Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મતદાન કર્યું હશે તો આ શહેરના કોઈ પણ થિયેટરમાં માત્ર 100 રૂપિયામાં જોઈ શકશો કોઈ પણ મૂવી

5મી ડીસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાતવિવિધ સંસ્થા, આગેવાનોને સાથે રાખી અભિયાન શરૂ કરાયું22 મલ્ટિપ્લેક્ષના માલિકો થયા સહભાગીઆવતીકાલે તારીખ 5મી ડીસેમ્બરના રોજ રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે ત્યારે હવે વિવિધ સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે આગળ આવી વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.મુવીના શોખીનો માટે ફાયદોજો તમે થિએટરમાં મૂવી જોવાના શોખીન છો
મતદાન કર્યું હશે તો આ શહેરના કોઈ પણ થિયેટરમાં માત્ર 100 રૂપિયામાં જોઈ શકશો કોઈ પણ મૂવી
  • 5મી ડીસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાત
  • વિવિધ સંસ્થા, આગેવાનોને સાથે રાખી અભિયાન શરૂ કરાયું
  • 22 મલ્ટિપ્લેક્ષના માલિકો થયા સહભાગી
આવતીકાલે તારીખ 5મી ડીસેમ્બરના રોજ રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે ત્યારે હવે વિવિધ સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે આગળ આવી વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મુવીના શોખીનો માટે ફાયદો
જો તમે થિએટરમાં મૂવી જોવાના શોખીન છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે કારણકે જો તમે આવતીકાલે મતદાન કરવા જવાના છો તો તમને થવાનો છે મોટો ફાયદો. 5 ડિસેમ્બર નો દિવસ તો બધાને યાદ હશે જ આ દિવસે મતદાર બનશે એક દિવસ ના મહાનાયક. મતદાન ના દિવસે નાગરિકનો એક મત ચૂંટણી લડવા ઉભેલા ઉમેદવાર તેમજ રાજ્ય નું ભાવિ નક્કી કરશે.
મહત્તમ મતદાનનો હેતું
ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે હેતુ થી શરૂઆતથી જ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા ક્યાંક પોસ્ટર લગાવવા માં આવ્યા તો ક્યાંક મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા.પરંતુ કમનસીબે પ્રથમ તબક્કાના મતદાનમાં જોઈએ એવો મતદારોનો પ્રતિસાદ ન મળ્યો
વિવિધ સંસ્થાનો સહયોગ
હવે જ્યારે બીજા તબક્કા નું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વડોદરા ના ચૂંટણી અધિકારી એબી ગોર દ્વારા વિવિધ સંસ્થાઓ NGO વિદ્યાર્થી સંગઠનો અને વ્યાપારીઓ, રિક્ષા ચાલકોને સાથે રાખી મતદાન જાગૃતિ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત વડોદરા થિએટર એસોસિયશન દ્વારા મતદાન વધારવા  ખૂબ મહત્વ ની જાહેરાત કરવામાં આવી છે.
સિનેમાગૃહોના સંચાલકોને નવતર અભિગમ
વડોદરા શહેર માં અંદાજે 22 જેટલા મલ્ટી  પ્લેક્ષ આવેલા છે આ તમામ થિએટરના સંચાલકો પોતે જવાબદાર નાગરિક બની મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્રને સહભાગી થયા છે. શહેરની જૂની અને જાણીતી ચંદન સિનેમાના સંચાલક અને મલ્ટીપ્લેક્ષ એસોસિયેશનના આગેવાન રણજીત પઢિયારે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે નાગરિકનો એક મત રાજ્ય અને દેશના વિકાસ માટે અમૂલ્ય હોય છે. પરંતુ ન જાણે કેમ પ્રથમ તબક્કાના મતદાનમાં નાગરિકોનો જોઈએ એટલો પ્રતિસાદ નથી મળ્યો એના કારણે જ શિક્ષણનગરી કહેવાતા આપના આ વડોદરા શહેરના સિનેમા ગૃહના સંચાલકો દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં અંદાજે 22 જેટલા થિએટર આવેલા છે તમામ સંચાલકો દ્વારા આવતીકાલે મતદાન કરનાર નાગરિકને વિશેષ ભેટ આપવાનું નક્કી કરાયું છે.
માત્ર 100 રૂપિયામાં જોઈ શકશો કોઈ પણ મૂવિ
સામાન્ય રીતે નાગરિકો જ્યારે થિએટરમાં મૂવી જોવા માટે જતા હોય છે ત્યારે તેમને કેટેગરી વાઈઝ જુદીજુદી રકમ ચૂકવવી પડતી હોય છે ત્યારે આવતીકાલે જો કોઈ નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મૂવી જોવા માટે આવશે તો માત્ર 100 રૂપિયાના નજીવા ચાર્જ સાથે પોતાની મન પસંદ મૂવી નિહાળી શકશે. નાગરિકો આ યોજનાનો લાભ શહેરની કોઈ પણ થીએટરમાં મેળવી શકશે. આ યોજના પાછળ માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે વડોદરા માં વધુ માં વધુ મતદાન થાય અને નાગરિકો પોતાનું કર્તવ્ય સમજી પોતાના હિત માં રાજ્ય ના વિકાસ માં સહભાગી બને.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.