ડેસર તાલુકામાં વરસાદે હાથ તાળી દેતા ખેડૂતો ચિંતામાં
ચોમાસાના પાણીથી ખેડૂતોના પાક દર વખતે ખેતરોમાં લહેરાતા જોવા મળે છે ત્યારે વડોદરા જીલ્લાના ડેસરમાં આ વર્ષે વરસાદ ઓછો પડતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેતરો સુક્કા ભઠ્ઠ બન્યા છે. પાણી વગર ખેડૂતો કેવી રીતે ખેતી કરે તે એક યક્ષ પ્રશ્ન બનવા પામ્યો છે.ડેસર તાલુકામાં આ વર્ષે જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી જેથી કુવા અને બોરના પાણી ઉંડા ગયા છે. નર્મદાની માઇનોર કેનાલ છેલ્લા ૧૫ વર્ષથી બનà
05:15 AM Sep 07, 2022 IST
|
Vipul Pandya
ચોમાસાના પાણીથી ખેડૂતોના પાક દર વખતે ખેતરોમાં લહેરાતા જોવા મળે છે ત્યારે વડોદરા જીલ્લાના ડેસરમાં આ વર્ષે વરસાદ ઓછો પડતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેતરો સુક્કા ભઠ્ઠ બન્યા છે. પાણી વગર ખેડૂતો કેવી રીતે ખેતી કરે તે એક યક્ષ પ્રશ્ન બનવા પામ્યો છે.
ડેસર તાલુકામાં આ વર્ષે જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી જેથી કુવા અને બોરના પાણી ઉંડા ગયા છે. નર્મદાની માઇનોર કેનાલ છેલ્લા ૧૫ વર્ષથી બની છે પણ પાણી એક પણ વખત આવ્યું નથી. પાંચ હજાર હેક્ટર જેટલી જમીન આ ચોમાસામાં પડતર રહેવા પામી છે. નહિવત વરસાદના કારણે ચોમાસાની ખેતી નિષ્ફળ ગઇ છે.
રાજ્યમાં આ વખતો સારો વરસાદ પડ્યો છે પણ વડોદરા જીલ્લાનો ડેસર તાલુકો આ વખતે કોરો રહેવા પામ્યો છે. ચોમાસા દરમિયાન ડેસર પંથકના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા પરંતુ નહીંવત વરસાદ વરસતા ખેડૂતોના માથે હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસાની સિઝનમાં ડાંગર, કપાસ, અને તમાકુ,નું વાવેતર કરતાં ખેડૂતોના ખેતરો આ વખતે ખાલી ખમ જોવા મળી રહ્યા છે.
ડેસરના છાલીયેર વિસ્તારના ખેડૂતોની અવદશા થઇ છે. કુવા અને બોરકુવામાં પાણીના સ્તર નીચા ગયા હોવાથી ખેતીને જોઈએ તેટલું પાણી અત્યારથી જ મળતું બંધ થઈ ગયું છે. ખેડૂતો પોતાના બોર કૂવાને ચાલુ કરે છે ત્યારે થોડું પાણી આવ્યા બાદ પાણી બંધ થઈ જાય છે. વિસ્તારના નદી, નાળા, કોતરો, નાના ગામ તળાવો ખાલી હોવાથી ખેડૂતોની મુશ્કેલીનો પાર રહ્યો નથી. છાલીયેર, ગોરસણ, લીમડાના મુવાડા, કલ્યાણ પટેલના મુવાડા, ઇન્દ્રપુરી, જુના સિહોરા, ધેમલપુરા સહિતના ગામોના ખેડૂતોના હજારો હેક્ટરમાં પથરાયેલા ખેતરો પાક વગર ખુલ્લા મેદાન થઇ ગયા છે.
છેલ્લા ૧૫ વર્ષથી છાલીયેર પંથકમાં નર્મદાની માઇનોર કેનાલ બનાવવામાં આવી છે. નર્મદાના નિર કેનાલમાં એક પણ વખત વહ્યા નથી છતાંય કેનાલ તૂટી ગઈ છે. છાલીયેર વિસ્તારના ખેડૂતો જણાવે છે કે નર્મદા કેનાલનું પાણી રાજ્ય સરકારે કચ્છ સુધી પહોંચાડ્યું છે તો અમારા સુધી નર્મદાના નિર પહોંચાડવામાં કયા કારણે વિલંબ થઈ રહ્યો છે. ચોમાસાની ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની મુશ્કેલીનો પાર રહ્યો નથી. હવે ખેતી કરવી છે પરંતુ કુવા અને બોરકુવામાં પાણીના સ્તર નીચા ગયા હોવાથી વાવેતરને જોઈએ તેટલું પાણી મળતું નથી. જો રાજ્ય સરકાર નર્મદાની માઇનોર કેનાલની મરામત કરાવી ને ખેતી માટે ખેડૂતોને પાણી આપે તેવા ખેડૂતો પોકાર કરી રહ્યા છે.
છાલીયેર ગામના સરપંચ ભણાભાઇ રઇજીભાઇ સોલંકી એ જણાવ્યુ હતુ કે આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થતાં અમારા વિસ્તારની ખેતી સદંતર નિષ્ફળ ગઈ છે. છાલીયેર પંથકના નવ ગામો છે તેમાં રાયપુરા, છત્રાપુરા, બાલા પટેલના મુવાડા, કલ્યાણ પટેલના મુવાડા, ગોરસણ, ઇન્દ્રપુરી, રાજપુર, જીતપુરા નો સમાવેશ થાય છે. પાંચ હજાર હેક્ટર જેટલી જમીન પડતર રહેવા પામી છે. કુવામાં પાણીના સ્તર પણ નીચા ગયા છે અને છેલ્લા ૨૦ વર્ષથી નર્મદાની માઇનોર કેનાલ બનાવી છે છતાં એક પણ વખત ટીપુંય પાણી આવ્યું નથી.
Next Article