Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ તો સરકાર કરતા પણ શાણા, ભલભલાને માથું ખંજવાળતા કરી દે તેવી યોજના

વડોદરા 2500 રૂપિયા માં રાશન કિટ ના વિતરણ મામલે અટલાદરા બાદ આજે તરસાલી આવેલી કે.એસ ડિજિટલ માં પૈસા પાછા મેળવવા લોકો ની લાંબી લાઈનો લાગી એક સંસ્થા નો ફ્રોડ બહાર આવતા આજે અન્ય સંસ્થા પર થી લોકો ને વિશ્વાસ ઉઠી ગયો હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું.અટલાદરા વિસ્તાર માં આવેલી C T ગ્રુપ  સંસ્થા માં ફક્ત એક વખત થોડાક પૈસા ભરી એક વર્ષ સુધી મફત અનાજ મેળવવા ની લોભામણી જાહેરાત બાદ આખી સંસ્થા ફ્à
04:46 PM Feb 24, 2023 IST | Vipul Pandya
વડોદરા 2500 રૂપિયા માં રાશન કિટ ના વિતરણ મામલે અટલાદરા બાદ આજે તરસાલી આવેલી કે.એસ ડિજિટલ માં પૈસા પાછા મેળવવા લોકો ની લાંબી લાઈનો લાગી એક સંસ્થા નો ફ્રોડ બહાર આવતા આજે અન્ય સંસ્થા પર થી લોકો ને વિશ્વાસ ઉઠી ગયો હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું.
અટલાદરા વિસ્તાર માં આવેલી C T ગ્રુપ  સંસ્થા માં ફક્ત એક વખત થોડાક પૈસા ભરી એક વર્ષ સુધી મફત અનાજ મેળવવા ની લોભામણી જાહેરાત બાદ આખી સંસ્થા ફ્રોડ હોવાનું સામે આવતા લોકો એ પૈસા મેળવવા માટે ભર ઉનાળે તડકામાં લાંબી લાઈનો લગાવી હતી.
C T ગ્રુપ ના સંચાલક પિયુષ પ્રજાપતી ની પોલીસે નાગરિકો સાથે છેતરપિંડી ના ગુનામાં ધરપકડ કરતા શહેરમાં અફવા એ જોર પકડ્યું હતું.જોકે આ ઘટના બાદ તરસાલી વિસ્તાર માં 8 મહિના થી લોકો ને અનાજ કિટ આપતી કે એસ ( K.S DIGITAL) ડિજિટલ નામની સંસ્થા માં આજે લોકો પૈસા પાછા મેળવવા ઉમટી પડ્યા હતા
આજે વહેલી સવાર થી જ દહેશત થી દઝાયેલા નાગરિકો અહીંયા પોતાની મેહનત ના પૈસા ક્યાંક ડૂબી ન જાય તેવા ડર સાથે ઉમટી પડયા હતા.જેના કારણે અહીંયા પૈસા પરત મેળવવા આવેલા લાભાર્થીઓ ની લાંબી કતાર લાગી હતી.
મોંઘવારી ના જમાનામાં પાણીના ભાવે ગરીબો ને રાશન આપવાની સ્કીમ ચલાવતી સંસ્થા નું સંચાલન ભલ ભલા લોકો ને માથું ખંજવાળતા કરી દે છે ત્યારે તરસાલી વિસ્તારમાં ચાલતી કે.એસ ડિજિટલ સંસ્થા એ 8000 સભ્યો બનાવી ને 2500 રૂપિયા લેખે 2 કરોડ 70 લાખ રૂપિયા એકત્રિત કરી લીધા છે અને છેલ્લા 8 મહિના થી લોકો ને નિયમિત રાશન આપે છે
જોકે આજે એક તરફ લોકો પૈસા પરત લેવા આવતા હતા તો બીજી બાજુ રાશન નું વિતરણ પણ ચાલુ હતું આવા સમયે પોલીસે અહીના સંચાલક કનકસિંહ ગોહિલ ને જવાબ લખાવવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ સાથે ની વાતચીત માં કે.એસ ડિજિટલ ના સંચાલક કનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તેઓ આજકાલ નહિ પરંતુ ઘણા લાંબા સમય થી આ સંસ્થા ચલાવે છે.તેમની સાથે અનેક એવા સેવાભાવી લોકો જોડાયેલા છે કે જેઓ અનાજ સહિત ની જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ નું સ્વેચ્છિક દાન આપે છે.દાતાઓ થકી આવેલી કરિયાણા ને લગતી ચીજ વસ્તુઓ તેમની સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. તેમની આ સંસ્થા સુરત,વડોદરા સહિત ના અનેક જિલ્લા તાલુકાઓ માં કાર્યરત છે.સામાન્ય રીતે મફત માં મળેલી વસ્તુ ની નાગરિકો કદર નથી કરતા જેથી જ તેમની સંસ્થા દ્વારા સામાન્ય રકમ ઉઘરાવી મોંઘી કરિયાણા કીટ લાભાર્થીઓ ને આપવામાં આવે છે.
જોકે તરસાલી વિસ્તાર માં ચાલતી આ સંસ્થા  ખાતે આજે એકાએક મોટી માત્રામાં નાગરિકો ની ભીડ ઉમટી પડતાં મકરપુરા પોલીસ દ્વારા અહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.ત્યારે શું અહીંયા પણ અનાજ વિતરણ ની આડમાં પૈસા પડાવવાનો ખેલ ચાલી રહ્યો છે એ પોલીસ તપાસનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે ગરીબો ને નજીવી રકમ માં રાશન કીટ આપી કરોડો રૂપિયા ભેગા કરનારી આવી સંસ્થા ચલાવતા સંચાલકો પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે સરકાર ની મંજૂરી પણ નથી ત્યારે ગરીબ લોકો ની મેહનત ની કમાણી નો ધણી કોણ તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો - અરે વાહ માત્ર 2500 રૂપિયામાં આખા વર્ષનું કરિયાણું ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BarodaNewsCrimeCTGroupFraudGujaratFirstKSDigitalVadodaraVadodaraPolice
Next Article