ગુજરાતની એકમાત્ર બાકી રહેલી બેઠક પર ભાજપે સૌથી ઉંમરલાયક ઉમેદવારને આપી ટિકિટ
આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માં સૌથી હાઇ વોલ્ટેજ બનેલી વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા બેઠક પર આટલા દિવસોના મનોમંથન અને જાતિગત સમીકરણોની ગણતરીઓને અંતે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલ (Yogesh Patel)ને જ ટિકિટ આપી છે. ભાજપે તેની રાજ્યમાં એકમાત્ર બાકી રહેલી વડોદરાની આ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એટલે કે 17 નવેમ્બરે સવારે યોગેશ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી છે. àª
આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માં સૌથી હાઇ વોલ્ટેજ બનેલી વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા બેઠક પર આટલા દિવસોના મનોમંથન અને જાતિગત સમીકરણોની ગણતરીઓને અંતે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલ (Yogesh Patel)ને જ ટિકિટ આપી છે. ભાજપે તેની રાજ્યમાં એકમાત્ર બાકી રહેલી વડોદરાની આ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એટલે કે 17 નવેમ્બરે સવારે યોગેશ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે, તે માટે યોગેશ પટેલને પ્રદેશ ભાજપમાંથી 16મી તારીખની મોડી રાત્રે જ ફોન આવી ગયો હતો. આમ રાજકારણના અઠંગ ખેલાડી એવા વડોદરાના યોગેશ પટેલની 'પ્રેશર ટેક્ટિક' સામે ભાજપ મોવડીમંડળે ઝુકવાનો વારો આવ્યો છે. જેથી ગુજરાતની એકમાત્ર બાકી રહેલી વડોદરાની આ બેઠક પર ભાજપે સૌથી ઉંમરલાયક ઉમેદવારને ટિકીટ આપવી પડી છે.
ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનાર ચૂંટણી માટે ભાજપે ચાર તબક્કામાં પોતાના 181 ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે, 182 મો ઉમેદવાર નક્કી કરવામાં ભાજપ મોવડીમંડળને પરસેવો વળી ગયો હતો. બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસની સવાર સુધી ગુજરાતની એકમાત્ર માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપ પોતાનો ઉમેદવાર નક્કી નહોતી કરી શકી. માંજલપુર બેઠક પર અડિંગો જમાવીને બેઠેલા 76 વર્ષના લડાયક ધારાસભ્ય યોગેશ પટેલે મોવડીમંડળને બીજા એકપણ ઉમેદવારનું નામ નક્કી કરવા નહોતું દીધું. માંજલપુર બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ હોવાથી ટિકિટ માટે પાટીદાર સમાજનું સંમેલન યોજી યોગેશ પટેલે અન્ય કોઇને નહીં પણ પોતાને જ ટિકિટ આપવા જીદ પકડી હતી. આ દરમિયાન નારાજ યોગેશ પટેલને મનાવવા માટે પાર્ટી દ્વારા અનેક પ્રયાસ થયાં પણ યોગેશ પટેલે પોતાની જીદ ન છોડી. દરમિયાન આ બેઠક પર ઘણાં બધાં નામો પર ચર્ચા ચાલી. યોગેશ પટેલને જો પાર્ટી ટિકિટ ન આપે તો માંજલપુર બેઠક પર ભાજપ ડો.હિતેન્દ્ર પટેલ, મયંક પટેલ, હિમાંશુ પટેલ, કૃણાલ પટેલ, સ્નેહલ પટેલમાંથી કોઇ એકને ટિકિટ આપી શકે તેવી વાતો વહેતી થઇ હતી.
પરંતુ બુધવારે વડોદરાની આ હાઇ વોલ્ટેજ બની ગયેલી માંજલપુર બેઠક પર જે નામ ચાલ્યું તેને આખા ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. માંજલપુર બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં ભાજપના આટલાં વિલંબ પાછળનું એક કારણ કોઇ 'સ્કાયલેબ' ઉમેદવાર હોઇ શકે તેવું પણ સામે આવ્યું હતું અને એ 'સ્કાયલેબ' ઉમેદવાર તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની ચર્ચાએ જોર પકડતાં ગુજરાતના રાજકારણનો માહોલ એકાએક ગરમાઇ ગયો. બુધવાર સવારથી આખા દિવસ દરમિયાન વડોદરા સહિત રાજ્યભરમાં એ ચર્ચા રહી કે વડોદરાની એકમાત્ર બાકી રહેલી માંજલપુર બેઠક પર ભાજપ અનાર પટેલની ગોઠવણ કરી રહી છે. તેવામાં સ્થાનિક ઉમેદવારની તરફેણ કરનારા યોગેશ પટેલ સહિતના ભાજપ નેતાઓ અને કાર્યકરોના કાન અધ્ધર થઇ ગયાં.
ભાજપ માટે માથાનો દુઃખાવો બની ગયેલી માંજલપુર બેઠક પર નામ નક્કી કરવું એટલી હદે કોકડું એટલી હદે ગૂંચવાયું કે, છેવટે ભાજપ પાસે યોગેશ પટેલ સિવાય કોઇ વિકલ્પ ન બચ્યો અને અંતે પાર્ટીએ ટિકિટની જીદ લઇને બેઠેલાં 76 વર્ષના યોગેશ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવો પડ્યો. યોગેશ પટેલની 'પ્રેશર ટેક્ટિક' કામ કરી ગઇ અને તેમને નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ભાજપ મોવડીમંડળને માંજલપુર બેઠક પર અન્ય કોઇ ઉમેદવારની પસંદગી ન થવા દઇ પોતાને જ ઉમેદવાર જાહેર કરવા પર મજબૂર કરી દીધાં. ભાજપે 7 વખતના આ ધારાસભ્યની જીદ સામે ઝુકી જઇ 8મી વખત તેમને ટીકીટ આપવી પડી. જોકે, પાર્ટીએ ભડકો થવાના ડરે ફોર્મ ભરવાનાં અંતિમ દિવસ પહેલાં સુધી યોગેશ પટેલના નામની જાહેરાત નહોતી કરી. પરંતુ બુધવારે મોડીરાત્રે જ પાર્ટીએ યોગેશ પટેલને ફોન કરી તેમને ટિકિટ અપાઇ હોવાની જાણ કરી દીધી હતી. જેથી આજે સવારે વહેલાં ઊઠી યોગેશ પટેલે પોતાનાં અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાન ખાતેના મહાદેવ તેમજ સાવલી વાળા સ્વામીના દર્શન કરી તેમનાં આશિર્વાદ લીધાં હતાં અને ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
Advertisement