ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરા ઝૂ માં વધુ એક પ્રાણીનું મોત, સાબરના મોત મામલે રાજકારણ

14 માંથી 1 જ સાબર જીવિતસયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં આવતા સહેલાણીઓ માટે દુ:ખના સમાચાર છે. આ ઝૂમાં સહેલાણીઓ દૂરદૂરથી ખાસ કરીને સાબરના ઝુંડને જોવા માટે આવે છે. પરંતુ આ ઝૂમાં એક બાદ એક સાબરના મોત થતા હાલ 14 સાબરમાંથી માત્ર એક જ સાબર જીવિત છે. જેથી સાબર નિહાળવા આવતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરના જણાવ્યા મુજબ એક ઘાતકી રોગના કારણે પ્રાણીસંગ્રાહલના 13 સ
01:21 PM Feb 14, 2022 IST | Vipul Pandya
14 માંથી 1 જ સાબર જીવિત
સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં આવતા સહેલાણીઓ માટે દુ:ખના સમાચાર છે. આ ઝૂમાં સહેલાણીઓ દૂરદૂરથી ખાસ કરીને સાબરના ઝુંડને જોવા માટે આવે છે. પરંતુ આ ઝૂમાં એક બાદ એક સાબરના મોત થતા હાલ 14 સાબરમાંથી માત્ર એક જ સાબર જીવિત છે. જેથી સાબર નિહાળવા આવતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી છે. 
ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરના જણાવ્યા મુજબ એક ઘાતકી રોગના કારણે પ્રાણીસંગ્રાહલના 13 સાબરના મોત થયા છે. આ રોગનું નામ ખરવો મુવાસા છે, જે ખૂબ ઘાતકી રોગ છે. આ રોગ વાગોળવાવાળા જાનવરોમાં જોવા મળે છે. તેમજ આ રોગ ચેપી રોગ હોવાથી ખૂબ જલ્દી ફેલાય છે. 17 નવેમ્બરે પ્રથમ વખત એક સાબરમાં આ રોગના લક્ષણો જોવા મળ્યાં હતાં. ત્યારે તમામ સાબરોને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. જેમના આ બીમારીના કારણે મૃત્યુ નિપજતા હાલ ઝૂ માં 14 માંથી માત્ર 1 જ સાબર જીવિત છે. ત્યારે અન્ય ઝૂ માંથી સાબર લાવવા માટે તંત્રએ કામગીરી શરૂ કરી છે.
ખરવો મુવાસા રોગના કારણે સાબરના મોત
સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં સાબરના પિંજરામાં ખરવા મોવાસાનો રોગ ફાટી નીકળતાં તેને રોકવા માટે તેમજ ઇજાગ્રસ્ત સિંહણની સારવાર માટે રૂા. 1.72 લાખનો ખર્ચ થયો હતો. જેની 67સી હેઠળની ચુકવણી અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંજુર કરાઈ છે. જો કે યોગ્ય સુવિધા અને તબીબી સહાયના અભાવે પ્રાણીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે દોષનો ટોપલો અધિકારીઓના માથે ઢોળી પોતાનો બચાવ કર્યો હતો. 
વિપક્ષ નેતાએ કર્યો આક્ષેપ
તો સમગ્ર મામલે પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પાલિકા સંચાલિત સયાજીબાગના વહીવટી તંત્ર પર પ્રાણી સંગ્રાહલયમાં પ્રાણીઓની માવજત કરવા માટે યોગ્ય અને નિષ્ણાંત સ્ટાફ નથી તેવી ટીપ્પણી કરી છે. સાથે જ પાલિકા દ્ધારા ભષ્ટ્રાચાર આચરવા બિનજરૂરી ખર્ચા કરી સંગ્રહાલમાં નવીનીકરણ કરવામાં આવતા સાબરો મોતને ભેટ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. 
Tags :
GujaratFirstsabarmotVadodara
Next Article