસનું ધ્યાન દોરવામાં આવશે. 
મહત્વની વાત છે કોર્પોરેશન વિકાસના નામે કઈ રીતે જનતાના ટેકસના નાણાંનો વેડફાટ કરે છે તેનો દીપક ઓપન એર થિયેટર એક ઉત્તમ નમૂનો છે. આવા તો અનેક પ્રોજેક્ટ છે જેમાં પાલિકાએ ખર્ચ કર્યો પણ તે જનતા માટે ઉપયોગમાં જ નથી આવતો ત્યારે આવી રીતે વિકાસના નામે અણધડ આયોજન કરી જનતાના ટેકસના નાણાંનો વેડફાટ કરવો કેટલું યોગ્ય તે સવાલ ઉઠવા પામે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.