Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હરિધામ સોખડા મંદિરમાં સ્વામીના મોત બાદ વધુ એક મોતથી ખળભળાટ

વડોદરા પાસેના હરિધામ સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાતનું રહસ્ય હજી અકબંધ છે તેવામાં હરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુ ની ઘટના સામે આવતા ફરી એક વાર પોલીસ દોડતી થઇ છે. મંદિરમાં 82 વર્ષના સેવિકાનું પડી જવાથી મોત થયું હોવાનું બહાર આવતાં વિવાદ વધુ ચગ્યો છે અને પેનલ પીએમની કાર્યવાહી શરુ કરાઇ છે. હરિધામ સોખડા મંદિરના ગાદીપતિનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે થોડા સમય અગાઉ હરિધામ સંકુલમાà
હરિધામ સોખડા મંદિરમાં સ્વામીના મોત બાદ વધુ એક મોતથી ખળભળાટ
વડોદરા પાસેના હરિધામ સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાતનું રહસ્ય હજી અકબંધ છે તેવામાં હરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુ ની ઘટના સામે આવતા ફરી એક વાર પોલીસ દોડતી થઇ છે. મંદિરમાં 82 વર્ષના સેવિકાનું પડી જવાથી મોત થયું હોવાનું બહાર આવતાં વિવાદ વધુ ચગ્યો છે અને પેનલ પીએમની કાર્યવાહી શરુ કરાઇ છે. 
હરિધામ સોખડા મંદિરના ગાદીપતિનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે થોડા સમય અગાઉ હરિધામ સંકુલમાં પ્રબોધ સ્વામી જૂથના ગુણાતીત સ્વામી એ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે સમગ્ર મામલે પોલીસની ઢીલી તપાસ ને કારણે લાંબો સમય થયો હોવા છતાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુની ઘટના પરથી પરદો ઊંચકાયો નથી. દરમિયાન, હરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા ફરી એક વાર હરિધામ સંકુલમાં પોલીસના આંટાફેરા શરૂ થઈ ગયા છે.
બનાવ અંગે વાત કરવામાં આવે તો શુક્રવારે હરિધામ સંકુલમાં એક સેવિકાના મૃત્યુની ઘટના બનવા પામી છે.હરિધામ સંકુલમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કરતા મૃદુલા બેન જયેશ ભાઈ શાહ નામના 82 વર્ષીય મહિલા સેવિકાનું પલંગ પર થી પડી જતા મૃત્યુ નીપજ્યું છે.ગત રાત્રે મૃદુલા બેન આત્મીય કોલોનીમાં સેવિકાઓના નિવાસ્થાને પોતાના શયન કક્ષમાં ઊંઘતા હતા. દરમિયાન લગભગ રાત્રે 10 વાગ્યાના સુમારે પલંગ પરથી પડી જતા માથા તેમજ મોઢાના ભાગે ઇજા  પહોંચી હતી. મૃદુલા બેનને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાનું હાલ પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે હરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુ ન ઘટના ની જાણ થતાં ની સાથે જ પોલીસ ફરી એકવાર દોડતી થઈ છે ત્યારે તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહ નો કબજો મેળવી પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હરિધામ સંકુલમાં મૃતક મૃદુલા બેનની સાથે રહેતા તેમજ સંપર્કમાં રહેલા લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે હરિધામ સંકુલમાં થોડા સમય અગાઉ ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે મંદિર સંચાલકો દ્વારા પોલીસ ને અંધારા રાખવમાં આવી હતી.પોલીસે હાથ ધરેલી તપાસ બાદ ગુણાતીત સ્વામીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો ત્યારે હાલ તાલુકા પોલીસ દ્વારા મૃદુલા બહેનના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.મૃદુલા બહેનના મૃત્યુનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે
Advertisement
Tags :
Advertisement

.