વડોદરામાં RSSના પ્રવાસ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીને હીરા બાના હાથે બનેલું ભોજન યાદ આવે તો તેઓ આ ઘરે જમતા
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માથેથી માતૃ છાયા ગુમાવી છે. હીરાબાનું અવસાન થતાં સમગ્ર દેશ શોકમય બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના ખૂબ નિકટ હતા એ સૌ કોઈ જાણે છે. પરંતુ શું તમે એ જાણો છો કે જ્યારે વડાપ્રધાન સંઘ પ્રવાસે નીકળતા ત્યારે જો હીરા બાના હાથે બનેલું ભોજન યાદ આવે તો તેઓ ક્યા જતા?PM અવારનવાર વડોદરા આવતાવર્ષ 1986ની આ વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘàª
11:17 AM Dec 30, 2022 IST
|
Vipul Pandya
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માથેથી માતૃ છાયા ગુમાવી છે. હીરાબાનું અવસાન થતાં સમગ્ર દેશ શોકમય બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના ખૂબ નિકટ હતા એ સૌ કોઈ જાણે છે. પરંતુ શું તમે એ જાણો છો કે જ્યારે વડાપ્રધાન સંઘ પ્રવાસે નીકળતા ત્યારે જો હીરા બાના હાથે બનેલું ભોજન યાદ આવે તો તેઓ ક્યા જતા?
PM અવારનવાર વડોદરા આવતા
વર્ષ 1986ની આ વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘના કામે અવાર-નવાર વડોદરા આવતા અને એમના કાર્યકાળનો મોટાભાગનો સમય વડોદરામાં જ વીત્યો એમ કહો તો પણ ચાલે, નરેન્દ્ર મોદી શરૂઆતથી જ હીરા બાના હાથે બનેલું સાદુ ભોજન જમવા ટેવાયેલા, જ્યારે તેઓ પ્રવાસે નીકળતા હીરાબાને અવશ્ય યાદ કરતા. વડોદરા ખાતે તેઓ અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ચોક્કસ આવતા અને સંઘના કાર્યકરો સાથે આત્મીયતા વધે તે માટે પારિવારિક સબંધો કેળવતા, સાથે રહેતા અને જમતાં પણ ખરા.
જમનાદાસજીના ઘરે જતાં
જમનાદાસ ઉકામલમોતી રામાણી તેઓ વર્ષ 1986 વખતે RSS વડોદરા મહાનગરના ખજાનચી હતા. વર્ષો સુધી સંઘ સાથે સંકળાયેલા જમના દાસ હાલના વડાપ્રધાન અને તત્કાલીન સમયના સંઘ કાર્યકર નરેન્દ્ર મોદીના ખૂબ નિકટ હતા. નરેન્દ્ર ભાઇ મોદી વડોદરા આવે ને જમનાદાસજીના ઘરે ન ગયા હોય એવું ક્યારેય બન્યું નથી.
ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
નરેન્દ્ર ભાઇ મોદીને કાકા તરીકે બોલાવતા જમનાદાસજીના પુત્રી પૂનમ બેને ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર કાકાને હિરા બા સાથે આત્મીયતા ખૂબ હતી. તેઓ હિરા બાના હાથનું સાદુ ભોજન ખાવાથી ટેવાયેલા હતા. સંઘના કામે મહિનાઓ સુધી તેમના બહાર ગામ ફરવા નું થતું. આમ તો તેઓ જ્યાં જતા ત્યાં સાદુ જ ભોજન જમતાં પરંતુ જ્યારે પણ હિરા બાના હાથનું ભોજન યાદ આવે વડોદરા દોડી આવતા અને કહેતા આજે બાના હાથના ભોજનની ખૂબ યાદ આવે છે. મારા માટે પાલકની ભાજી અને ખીચડી બનાવજો. નરેન્દ્ર ભાઇ જ્યારે તેમના બા પાસે જતા હિરા બાને પાલકની ભાજી અને ખીચડી બનાવવાનો આગ્રહ કરતા ત્યારે અમારા ઘરે પણ તેઓ આજ ભોજન બનાવડાવતા. અમે તમામ પરિવારના સભ્યો અને મોદી કાકા સાથે જમવા બેસતા જમતાં જમતાં હિરા બાને યાદ કરતા, પાલકની ભાજી અને ખીચડી ખાઈને કહેતા આજે બઉ દિવસો પછી બાના હાથનો સ્વાદ ચાખ્યો.
આ પણ વાંચો - PM MODIએ માતાને આપી મુખાગ્ની, થયા ભાવુક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article