ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાના એક મંડળે શ્રીજીને આપી અનોખી રીતે વિદાય

ગણેશચતુર્થીની આજે અનેક શહેરોમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી થઈ છે. કેટલાંક ગણેશમંડળો દ્વારા ભવ્યાતિ ભવ્ય સવારીઓ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. સવારથી મોડી રાત સુધી નવ દિવસ માટે  સ્થાપના કરતા ગણેશ યુવક મંડળો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢીને પોતાના વિસ્તારોમાં આવેલાં તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.વડોદરામાં દશમા દિવસà«
01:26 PM Sep 09, 2022 IST | Vipul Pandya
ગણેશચતુર્થીની આજે અનેક શહેરોમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી થઈ છે. કેટલાંક ગણેશમંડળો દ્વારા ભવ્યાતિ ભવ્ય સવારીઓ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. સવારથી મોડી રાત સુધી નવ દિવસ માટે  સ્થાપના કરતા ગણેશ યુવક મંડળો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢીને પોતાના વિસ્તારોમાં આવેલાં તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં દશમા દિવસે શ્રીજી વિસર્જન વચ્ચે એક મંડળ એવું કે જ્યાં ગજરાજે અભિષેક કરી શ્રીજીને ભાવસભર વિદાય આપી હતી. વડોદરાનાં રેસકોર્સ વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી.
 ઇન્દ્રપ્રસ્થનાં શ્રીજીને વિસર્જન અગાઉ બે ગજરાજો દ્વારા જળાભિષેક કરાયો હતો. આ નજારો જોવા મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો ઉમટ્યા હતાં. ગજારાજો દ્વારા જળનો અભિષેક કર્યા બાદ ત્યાં જ તૈયાર કરવામાં આવેલ કુંડમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઇકો ફ્રેન્ડલી વિસર્જન થકી ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અન્યોને પણ પર્યાવરણનાં જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Tags :
congregationinVadodarafarewelltoGajrajGujaratFirst
Next Article