Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાના યુવકનું નકલી પોલીસે કર્યુ અપહરણ, અસલી પોલીસ પાસે ગયો ત્યાં મદદને બદલે જાકારો મળ્યો

સામાન્ય રીતે કોઇ નાગરીક જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેને પોલીસ અને કાયદા પાસે મદદની આશા હોય છે. પરંતુ જ્યારે પોલીસ જ હાથ ના પકડે ત્યારે નાગરીક ક્યાં જાય? વડોદરા શહેરાંથી આ પ્રકારની જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક નકલી પોલીસના સ્વાંગમાં કેટલાક લોકો દ્વારા એક યુવકનવું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણના 10 દિવસ બાદ તેને છોડી મુક્યો. ત્યારબાદ જ્યારે આ યુવક પોલીસ સ્ટેશન પહ
04:36 PM May 01, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે કોઇ નાગરીક જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેને પોલીસ અને કાયદા પાસે મદદની આશા હોય છે. પરંતુ જ્યારે પોલીસ જ હાથ ના પકડે ત્યારે નાગરીક ક્યાં જાય? વડોદરા શહેરાંથી આ પ્રકારની જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક નકલી પોલીસના સ્વાંગમાં કેટલાક લોકો દ્વારા એક યુવકનવું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણના 10 દિવસ બાદ તેને છોડી મુક્યો. ત્યારબાદ જ્યારે આ યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો, તો પોલીસે તેની મદદ કરવાના બદલે તેને અપમાનિત કર્યાનો આરોપ લગાવામાં આવ્યો છે.
નકલી પોલીસ બની અપહરણ
મળતી માહિતી પ્રમાણે રાહુલ શર્મા નામનો મૂળ મધ્ય પ્રદેશનો વતની અને હાલમાં વડોદરામાં કલર કામનો વ્યવસાય કરતો હતો. ગત 20 એપ્રિલના રોજ સાંજે 3થી 4 વાગ્યા આસપાસ ખિસકોલી સર્કલથી વડસર બ્રિજ તરફ જવાના માર્ગેથી અજાણ્યા ઇસમો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે જ્યારે ઘરે જઇ રહ્યો હતો ત્યારે એક બોલેરો કારમાં ચારથી પાંચ અજાણ્યો શખ્સો આવ્યા અને પોતે પોલીસમાંથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. અજાણ્યા શખ્સોએ કહ્યું કે તપાસના કામ માટે તમારે સાથે આવવું પડશે. આમ કહીને પોલીસના સિમ્બોલ જેવા સ્ટીકર લાાગેલી ગાડીમાં બેસાડ્યો હતો.
દસ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ફેરવ્યો
ત્યારબાદ કારને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યો હતો. તેઓ રાત્રે એક ચેક પોસ્ટ પાસે લઇ ગયા હતા. ત્યારબાદ ત્યાં બોલેરો કારમાંથી ઉતારીને તેને ઇનોવામાં બેસાડ્યો હતો. યુવકને દસ દિવસ સુધી કારમાં અલગ અલગ વિસ્તારમાં ફેરવતા હતા અને યુવકને માર મારતા હતા. સાથે જ તેને પુછતા હતા કે પેલી વિડીયો ક્લિપ ક્યાં છે. તે યુવક પોલીસ જેવા લાગતા ઇસમો સામે બે હાથ જોડીને કરગરતો રહ્યો કે મારી પાસે કોઇ વીડિયો નથી અને મને કંઇ ખબર પણ નથી. આમ છતા તેને કારમાં ગોંધીને મારતા રહ્યા.
તમામ વસ્તુ લૂંટી છોડી મુક્યો
આખરે યુવક પાસે કંઇ ના મળતા દસ દિવસ બાદ તેને શહેરની પોલીસ ભવન ચોકડી નજીક ઉતારી દીધો હતો. અજાણ્યા શખ્સો તેની પાસેથી આધાર કારડ, પાન કાર્ડ, લાયસન્સ, રોકડ રકમ તથા મોબાઇલ ફોન લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસના માર અને ગેરવર્તણૂંકથી ડઘાઈ ગયેલા યુવકે પોતાના મિત્રોની મદદથી માંજલપુર પોલીસનો સંપર્ક કર્યો અને મદદ માટે અરજ કરી. જો કે ત્યાં ફરજ પર હાજર પીએસઓએ યુવકની ફરિયાદ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બીજી તરફ ઇન્ચાર્જ પી.આઈ. જીજ્ઞેશ પટેલે કહ્યું કે હું અહીંયા નવો છુ અને કોઈને ઓળખતો નથી. આવું જણાવી યુવકની વાત પણ નહોતી સાંભળી. બંદોબસ્તમાં જવાનું કહીને નીકળી ગયા હતા. 
પોલીસે ધક્કે ચડાવ્યો
યુવકના મિત્રોએ ફરિયાદ લેવાની હઠ પકડતા આશરે બેથી ત્રણ કલાક માંજલપુર પોલીસ બહાર બેસાડી રાખ્યા હતા. ત્યારબાદ જાણવા જોગ અરજી લીધી હતી. ત્યારબાદ યુવકને સાથે રાખી દેખાડા પૂરતી સ્થળ તપાસ કરી હતી. ગત 29 તારીખના રોજ આપેલી અરજીની નકલ મેળવવા યુવક છેલ્લા બે દિવસ  ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ માંજલપુર પોલીસ શનિ-રવિ અને બંદોબસ્તનું બહાનું બતાવી યુવકને અરજીની નકલ આપવાનું ટાળી રહી છે.
મહત્વનું છે કે વડોદરા શહેરમાં છેલ્લા કેટલા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે. શહેરમાં જાણે ચોરી, લૂંટ, હત્યાની ઘટનાઓ હવે સામાન્ય બની હોય તેવું વાતાવરણ ઉભુ થયું છે. રાહુલ શર્મા નામના આ યુવકને નકલી પોલીસ તેમજ અસલી પોલીસનો ખૂબ કડવો અનુભવ થયો છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સામાન્ય નાગરિક મદદ માટે ક્યાં જાય?
Tags :
FakepoliceGujaratFirstKidnapingVadodaraનકલીપોલીસવડોદરાઅપહરણ
Next Article