Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરામાં વહેલી સવારે કૂતરા ભસ્યાં, તપાસ કરી તો મગર જોવા મળ્યો, જોઇ લો વિડીયો

વડોદરામાં ચોમાસા દરમિયાન મગર બહાર આવવાની ઘટનાઓ બહાર આવતી રહે છે ત્યારે તાજેતરમાં ભારે વરસાદ બાદ હવે ફરીથી મગર બહાર આવવાના બનાવો બની રહ્યા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે મગર જોવા મળતા ઉત્તેજના છવાઇ ગઇ હતી. મગરની નગરી તરીકે જાણીતા બનેલા વડોદરા શહેરમાં ચોમાસામાં મગર બહાર આવવાના ઘણા બનાવો બહાર આવે છે. નદી કાંઠાના વિસ્તારોમાં મગર જોવા મળે તે સ્વાભાવિક છે પણ નàª
06:33 AM Jul 16, 2022 IST | Vipul Pandya
વડોદરામાં ચોમાસા દરમિયાન મગર બહાર આવવાની ઘટનાઓ બહાર આવતી રહે છે ત્યારે તાજેતરમાં ભારે વરસાદ બાદ હવે ફરીથી મગર બહાર આવવાના બનાવો બની રહ્યા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે મગર જોવા મળતા ઉત્તેજના છવાઇ ગઇ હતી. 
મગરની નગરી તરીકે જાણીતા બનેલા વડોદરા શહેરમાં ચોમાસામાં મગર બહાર આવવાના ઘણા બનાવો બહાર આવે છે. નદી કાંઠાના વિસ્તારોમાં મગર જોવા મળે તે સ્વાભાવિક છે પણ નદી કાંઠાથી દુર રહેલા વિસ્તારોમાં પણ મગર બહાર આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો શનિવારે બહાર આવ્યો છે. 
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી હિરાવંતી ચેમ્બર્સ પાસે શનિવારે વહેલી સવારે 4-30 વાગે મગર બહાર ફરવા નિકળ્યો હતો. મગરને જોઇને કૂતરાઓએ ભસવાનું શરુ કર્યું હતું. સતત કૂતરા ભસવાના અવાજો આવતા આસપાસના રહિશો પણ જાગી ગયા હતા. એક સ્થાનિક રહિશ શું થયું છે તે જોવા બહાર આવતાં કમ્પાઉન્ડમાં ફરતો મગર જોવા મળ્યો હતો. મગર જોતા જ સ્થાનિક રહિશના હોશ ઉડી ગયા હતા. 
તપાસમાં આ મગરનું બચ્ચું હોવાનું જોવા મળ્યું હતું. આ અંગે તેમણે એનિમલની સુરક્ષાનું કાર્ય કરતી સંસ્થાનો સંપર્ક કરતાં સંસ્થાના કાર્યકરો તત્કાળ ધસી આવ્યા હતા અને મગરનું રેસ્કયું કર્યું હતું. 
ઉલ્લેખનીય છે કે હજું થોડા દિવસ પહેલાં પણ શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાં કલા દર્શન ચાર રસ્તા પાસે પણ મગરનું બચ્ચું જોવા મળ્યું હતું. ચોમાસામાં મગર બહાર નિકળવાની ઘટનાઓ હવે વડોદરાવાસીઓ માટે જાણે કે સામાન્ય બની ગઇ છે. 
Tags :
CrocodileGujaratFirstVadodara
Next Article