Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નિયમો તો માત્ર જનતા માટે! પેપર કપ પર પ્રતિબંધ મુકતી વડોદરા કોર્પોરેશનની ઓફિસમાં જ પેપર કપનો ભરપૂર ઉપયોગ

નકલમાં અકલ ન હોય આ કહેવત તો તમે સાંભળી જ હશે બસ વડોદરામાં પણ કઈક આવું જ ચાલી રહ્યું છે. થોડાં દિવસ અગાઉ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર (AMC) દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં લખવામાં આવ્યું કે ચ્હાની કીટલી પર વપરાતા પેપર કપના કારણે શહેર ગંદુ થઈ રહ્યું છે તો સાથે જ આ પેપર કપના કારણે નાગરિકોના સ્વાસ્થયને હાનિ પહોંચી રહી છે. જેના કારણે ચ્હાની કીટલી પર આ પ્રકારના પેપર કપ પર પà«
નિયમો તો માત્ર જનતા માટે  પેપર કપ પર પ્રતિબંધ મુકતી વડોદરા કોર્પોરેશનની ઓફિસમાં જ પેપર કપનો ભરપૂર ઉપયોગ
નકલમાં અકલ ન હોય આ કહેવત તો તમે સાંભળી જ હશે બસ વડોદરામાં પણ કઈક આવું જ ચાલી રહ્યું છે. થોડાં દિવસ અગાઉ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર (AMC) દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં લખવામાં આવ્યું કે ચ્હાની કીટલી પર વપરાતા પેપર કપના કારણે શહેર ગંદુ થઈ રહ્યું છે તો સાથે જ આ પેપર કપના કારણે નાગરિકોના સ્વાસ્થયને હાનિ પહોંચી રહી છે. જેના કારણે ચ્હાની કીટલી પર આ પ્રકારના પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
AMCની નકલ કરતું VMC
અમદાવાદ શહેરમાં આ પ્રતિબંધિત પેપર કપ વિરૂદ્ધ ધારદાર જૂંબેશ ચલાવવામાં આવી અને મોટા પ્રમાણમાં પેપર કપ જપ્ત પણ કરવામાં આવ્યા ત્યારે હમેશા અન્ય શહેરની નકલ કરવામાં માહેર વડોદરા પાલિકાના (VMC) સત્તાધીશો ને થયું કે ચાલો આપણે પણ અમદાવાદ જેવું કંઇક કરીએ બસ પછી જોવું શું વગર પરિપત્ર એ પાલિકાના કર્મચારીઓ ધંધે લાગ્યા અને ચ્હાની કીટલી વાળાઓનો ધંધો બગાડવા બજારમાં નીકળી પડ્યા.
VMCની કાર્યવાહી
વડોદરા મહાપાલિકા દ્વારા 19 વોર્ડમાં 19 ટીમો બનાવી પેપર કપ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. વડોદરા પાલિકાએ ગઈકાલે ચ્હાની કીટલી ચલાવતા 70 લોકોને દંડ ફટકાર્યો. 60 કિલો પેપર કપ જપ્ત કરી 16,800નો દંડ પણ વસૂલ કર્યો.
Gujarat First Reality Check
નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ વડોદરા પાલિકા એ અચાનક નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા પીઠ તો થપથપાવી જ પડે ને જેથી જ ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પોહચી પાલિકાની મુખ્ય કચેરી એ કે જ્યાં બેસીને શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર નાગરિકો માટે નવનાવા નિયમો બનાવી શહેર નો વહીવટ કરે છે.
ચોંકાવનારી વાસ્તિવીકતા સામે આવી
શહેના નાગરિકોના માથે નવાનવા નિયમો થોપનાર મહાનગરપાલિકા ખુદ આ નિયમો નું પાલન કરે છે કે કેમ તે અંગે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે ચકાસણી કરતા આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તમને જાણીને નવાઇ લાગશે વડોદરા પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ હિતેન્દ્ર પટેલની મુલાકાત લેવા આવતા અરજદારોને અહીં પાલિકા દ્વારા જ પ્રતિબંધિત પેપરકપમાં ચ્હા પીરસવામાં આવે છે.

