ભરતસિંહ સોલંકી અંગે હર્ષ સંઘવીએ કહ્યું- મારા એ સંસ્કાર નથી કે હું તેમના વિશે કશું જ કહું..
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પત્ની સાથેના ઝઘડામાં એકવાર ફરી વિવાદમાં આવતા તેમણે આજે (શુક્રવાર) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે બે દિવસ પહેલા થયેલા વિવાદ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. જેને લઇને હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બે દિવસ પહેલા આ વિવાદને વધુ એકવાર હàª
Advertisement
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પત્ની સાથેના ઝઘડામાં એકવાર ફરી વિવાદમાં આવતા તેમણે આજે (શુક્રવાર) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે બે દિવસ પહેલા થયેલા વિવાદ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. જેને લઇને હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બે દિવસ પહેલા આ વિવાદને વધુ એકવાર હવા મળી હતી. જેને લઇને તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને બે દિવસ પહેલા થયેલી ઘટના પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો. તેમના નિવેદન બાદ હવે રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ભરતસિંહ સોલંકી મારા પિતાની ઉંમરના છે. હું એમના વિશે કઇ નહીં બોલી શકું. તેઓ શું કરે છે તે મારે કહેવાની જરૂર નથી. તેઓ રામ ભગવાન વિશે શું બોલ્યા હતા તે તમામ લોકો આજે જાણે છે. તે શું કરે છેતે મારે કહેવાની જરૂર નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે, મારા એ સંસ્કાર નથી કે હું તેમના મામલે કઈ જ કહી શકું પણ લોકો બધુ જ જાણે છે. મારી ઉંમર ઘણી નાની છે.
રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આપ્યું હતું. તેમણે આ પહેલા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું.