Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હે ભગવાન, વડોદરામાં છેલ્લા 24કલાકમાં 8 લોકો ને કાળ ભરખી ગયો

વડોદરાના (Vadodara) માથે ગત 24કલાક ખૂબ ભારે સાબિત થયા કારણ કે આ શહેર માં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની (Accident) બનેલી બે ઘટના ઓ માં એક બે નહીં પરંતુ આઠ લોકો ના મોત નીપજ્યા છે. નવાઇ ની વાત તો એ છે કે આઠ લોકોના મોત માટેનું નિમિત્ત વડોદરા પાદરા રોડ બન્યો છે. જી હા અત્યંત વ્યસ્ત ગણાતા એવા અટલાદરા પાદરા રોડ પર છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે મોટી ઘટના બની જેમાં બે જુદાજુદા પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે.ગત ર
હે ભગવાન  વડોદરામાં છેલ્લા 24કલાકમાં 8 લોકો ને કાળ ભરખી ગયો
વડોદરાના (Vadodara) માથે ગત 24કલાક ખૂબ ભારે સાબિત થયા કારણ કે આ શહેર માં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની (Accident) બનેલી બે ઘટના ઓ માં એક બે નહીં પરંતુ આઠ લોકો ના મોત નીપજ્યા છે. નવાઇ ની વાત તો એ છે કે આઠ લોકોના મોત માટેનું નિમિત્ત વડોદરા પાદરા રોડ બન્યો છે. જી હા અત્યંત વ્યસ્ત ગણાતા એવા અટલાદરા પાદરા રોડ પર છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે મોટી ઘટના બની જેમાં બે જુદાજુદા પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે.
ગત રાત્રિ એ બનેલી અકસ્માત ની ઘટના અંગે વાત કરવામાં આવે તો વડોદરા (Vadodara) શહેરના અટલાદરા- પાદરા રોડ ઉપર નારાયણ વાડી પાસે ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5ના મોત થયા હતા. મૃતકોમાં એક જ પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.અકસ્માતમાં ત્રણ બાળકો અને પતિ-પત્નીનું મોત થયું હતું.
ગુરુવારે રાત્રે વડોદરા શહેરના અટલાદરા- પાદરા રોડ ઉપર નારાયણ વાડી પાસે રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પાદરા તાલુકાના લોલા ગામમાં રહેતો પરિવાર ભોગ બન્યો હતો. અકસ્માતમાં 5ના મોત થયા હતા જેમાં ત્રણ બાળકો અને પતિ-પત્નીનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણના મોત થયા હતા.જ્યારે પોલીસે બે ઇજાગ્રસ્તોને નજીક ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જેમાં સારવાર દરમિયાન આ બંને ઇજાગ્રસ્તોના મોત થયા હતા.જ્યારે આર્યન અરવિંદ નાયક નામનો 8 વર્ષનો બાળક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
માંજલપુર પોલીસ ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આ પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત પાદરા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર પાદરા તરફથી આવતી હતી અને બંને વાહનો સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ તમામ લોકો વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ના લોલા ગામના રહેવાસી હતા,લોલા ગામના એક જ પરિવારના ના પાંચ સભ્યો ના અકસ્માતે મોત થતાં આખુગામ હીબકે ચઢ્યું હતું.
અકસ્માત માં મૃત્યુ પામેલા મૃતકો અંગે વાત કરવામાં આવે તો
  • અરવિંદ પૂનમ નાયક (ઉ.વ 28)
  • કાજલ અરવિંદ નાયક( ઉ.વ 25)
  • શિવાની અલ્પેશ નાયક (ઉ.વ 12)
  • ગણેશ અરવિંદ નાયક( ઉ.વ 5)
  • દ્રષ્ટિ અરવિંદ નાયક (ઉ.વ 6)
અકસ્માત ના અન્ય એક બનાવ અંગે વાત કરવામાં આવે તો વડોદરાના પાદરાના મુવાલ ચોકડી પાસે ગઈકાલે બપોરે કરુણ ઘટના બની અહી સર્જાયેલા અકસ્માતમાં પતિ અને ગર્ભવતી પત્નીનું મોત નીપજ્યું હતું.સાવરણી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતુ આ ગરીબ પરિવાર વેપારી પાસેથી ઉધાર આપેલી સાવરણીના રૂપિયા લેવા જતું હતું તે સમયે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
બાઈક પર સવાર પરિવારને મુવાલ ચોકડી પાસે ટ્રકે અડફેટે લેતાં ઘટના સ્થળ પર જ ગર્ભ માં રહેલા શિશુ સહિત પત્ની અને પતિનું મોત નીપજ્યું જ્યારે 12 વર્ષના બાળકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.અકસ્માતમાં વીરા વાદી અને તેની ગર્ભવતી પત્ની મધુ વાદીનું મોત થયું છે ત્યારે 12 વર્ષ ના બાળકે પોતાના માથેથી માતાપિતા ની છત્ર છાયા ગુમાવી છે.
ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માત માં વાદી પરિવારના ના ત્રણ સભ્યો ના મોત નિપજતાં તેમના કુટુંબીજનો માથે આભ ફાટ્યું છે ત્યારે આજે મૃતકો ના પરિવારજનો સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે મૃતદેહ લેવા માટે પોહોચ્યા હતા જ્યાં તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ બંને ઘટના માં કુલ 8 લોકો ના મૃત્યુ નિપજ્યા છે ત્યારે પાદરા પોલીસ અને માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.