ચ્હાના કપ છૂપાવવા કર્મચારીઓના હવાતિયા
ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા કેમેરો ખોલતાની સાથે જ પ્રતિબંધિત પેપર કપ છૂપાવવા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ. પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષની કેબિન બહાર હાજર કર્મચારી બાલ્ટી ભરી પેપર કપને કેમેરા માં કેદ થતાં રોકવા આમતેમ દોડતા નજરે પડ્યા. આટલે થી ન અટકતા ગુજરાત ફર્સ્ટની ટીમ પોહચી પાલિકાના શાશક પક્ષના નેતા અલ્પેશ લિંબચિયાની કેબિનમાં અહીંયા પણ કઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા અલ્પેશ લીંબચિયાની કેબિનમાં મૂકેલા કબાટ માંથી મોટા પ્રમાણ માં પેપર કપ મળી આવ્યા.
વિપક્ષની કેબિનમાં પણ તેવી જ સ્થિતિ
હમેંશા લોકો ના પ્રશ્નો ને વાચા આપનાર પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત આમતો કઈક ખોટું થયું હોય તો તરત અવાજ ઉઠાવે છે ત્યારે અમને થયું કે એક આંટો વિપક્ષ ની કેબિનમાં પણ મારવો જોઈએ ત્યારે શાશક પક્ષની કેબિનમાં રિયાલિટી ચેક કર્યા બાદ ગુજરાત ફર્સ્ટની ટીમ વિપક્ષ નેતા અમીબેન રાવતની કેબિનમાં પોહચી તો ત્યાં પણ કઈક આવું જ જોવા મળ્યું. અમીબેન રાવતની કેબિનમાં પણ પ્રતિબંધિત પેપર કપ મોટા પ્રમાણમાં જોવા મળ્યા જાણે કોઈ કીમતી દસ્તાવેજ મૂક્યા હોય એમ અહી કાચના કબાટમાં પેપર કપ છુપાવીને રાખવામાં આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટ ના રિયાલિટી ચેક બાદ અહીં પણ પેપર કપનો નિકાલ કરવા દોડધામ મચી અને બાદમાં તેનો નિકાલ કરી દેવામાં આવ્યો. આ દ્રશ્યો જોયા બાદ ખુદ વિપક્ષ નેતા પાલિકાના સત્તાધીશોના પાપમાં સહભાગી થતા હોય તેમ લાગી રહ્યું છે.
નિયમ માત્ર જનતા માટે!
વડોદરા પાલિકાનો વહીવટી વિભાગ,સત્તા પક્ષ કે પછી વિરોધ પક્ષની કેબિન તમામ જગ્યા પર ખુદ પાલિકા એ બનાવેલા નિયમો ના ધજાગરા ઉડતા નજરે પડ્યા ત્યારે અહી સવાલ એ ઊભો થાય કે શું નિયમો ફક્ત સામાન્ય નાગરિકો માટે જ બનાવવામાં આવે છે ??જો નિયમો બધા માટે સરખા હોય તો પછી ખુદ પાલિકા ની મુખ્ય કચેરી માં કેમ આ નિયમો નું પાલન નથી કરવામાં આવી રહ્યું ?
ડાહ્યી ગાંડીને શિખામણ આપે તેવો ઘાટ
ટૂંકમાં કહીએ તો વડોદરા પાલિકામાં ડાહ્યી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે તેવો ઘાટ સર્જાયો છે ત્યારે શું પાલિકા કચેરીમાં ખુદ પાલિકા એ જ બનાવેલા નિયમનો ભંગ કરનાર વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરાશે તેવો નિર્દોષ સવાલ દંડ ભરનાર ચ્હાની કીટલી ધારક પૂછી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.