Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ફર્સ્ટ બન્યું લાચારનો અવાજ, જવાબદાર મીડિયાની ભૂમિકા ભજવી

ગત રોજ વડોદરા શહેરના ભાયલીના વણકરવાસમાં રહેતા અલ્પેશ ઠાકોરભાઈ પરમાર નામના યુવકને કેટલાક ઈસમો દ્વારા પટ્ટા વડે ફટકારતો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં મારથી ગભરાયેલા યુવકે ડરના કારણે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ત્યારે અસહ્ય મારનો ભોગ બનેલા યુવકની વ્હારે ગુજરાત ફર્સ્ટ આવ્યું હતું અને આ યુવક વતી ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો હતો. ગુજરાત ફર્સ્ટમાં તાલિબાની સજાનો
ગુજરાત ફર્સ્ટ બન્યું લાચારનો અવાજ  જવાબદાર મીડિયાની ભૂમિકા ભજવી
ગત રોજ વડોદરા શહેરના ભાયલીના વણકરવાસમાં રહેતા અલ્પેશ ઠાકોરભાઈ પરમાર નામના યુવકને કેટલાક ઈસમો દ્વારા પટ્ટા વડે ફટકારતો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં મારથી ગભરાયેલા યુવકે ડરના કારણે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ત્યારે અસહ્ય મારનો ભોગ બનેલા યુવકની વ્હારે ગુજરાત ફર્સ્ટ આવ્યું હતું અને આ યુવક વતી ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો હતો. 
ગુજરાત ફર્સ્ટમાં તાલિબાની સજાનો અહેવાલ પ્રસિદ્ધ થતાંની સાથે જ પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો સાથે જ ભોગ બનનાર અલ્પેશ પરમારની પડખે તેનો આખો સમાજ ઊભો રહ્યો છે. મહત્વનું છે કે, થોડા સમય અગાઉ કેટલાક યુવકો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરવામાં આવી રહ્યું હતું. જેમાં અલ્પેશ પરમારે કૉમેન્ટ કરતા લાઈવ કરનાર યુવકો રોષે ભરાયાં હતાં અને ત્યારબાદ અલ્પેશને રસ્તા વચ્ચે આંતરી ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ જનૂની બનેલા યુવકો દ્વારા એક રીલ બનાવી તેને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવી હતી અને લખ્યું હતું કે જો અમારા લાઈવમાં ખોટી કૉમેન્ટ કરો તો આવી હાલત થાય. ત્યારે આ અપલોડ કરેલો વીડિયો ખૂબ ઝડપથી વાઇરલ થયો હતો.
ગુજરાત ફર્સ્ટ પાસે સૌ પ્રથમ આ વીડિયો આવતા ટીમ દ્વારા તહેકીકાત કરવામાં આવી હતી. આ વીડિયો કોનો છે અને ક્યાંનો છે તે દિશામાં તપાસ કરતા ભોગ બનનાર યુવક ભાયલી ગામના વણકરવાસમાં રહેતા અલ્પેશ ઠાકોરભાઈ પરમારનું હોવાનું સામે આવ્યું હતું. ભોગ બનનાર અલ્પેશ પરમાર એ હદે ગભરાયેલો હતો કે તેણે મારના ડરે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. કારણ કે હિંસક યુવકો દ્વારા તેને ધમકાવવામાં આવ્યો હતો. જેથી ગુજરાત ફર્સ્ટની ટીમ આ યુવકની મદદે આવી હતી અને તેના વતી અવાજ ઉઠાવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજે સમાજના લોકો એકત્રિત થયા હતા અને પોલીસ ફરિયાદ બાદ હુમલાખોર યુવકોને સમાજમાં દાખલો બેસે તેવી સજા ફટકારવા માંગ કરી હતી. તો સાથે જ એક દલિત યુવક વતી અવાજ ઉઠાવી સમાજ પ્રત્યે જવાબદાર મીડિયાની ભૂમિકા ભજવનાર ગુજરાત ફર્સ્ટ ચેનલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.