હવેથી જ્યારે પણ પૂર કે વાવાઝોડું આવશે, તો આ રીતે મહિલા પોલીસ ફોર્સ બચાવશે તમારો જીવ.!
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ઘણાં ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે.. જેને લઇને વહીવટીતંત્ર તો એલર્ટ છે જ, પણ તેની સાથે વડોદરા પોલીસની મહિલા પોલીસ ફોર્સ પણ તેને લઇને સજ્જ થઇ રહી છે.. પૂર અને વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિમાં બચાવ કામગીરી કરી લોકોનાં જીવ કેવી બચાવી શકાય તે માટે વડોદરા પોલીસની શી ટીમને વિશેષ તાલીમ અપાઇ રહી છે.રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહà
Advertisement
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ઘણાં ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે.. જેને લઇને વહીવટીતંત્ર તો એલર્ટ છે જ, પણ તેની સાથે વડોદરા પોલીસની મહિલા પોલીસ ફોર્સ પણ તેને લઇને સજ્જ થઇ રહી છે.. પૂર અને વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિમાં બચાવ કામગીરી કરી લોકોનાં જીવ કેવી બચાવી શકાય તે માટે વડોદરા પોલીસની શી ટીમને વિશેષ તાલીમ અપાઇ રહી છે.
- રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી..
- રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ એલર્ટ મોડ પર..
- વડોદરામાં મહિલા પોલીસ ફોર્સ પણ થઇ રહી છે સજ્જ..
- પૂરની પરિસ્થતિમાં બચાવશે નાગરિકોનાં જીવ.!
- બચાવ કામગીરી માટે પોલીસની શી ટીમ છે તૈયાર..
સામાન્ય રીતે કાયદાનાં રક્ષણની જવાબદારી સંભાળતી પોલીસ ફોર્સ ક્યારેક કુદરતી આપત્તિમાં લોકોનાં જીવ બચાવવા માટે મહત્ત્વની ભૂમિકા અદા કરતી હોય છે. જો કે, કુદરતી આપત્તિનાં આવા કપરા સમયમાં બચાવ કામગીરીની યોગ્ય તાલીમ મળે તો વધુમાં વધુ લોકોનાં જીવ બચાવી શકાય. તેને જ ધ્યાનમાં રાખીને વડોદરામાં પોલીસની મહિલા પોલીસ ફોર્સને તૈયાર કરવામાં આવી રહી છે.. જેથી વડોદરામાં મહિલાઓ, બાળકો અને વડીલોને હૂંફ આપવાની ઉમદા કામગીરી સાથે રોમિયોગીરી કરતાં તત્ત્વોને સબક શીખવવાની કામગીરી કરતી શી ટીમ હવેથી પૂર, વાવાઝોડું તેમજ ભૂકંપ જેવી કુદરતી આપત્તિમાં પણ લોકોનો જીવ બચાવવાનું કામ કરશે. જે માટે વડોદરામાં તૈનાત NDRF ની છઠ્ઠી બટાલિયન દ્વારા વડોદરા પોલીસની શી ટીમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અપાઇ રહી છે. હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક ભાગોમાં પુરની પરિસ્થિતિ છે.. જેથી પુર જેવી પરિસ્થિતિમાં સૌથી પહેલા પહોંચતી પોલીસની ટીમ વધુમાં વધુ નાગરિકોની મદદે આવી તેમનાં જીવ બચાવી શકે.. NDRF દ્વારા વડોદરા પોલીસની શી ટીમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે પ્રેક્ટીકલ તેમજ થીયરિકલ તાલીમ આપવામાં આવી રહી છે. વડોદરા પોલીસની શી ટીમને તાલીમ આપતી NDRF ની ટીમનું પણ માનવું છે કે, પોલીસ વિભાગમાં આ પ્રકારની તાલીમ નિયમિત થવી જોઇએ.. જેથી કુદરતી આપત્તિમાં તેમને મોટી મદદ મળી રહે. સાથે જ ભોગ બનનારને જલ્દી સારવાર મળે તો તેનો જીવ બચી શકે.
Advertisement
બે દિવસની આ તાલીમ શિબિરમાં 200 જેટલી મહિલા પોલીસકર્મીઓ તાલીમ લઇ રહી છે.. જે બાદ તેઓ કુદરતી આફતોમાં જાનમાલની સુરક્ષા તેમજ રાહત કાર્યોમાં મહત્ત્વનું યોગદાન આપી શકશે.
Advertisement