ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્રુઝમાં બેસાડવાનું કહી ખંખેર્યા રૂપિયા,છેવટે નાવડી પણ નસીબ નહીં

વડોદરામાં રહેતા વેપારીએ તેના પરિવાર સાથે ક્રુઝની સવારી કરવા માટે મન બનાવ્યું, તેના માટે ટુર ઓપરેટરનોપણ સંપર્ક કર્યો, ક્રૂઝની ટિકિટ પણ મેળવી, પરિવાર પહોંચે છે મુંબઈ અને ત્યા જાણ થાય છે કે 'અમે તો છેતરાઈ ગયા'.એજન્ટે કરી છેતરપિંડીક્રુઝમાં ગોવા લઇ જવાની વાત કરી વડોદરાના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. વેપારીએ અખબારમાં જાહેરાત જોઇને એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે વેપારી પાàª
10:07 AM Feb 15, 2022 IST | Vipul Pandya
વડોદરામાં રહેતા વેપારીએ તેના પરિવાર સાથે ક્રુઝની સવારી કરવા માટે મન બનાવ્યું, તેના માટે ટુર ઓપરેટરનો
પણ સંપર્ક કર્યો, ક્રૂઝની ટિકિટ પણ મેળવી, પરિવાર પહોંચે છે મુંબઈ અને ત્યા જાણ થાય છે કે 'અમે તો છેતરાઈ ગયા'.
એજન્ટે કરી છેતરપિંડી
ક્રુઝમાં ગોવા લઇ જવાની વાત કરી વડોદરાના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. વેપારીએ અખબારમાં જાહેરાત જોઇને એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે વેપારી પાસેથી ગોવા મોકલવાના નામે 2.80 લાખ રુપિયા લીધા,  ક્રુઝ કેન્સલ થયું હતું તેમ છતાં એજન્ટે પૈસા રિફન્ડ આપ્યા નહોતા. ત્યારબાદ વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 વડોદરાનો કેકનો વેપારી ફસાયો
વડોદરામાં રહેતા અને કેકની દુકાન ચલાવતા સંતોષભાઇ નામના વેપારીએ અખબારમાં ગોવા જવા માટેની જાહેરાત વાંચી હતી. જેમાં અલગ અલગ પેકેજની વાત કરવામાં આવી હતી. જાહેરાતમાં મુંબઇની કોડીકા ક્રુઝનો સંપર્ક નંબર આપવામાં આવ્યો હતો. આ નંબર મારફત વેપારીએ હિતેષ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો અને તેમણે જીગર પટેલ નામના એજન્ટ સાથે સંપર્ક કરાવ્યો.  વેપારીને ગોવા જવા માટે  ક્રુઝમાં ચાર લોકોના એક રુમનો 1.67 લાખ રુપિયા ભાવ કહેવાયો હતો. વેપારી સંદીપભાઈએ તેમની માતા દીકરો, દીકરી, પત્ની અને ભાઇના ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. ત્યારબાદ એજન્ટે અમદાવાદ આવીને ૨.૮૪ લાખ રુપિયા ભરી ટિકિટ લઈ જવા કહ્યું હતું .
અમદાવાદ 2.80 લાખ રૂપિયા આપી મેળવી ટિકિટ
સંદીપભાઈને અમદાવાદની આશ્રમ રોડ ખાતે આવેલી ઓફિસ પર જીગર પટેલ નામના વ્યક્તિએ ટિકિટ આપી હતી. એજન્ટે જણાવ્યું કે 'આ ટિકિટ પર તમે મુંબઇ પહોંચી ક્રુઝમાં બેસી શકશો'. એજન્ટે વેપારી પાસેથી રોકડા 2.80 લાખ લીધા હતા. જો કે જ્યારે સંદીપભાઈ ફેમિલીને લઈને મુંબઈ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે  કોડીકા ક્રુઝ કેન્સલ થયું છે. જેથી તેમણે એજન્ટને ફોન કરતા એક ઇવેન્ટમાં હોવાનું જણાવી થોડા સ્મયમ પૈસા પરત આપવાનું કહ્યું હતું. ત્યારાબાદ અવારનવાર રિફન્ડ માંગવા છતા પૈસા પરત નહોંતા આપતા. વેપારીએ કોડીકા ક્રુઝ ખાતે  તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે રિફંડ લવ શર્માને આપી દેવામાં આવ્યું છે. ત્યારબાદ સંદીપભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લવ શર્મા અને જીગર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
Tags :
AhmedabadCruiseGoaGujaratFirstVadodara
Next Article