ભવિષ્યમાં ભારત તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનીને રહેશે- કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ
આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે છે. વડોદરાના કારેલી બાગમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ આજે વડોદરા આવ્યાં હતાં. ગુજરાત મુલાકાત દરમિયાન આજે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ વડોદરા પહોંચ્યાં હતાં. તેમણે વડોદરાનાં હરણી એરબેઝ ઉતર્યા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે સીધા કારેલીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ પર્વમાં
Advertisement
આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે છે. વડોદરાના કારેલી બાગમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ આજે વડોદરા આવ્યાં હતાં. ગુજરાત મુલાકાત દરમિયાન આજે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ વડોદરા પહોંચ્યાં હતાં. તેમણે વડોદરાનાં હરણી એરબેઝ ઉતર્યા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે સીધા કારેલીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ પર્વમાં હાજરી આપી હતી.
ગુજરાત આવવા બદલ પણ ધન્યતા અનુભવું છું
સંસ્કારી નગરી વડોદરામાં આવેલા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે એક કલાક મોડો આવ્યો તે બદલ માફી માંગું છું. હું શિબિરમાં આવ્યો અને અહીં આવીને અદ્ભુત સકારાત્મક ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું. સાથે જ હું સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ ઉત્તરપ્રદેશથી તેમની કર્મભૂમિ ગુજરાત આવવા બદલ પણ ધન્યતા અનુભવું છું. તેમણે વધુમાં ઉમેર્યું કે નાના મનનો માનવી ક્યારેય આધ્યાત્મિક ન હોઈ શકે. સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના વખાણ કરતાં કહ્યું કે તેમના જેવા લોકો જ સાચા આધ્યાત્મિક હોઇ શકે. આજે સમગ્ર દુનિયામાં જે થઇ રહ્યું છે તેનાંથી અજાણ ન રહેવું જોઇએ પણ તેની હવા આપણને ન લાગે તેનું પણ ધ્યાન રાખવું પડશે. હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે, ભારત તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીને રહેશે. રક્ષાનાં ક્ષેત્રમાં પણ ભારત ખુબ ઝડપથી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે જ તેમણે પાર્ટી કાર્યકર્તાઓ આજે સહજ બેઠક પણ કરી હતી.