Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડોદરાના નામાંકિત બેંકર ગૃપની હોસ્પિટલો પર ITના દરોડા

વડોદરાની નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલમાં આઇટીના દરોડા પડયા છે. ઇન્કમ ટેક્ષ વિભાગના અધિકારીઓએ બુધવારે સવારથી જ વડોદરા, સુરત, પાદરામાં આવેલી બેંકર ગૃપની હોસ્પિટલમાં તપાસ ચાલું કરી છે. તપાસમાં કરોડોનો બેનામી હિસાબ બહાર આવે તેવી શક્યતા છે. બરોડાની નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલ પર ITની તવાઇ છે. અમદાવાદ બાદ હવે વડોદરામાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન શરુ થયું છે. સુત્રોએ કહ્યું કે વડà«
વડોદરાના નામાંકિત બેંકર ગૃપની હોસ્પિટલો પર itના દરોડા
Advertisement
વડોદરાની નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલમાં આઇટીના દરોડા પડયા છે. ઇન્કમ ટેક્ષ વિભાગના અધિકારીઓએ બુધવારે સવારથી જ વડોદરા, સુરત, પાદરામાં આવેલી બેંકર ગૃપની હોસ્પિટલમાં તપાસ ચાલું કરી છે. તપાસમાં કરોડોનો બેનામી હિસાબ બહાર આવે તેવી શક્યતા છે. 
બરોડાની નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલ પર ITની તવાઇ છે. અમદાવાદ બાદ હવે વડોદરામાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન શરુ થયું છે. સુત્રોએ કહ્યું કે વડોદરા અને સુરતમાં એકાદ ડઝન સ્થળોએ ITની ટીમો ત્રાટકી છે. 
બરોડાના નામાંકિત તબીબ ડો.દર્શન બેંકરને ત્યાં દરોડા પડ્યા છે. વડોદરામાં બેંકર ગ્રુપની અલગ અલગ વિસ્તારોમાં પાંચ હોસ્પિટલ  આવે છે તથા સુરતમાં પણ હોસ્પિટલ આવેલી છે. 
વડોદરામાં ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતા ડો.દર્શન બેંકરના નિવાસસ્થાન પર પણ  દરોડા પડયા છે. સાથે સાથે  ડો. દર્શન બેંકર સાથે જોડાયેલા અન્ય સ્થળો પર પણ દરોડા છે. ITના 50થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. 
સુત્રોએ કહ્યું કે બેંકર ગૃપની વારસીયા રોડ, ઓલ્ડ પાદરા રોડ અને માંજલપુરમાં આવેલી હોસ્પિટલ તથા પાદરાની ઇન્સ્ટિટ્યુટમાં આઇટીની ટીમો ત્રાટકી છે અને 50થી વધુ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ.યું છે. 
ઉલ્લેખનિય છે કે કોરાના કાળમાં મોટા ભાગની હોસ્પિટલોએ લોન ભરપાઇ કરી હતી જેથી વડોદરા સહિત રાજ્યના અનેક તબીબો પર આઇટીની નજર હતી અને તે અનુંસંધાનમાં હવે આઇટી દ્વારા તપાસ કરાઇ રહી હોવાનું જાણવા મળે છે. 
Tags :
Advertisement

.

×