Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાગરિકોના વેરાના પૈસે પાલિકામાં જલસા, સામાજિક કાર્યકરે કરેલી RTI માં મોટો ખુલાસો

વડોદરા મહાનગર પાલિકા ભલે સ્માર્ટ સિટીની હરણફાળમાં દોટ મૂકતી હોય તેમ છતા આજે પણ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધાથી ઘણા દૂર છે. આજે પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં હજારો લાખો રૂપિયા વેરો ભરવા છતાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. જે એક વાસ્તવિકતા છે જે સત્તા પર બેઠેલા વહીવટદારોએ સ્વીકારવું જ રહ્યું.શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરેલી RTI માં કઈંક એવા ખુલાસા થયા છે જે જાàª
નાગરિકોના વેરાના પૈસે પાલિકામાં જલસા  સામાજિક કાર્યકરે કરેલી rti માં મોટો ખુલાસો
વડોદરા મહાનગર પાલિકા ભલે સ્માર્ટ સિટીની હરણફાળમાં દોટ મૂકતી હોય તેમ છતા આજે પણ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધાથી ઘણા દૂર છે. આજે પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં હજારો લાખો રૂપિયા વેરો ભરવા છતાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. જે એક વાસ્તવિકતા છે જે સત્તા પર બેઠેલા વહીવટદારોએ સ્વીકારવું જ રહ્યું.
શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરેલી RTI માં કઈંક એવા ખુલાસા થયા છે જે જાણીને તમે પણ કહેશો કે આતો ખરેખર ખોટું કહેવાય. અતુલ ગામેચી દ્વારા પાલિકામાં થતા ખર્ચ વિશેની માહિતી RTI (એટલે કે માહિતી અધિનિયમ,જેને સાદી ભાષામાં માહિતી માંગવાનો અધિકાર પણ કહી શકાય) ના માધ્યમથી મંગાવવામાં આવી હતી. જેમા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમને મળતી પ્રાથમિક સુવિધાઓ સામે વેરા પેટે તમે જે રકમ ભરો છો એ પૈસા પાલિકા દ્વારા તેમના ચા, નાસ્તા પાછળ વાપરવામાં આવે છે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2021 થી વર્ષ 2022 સુધીમાં ચા-નાસ્તા પાછળ લાખો રૂપિયા વાપરી નાખવામાં આવ્યા છે. વડોદરા મહાનગર પાલિકાના સભા શાખામાં માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ વડોદરા મહાનગર પાલિકાના મેયર, ચેરમેન ડેપ્યુટી મેયર તેમજ સાશક પક્ષના નેતા દ્વારા માર્ચ 2021 થી માર્ચ 2022 સુધીમાં એટલે કે 13 મહિનામાં કુલ 6,49,554/-  રૂપિયા ચા-પાણી, નાસ્તામાં ખર્ચ કરી દેવામાં આવ્યો છે. જેનો RTI માં મંગાવેલી માહિતી  ઘટસ્ફોટ થયો છે.
એક તરફ વડોદરા શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે, પીવાનું શુદ્ધ પાણી ન મળતા માટલા પણ ફોડી રહ્યા છે. તો બીજી તરફ એસી કેબિનમાં બેઠેલા વહીવટદારો નાગરિકોના પૈસે ચા-પાણીમાં વાપરીને જલસા કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.